'તારક મહેતા'માં બદલાયા આ પાત્રો, 'ડૉ.હાથી'ના રોલમાં ફરી પાછો આવ્યો નિર્મલ સોની

divyabhaskar.com

Sep 09, 2018, 03:00 PM IST
these 4 actors quit taarak mehta serial
these 4 actors quit taarak mehta serial
these 4 actors quit taarak mehta serial
these 4 actors quit taarak mehta serial
these 4 actors quit taarak mehta serial

મુંબઈઃ 9 જુલાઈના રોજ 'ડૉ. હાથી' બનતા કવિ કુમાર આઝાદનું હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. બે મહિના બાદ હવે સીરિયલમાં નવા ડૉ. હાથી જોવા મળશે. હવે આ રોલ નિર્મલ સોની પ્લે કરવાનો છે. નવાઈની વાત એ છે કે પહેલાં ડૉ.હાથીનો રોલ નિર્મલ સોની જ કરતો હતો. જોકે, એક વર્ષ સુધી આ સીરિયલમાં કામ કર્યાં બાદ 'તારક મહેતા..'ની ટીમ સાથે વિખવાદ થતાં તેણે આ શોને અલવિદા કહી દીધો હતો. નિર્મલ સોનીના સ્થાને કવિ કુમાર આઝાદ આવ્યા હતાં. તેમના નિધન બાદ ફરી પાછો નિર્મલ સોની આવી ગયો. જોકે, સીરિયલના આ 10 વર્ષમાં 'તારક મહેતા'માં ચાર પાત્રો સીરિયલ છોડીને જતા રહ્યાં છે. આ સીરિયલમાં હવે આ પાંચ પાત્રો ક્યારેય જોવા મળશે નહીં.


સીરિયલમાં નામઃ ટિપેન્દ્ર જેઠાલાલ ગડા(ટપુડો)
સાચું નામઃ ભવ્ય ગાંધી
કેટલો સમય હતોઃ 2008થી 2017
કેમ છોડ્યો શોઃ પહેલાં શોમાં ભવ્ય ગાંધીને 27થી 28 દિવસ મહિનામાં કામ મળતું હતું. જોકે, પછીથી થોડા સમયમાં ભવ્ય ગાંધીને મહિનામાં માંડ 3-4 દિવસ જ કામ મળતું હતું. જેને લઈને ભવ્ય સહેજ પણ ખુશ નહોતા. આ જ કારણથી તેણે શો છોડી દીધો હતો. ભવ્ય ગાંધીએ ડેબ્યૂ ગુજરાતી ફિલ્મ 'પપ્પા તમને નહીં સમજાય' કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.
હવે કોણ ભજવે છે?: રાજ અનડકટ

દિશા વાકાણી તૈયાર નહોતી 'દયાભાભી' બનવા, 'ચંપકલાલ'ના પાત્ર માટે પહેલાં દિલીપ જોષીનું નામ થયું હતું ફાઈનલ, 'તારક મહેતા'ની ભાગ્યે જ સાંભળેલી 10 વાતો

X
these 4 actors quit taarak mehta serial
these 4 actors quit taarak mehta serial
these 4 actors quit taarak mehta serial
these 4 actors quit taarak mehta serial
these 4 actors quit taarak mehta serial
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી