Home » Bollywood » TV » Latest Masala » School Teacher Preeti Kimta Kaun Banega Crorepati Won 6.40 Lakh Rupees

KBC-10: ચોથા ધોરણના સવાલનો જવાબ ન આપી શકી ટીચર, લેવી પડી લાઈફલાઈન

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 11:40 AM

પ્રિટી ત્રીજા સવાલ પર જ અટકી ગઈ હતી, કોમ્પ્યૂટર પ્રોગ્રામ સંબંધિત હતો આ સવાલ.

  • School Teacher Preeti Kimta Kaun Banega Crorepati Won 6.40 Lakh Rupees

    મુંબઈઃ આ સોમવારના ‘કૌન બનેગા કરોડપતિ 10’ના એપિસોડમાં સરકારી સ્કૂલની ટીચર પ્રિટી કિમ્ટા એક સરળ સવાલનો જવાબ ન આપી શકી. પ્રિટી ત્રીજા સવાલ પર જ અટકી ગઈ અને ચોથા ધોરણમાં પૂછવામાં આવતા સવાલ માટે તેને લાઈફલાઈન લેવી પડી હતી. આ સવાલ માટે તેણે એક્સપર્ટ એડવાઈઝ લીધી હતી. ટીવી એંકર શ્વેતા ઝાએ તેની મદદ કરી હતી, ત્યારે તેણે 3 હજારના સવાલનો જવાબ આપ્યો હતો. શોમાં 3 હજાર રૂપિયા માટે પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે,‘આમાંથી માઈક્રોસોફ્ટનું જાણીતું પ્રોગ્રામ કયું છે?’ જેના જવાબમાં પ્રિટીએ એક્સપર્ટની મદદથી ‘M.S.Word’ જવાબ આપ્યો હતો.

    અમિતાભ પણ તેમની ફેનનો પ્રેમ જોઈ ચોંક્યા

    - સરકારી સ્કૂલમાં ટીચર રહેલી પ્રિટી કેબીસી હોસ્ટ અમિતાભ બચ્ચનની મોટી ફેન છે.
    - અમિતાભ બચ્ચનને મળવા અને તેમની સાથે આ ગેમ શો રમવાની પ્રિટીને એટલી ખુશી હતી કે તે જોઈ અમિતાભ પણ આશ્ચર્યચકિત જોવા મળ્યા.
    - પ્રિટી અમિતાભને મળવા એટલી ખુશ હતી કે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડમાં સાચો જવાબ આપ્યા બાદ તે ભાગીને સ્ટેજ પર પહોંચી હતી.
    - શો પર પ્રિટી વારંવાર અમિતાભ બચ્ચનને ડાન્સ કરવા મનાવતી જોવા મળી પરંતુ બિગબી તેને કોઈના કોઈ બહાને ટાળતા રહ્યાં.

    પ્રિટીએ જીત્યા 6.40 લાખ રૂપિયા


    - 38 વર્ષીય પ્રિટીના લગ્ન હિમાચલ પ્રદેશના કિશોર ગામમાં થયા હતા. તે સંધુ સીનિયર સેકેન્ડરી સ્કૂલમાં ટીજીટી નોન મેડિકલ તરીકે સર્વિસ કરી રહી છે.
    - પ્રિટીના પતિ એનિમલ હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ છે. પ્રિટીના બે બાળકો છે.
    - પ્રિટીએ સોમવારે શોમાં હોટ સીટ પર બેસી 6.40 લાખ રૂપિયા જીત્યા હતા. પ્રિટી વોલિબોલ પ્લેયર પણ રહી છે અને તેને આ સંબંધિત સવાલ પણ કરવામાં આવ્યો હતો. તેણે બે પડાવ પાર કરી 3.20 લાખ જીત્યા અને પછી 11માં સવાલનો જવાબ આપી 6.40 લાખ રૂપિયા જીતી લીધા.
    - અંતે તેને 6.40 લાખના સવાલનો જવાબ ન આવડતા તેણે શોમાંથી ક્વિટ કરવાનો નિર્ણય લીધો હતો.

    75ની ઉંમરમાં પણ એક પછી એક છ ફિલ્મનું શૂટિંગ કરશે અમિતાભ, કામને મામલે અક્ષય કુમાર ને અજય દેવગણને આપે છે ટક્કર

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ