Divya Bhaskar

Home » Bollywood » TV » Latest Masala » after 2012 praveen kumar sobti active in politics

'મહાભારત'નો ભીમ જીતી ચૂક્યો છે એશિયન ગેમ્સમાં ચાર મેડલ, 2012થી રાજકારણમાં સક્રિય

Divyabhaskar.com | Updated - Aug 22, 2018, 02:07 PM

બી આર ચોપરાની 'મહાભારત'માં ભીમ બનતા પ્રવીણકુમારે પણ એશિયનગેમ્સમાં ચાર મેડલ જીત્યા હતાં

  • after 2012 praveen kumar sobti active in politics
    ડાબેથી, 1974માં યોજાયેલ એશિયન ગેમ્સમાં પ્રવીણ કુમાર, \'મહાભારત\'માં ભીમ બનેલા પ્રવીણકુમાર\'

    મુંબઈઃ એશિયન ગેમ્સમાં ભારતને અત્યાર સુધી ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે. બી આર ચોપરાની 'મહાભારત'માં ભીમ બનતા પ્રવીણકુમારે પણ એશિયનગેમ્સમાં ચાર મેડલ જીત્યા હતાં. જેમાં બે ગોલ્ડ, એક સિલ્વર તથા એક બ્રોન્ઝનો સમાવેશ થાય છે.


    સ્ટાર એથલિટઃ
    60 તથા 70ના દાયકામાં પ્રવીણ કુમાર સ્ટાર ઈન્ડિયન એથ્લિટ હતાં. લંબાઈને કારણે તેઓ વર્ષો સુધી હેમર થ્રો તતા ડિસ્કસ થ્રોના ખેલાડી રહ્યાં હતાં. 1966 તથા 1970માં બેંગકોકમાં યોજાયેલા એશિયન ગેમ્પમાં પ્રવીણે ડિસ્કસ થ્રોમાં ગોલ્ડ મોડલ જીત્યો હતો. 1966માં જ હેમર થ્રોમાં પ્રવીણે બ્રોન્ઝ જીત્યો હતો. 1974માં તેહરાનમાં યોજાયેલ એશિયન ગેમ્સમાં પણ પ્રવીણે ડિસ્કસ થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 1968થી 1972મા થયેલા સમર ઓલિમ્પિકમાં પ્રવીણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પ્રવીણકુમારે 1966માં કોમનવેલ્થ ગેમ્સમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો.


    1981થી શરૂ કરી એક્ટિંગઃ
    1981માં પ્રવીણે ફિલ્મ 'રક્ષા'થી ફિલ્મી કરિયર શરૂ કરી હતી. આ જ વર્ષે બીજી ફિલ્મ 'મેરી આવાઝ સુનો' આવી હતી. બંને ફિલ્મ્સમાં જીતેન્દ્ર હતો. 1988 સુધી પ્રવીણે 30 ફિલ્મ્સમાં કામ કર્યું હતું. ત્યારબાદ બી આર ચોપરાએ 'મહાભારત'માં ભીમનો રોલ ઓફર કર્યો હતો. સની દેઓલની 'ઘાયલ'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.


    બિગ બી સાથે કર્યું કામઃ
    પ્રવીણ કુમાર સોબતીએ અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ 'શહેનશાહ'માં મુખ્તાર સિંહનો રોલ કર્યો હતો. ફિલ્મમાં અમિતાભ, મુખ્તાર સિંહને કહે છે, ''રિશ્તે મૈં તો હમ તુમ્હારે બાપ હોતે હૈં, નામ હૈં શહેનશાહ...''


    2012થી રાજકારણમાં સક્રિયઃ
    1998 સુધી સતત ફિલ્મ્સ તથા ટીવીમાં સક્રિય રહ્યા બાદ પ્રવીણકુમાર છેલ્લે 2012માં ધર્મેશ તિવારીની ફિલ્મ 'ભીમ'માં જોવા મળ્યાં હતાં. ત્યારબાદ તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું હતું. 2013માં આમ આદમી પાર્ટી જોઈન કરી અને વજીરપુરથી દિલ્હી એસેમ્બલી માટે ચૂંટણી લડી હતી પરંતુ તેઓ હારી ગયા હતાં. 2014માં પ્રવીણ ભાજપમાં જોડાયા હતાં.

    નટુકાકા બનતા ઘનશ્યામ નાયકે કર્યો ખુલાસો, ''તારક મહેતા'ને કારણે એક દર્શકે આત્મહત્યાનો વિચાર માંડી વાળ્યો હતો''
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending