'આનંદી'ના પરિવારની તદ્દન સામાન્ય સ્થિતિ, આ હાલતમાં મળી હતી Dead Body

pratyusha banerjee committed suicide on 1st april, 2016

divyabhaskar.com

Apr 01, 2018, 05:27 PM IST

મુંબઈઃ 'બાલિકાવધૂ'માં આનંદીનો રોલ કરીને ઘેર-ઘેર જાણીતી બનનાર પ્રત્યુષા બેનર્જીનાં નિધનને બે વર્ષ થઈ ગયા છે. 2016ની પહેલી એપ્રિલે બપોરના પોતાના ઘરે ગળેફાંસો ખાઈને પ્રત્યુષાએ આત્મહત્યા કરી લીધી હતી. પ્રત્યુષાએ આત્મહત્યા કરતાં માત્ર પરિવારજનો જ નહીં તેના ચાહકો તથા ટીવી ઈન્ડસ્ટ્રીને પણ જોરદાર આંચકો લાગ્યો છે. પ્રત્યુષાનાં મોતને બે વર્ષ થયા ગયા છે પરંતુ બધા જ પોત-પોતાના જીવનમાં આગળ વધી ગયા છે પરંતુ પ્રત્યુષાની દાદી આજે પણ તેની રાહ જોઈ રહી છે અને તેમને એમ છે કે ક્યારેક તો પ્રત્યુષા પાછી આવશે. પ્રત્યુષાના પરિવારની આર્થિક સ્થિતિ ઘણી જ સામાન્ય છે. આટલું જ નહીં પ્રત્યુષાના મામાનાં ઘરની સ્થિતિ પણ ઘણી જ સામાન્ય છે.


માતા-પિતા છે મુંબઈમાં:
પ્રત્યુષાનાં માતા-પિતા શંકર બેનર્જી-શોમા બેનર્જી છેલ્લાં બે વર્ષથી મુંબઈમાં છે. તેમની ગેરહાજરીમાં ઝરણાં બેનર્જી ઘરનું ધ્યાન રાખે છે. divyabhaskar.com સાથેની વાતચીતમાં ઝરણા બેનર્જીએ કહ્યું હતુ કે હાલમાં શંકર તથા શોમા પ્રત્યુષાને ન્યાય મળે તે માટે મુંબઈમાં કાનૂની લડાઈ લડી રહ્યાં છે. તેમને હજી વિશ્વાસ નથી આવતો કે તેમની દીકરી આ દુનિયામાં નથી. પ્રત્યુષા તો પાછી આવવાની હતી, તો તે આત્મહત્યા કેમ કરે.


રૂમ હતો વેર-વિખેરઃ
પ્રત્યુષાનો પ્રેમી રાહુલ જ્યારે ઘરે પરત આવ્યો ત્યારે પ્રત્યુષા પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળી હતી. તેણે તાત્કાલિક પ્રત્યુષાને નીચે ઉતારી હતી અને હોસ્પિટલ લઈ ગયો હતો. અહીંયા ડોક્ટર્સે તેને મૃત ઘોષિત કરી હતી. ત્યારબાદ પોલીસ જ્યારે પ્રત્યુષાના ઘરે ગઈ તો તેમને આંચકો લાગ્યો હતો. ડ્રોઈંગ રૂમમાં કપડાં ઢગ જોવા મળ્યાં હતાં. આ સિવાય બિયરની બોટલ્સ અને દવાની કેટલીક સ્ટ્રિપ્સ પણ પડેલી હતી.


આત્મહત્યા પહેલાં પ્રત્યુષાએ પીધો હતો દારૂઃ
પીએમ રિપોર્ટ પ્રમાણે, પ્રત્યુષાએ આત્મહત્યા કરતા પહેલાં દારૂ પીધો હતો અને તે ડ્રગ્સનું સેવન પણ કરતી હતી. આટલું જ નહીં તે પ્રેગ્નન્ટ હોવાની વાત પણ સામે આવી હતી. ત્યારબાદ તેણે એબોર્શન કરાવી દીધું હતું.


(વાંચો, મામા સાથે નહોતા સારા સંબંધો...)

X
pratyusha banerjee committed suicide on 1st april, 2016
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી