Home » Bollywood » TV » Latest Masala » Taarak Mehta Ka Ooltah Chashmah Pinku Ke Parents ko return gift

'તારક મહેતા...'માં પિંકુના જૂઠનો પર્દાફાશ થતા ઉડ્યા ચંપક ચાચાના હોશ, જાણો હવે શું થશે

Divyabhaskar.com | Updated - Feb 15, 2018, 09:58 AM

ટપ્પુસેનાના પિંકુના જૂઠનો થયો પર્દાફાશ, ચંપકચાચા વાત સાંભળી થયા ગુસ્સે

  • Taarak Mehta Ka Ooltah Chashmah Pinku Ke Parents ko return gift
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પિંકુના ઘરે ગોકુલધામવાસી

    મુંબઇ: ટીવીની સૌથી ફેવરિટ સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં એક નવો મોડ આવ્યો છે. આ સીરિયલમાં છેલ્લા કેટલાક સમયથી પિંકુના પેરેન્ટ્સનો એપિસોડ ચાલી રહ્યો છે જો કે હજુ સુધી તેના અસલી પેરેન્ટ્સને બતાવવામાં આવ્યા નથી. પિંકુના ઘરે ગોકુલધામવાસી આવે છે અને તેને ગિફ્ટ આપે છે. ગિફ્ટ આપ્યા પછી ગોકુલધામવાસી સોસાયટીમા પરત ફરે છે. તમામ લોકોના ગયા પછી પિંકુ ઘેવર અને કમલા સાથે વાત કરે છે અને જૂઠનો પર્દાફાશ થાય છે. પિંકુની આ વાત ચંપક ચાચા સાંભળી જાય છે અને ગુસ્સે થઇ જાય છે.

    ચંપક ચાચા થયા ગુસ્સે

    'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ટપ્પૂ સેના પિંકુના રૂમને જોઇ ઘણી ખુશ થાય છે પંરતુ પિંકુ પરેશાન જોવા મળે છે.ગોકુલધામ વાસી પિંકુના ઘરે આવે છે અને પિંકુ અને તેના પેરેન્ટ્સને ગિફ્ટ આપે છે. તમામ એક સાથે ડાન્સ પણ કરે છે. જો કે તેને ડર છે કે ક્યાક તેના જૂઠનો પર્દાફાશ ન થઇ જાય.તમામ લોકો પોતાના ઘરે જવાની તૈયારી કરે છે, ત્યારે જેઠાલાલ જુએ છે કે બાપુજી નથી આવ્યા.

    તમામ લોકોના ગયા પછી પિંકુ ઘેવર અને કમલા સાથે વાત કરે છે અને કહે છે કે સારૂ થયુ તેમનું જૂઠ કોઇની સામે ન આવ્યું પરંતુ પિંકુને આ વાતની ખબર નથી કે તેની વાત ચંપક ચાચાએ સાંભળી લીધી છે. પિંકુનો ખુલાસો સાંભળી ચંપક ચાચાના હોશ ઉડી જાય છે. બાપુજી ગુસ્સે થાય છે અને જેઠાલાલ સહિત અન્ય લોકોને પરત પિંકુના ઘરે બોલાવી લે છે.

    બાપુજીએ ચલાવી ગાડી

    આ ઘટના પછી પિંકુ કેનેડા જવા માટે એરપોર્ટ પહોચે છે. આ વાતની જાણ થતા જ ઘેવર અને કમલા ગોકુલધામ પહોચે છે અને આ વાતની બધાને જાણ કરે છે. ગોકુલધામવાસી જલ્દી સોઢીની ગાડીમાં બેસીને એરપોર્ટ જવા રવાના થાય છે. આ ગાડી બાપુજી ચલાવે છે.

    આગળની સ્લાઇડમાં જુઓ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વધુ તસવીરો...

  • Taarak Mehta Ka Ooltah Chashmah Pinku Ke Parents ko return gift
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ટપ્પુ સેના સાથે પિંકુ
  • Taarak Mehta Ka Ooltah Chashmah Pinku Ke Parents ko return gift
    પિંકુના પેરેન્ટ્સનો પર્દાફાશ થઇ ગયો છે અને હવે આવશે નવુ ટ્વિસ્ટ
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending

વીડિયો વધુ જુઓ