અંતે, કવિ કુમાર આઝાદના નિધનના બે મહિના બાદ 'તારક મહેતા'માં આવ્યા નવા ડૉ. હાથી, નિર્મલ સોની ભજવશે પાત્ર

divyabhaskar.com

Sep 07, 2018, 10:07 AM IST
nirmal soni become new dr hathi in Taarak Mehta Ka Ooltah Chashmah
nirmal soni become new dr hathi in Taarak Mehta Ka Ooltah Chashmah
nirmal soni become new dr hathi in Taarak Mehta Ka Ooltah Chashmah

મુંબઈઃ 'તારક મહેતા'માં ડૉ. હાથીનું પાત્ર ભજવતા કવિ કુમાર આઝાદનું નવ જુલાઈના રોજ હાર્ટ એટેકને કારણે આકસ્મિક નિધન થયું હતું. ત્યારથી જ સીરિયલમાં ડૉ. હાથીનું પાત્ર જોવા મળતું નહોતું. પ્રોડ્યુસર અસિત મોદી આ રોલ માટે નવો ચહેરો લાવવા માંગતા હતાં. જોકે, કવિ કુમારના નિધનના 2 મહિના બાદ હવે ડૉ. હાથીના રોલમાં નિર્મલ સોની જોવા મળશે.


એક વર્ષ ભજવ્યું હતું ડૉ.હાથીનું પાત્રઃ
નિર્મલ સોનીએ સીરિયલની શરૂઆતમાં ડૉ. હાથીનું પાત્ર એક વર્ષ સુધી ભજવ્યું હતું. ત્યારબાદ કવિ કુમાર આઝાદે તેને રિપ્લેસ કર્યો હતો.


ગણેશ ચતુર્થી પર ગ્રાન્ડ એન્ટ્રીઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 'તારક મહેતા'માં નવા ડૉ. હાથીની ગ્રાન્ડ એન્ટ્રી બતાવવામાં આવશે. વરસતા વરસાદમાં ડૉ.હાથી કેડસમા પાણીમાં બાપ્પાની મૂર્તિ લઈને ચાલતા આવતા હોય તેમ બતાવવામાં આવશે. આ ટ્રેકનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું. નવા ડૉ. હાથીની એન્ટ્રી 13 સપ્ટેમ્બરના રોજ ઓન-એર થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નિર્મલ સોનીનો હાલમાં જ સંપર્ક સાધવામાં આવ્યો હતો. નિર્મલ સોનીએ જ્યારે આ શો છોડ્યો ત્યારે તેના સંબંધો વણસી ચૂક્યા છે અને તેથી જ સીરિયલ મેકર્સ તેને ફરીથી આ શોમાં લાવવા માટે ઉત્સુક નહોતાં. જોકે, આ વખતે બધુ જ વ્યસ્થિત રીતે પાર પડ્યું હોવાથી અંતે નિર્મલ સોનીને જ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.


ગોકુલધામ ગણેશ ચતુર્થીમાં વ્યસ્તઃ
સ્ટોરી-લાઈન પ્રમાણે, ટપુસેના હાલમાં ગણેશ ચુતર્થીની તૈયારીમાં વ્યસ્ત છે. તેઓ નક્કી કરે છે કે ડૉ. હાથીનો પરિવાર સૌ પહેલી આરતી કરશે. મિસ્ટર ભીડે(મંદાર ચંદાવરકર)ને રાતમાં સપનું આવે છે કે ગણેશ ભગવાને તેને ત્યાં આવવાની ના પાડે છે અને તે પોતાના સપનાને લઈને ચિંતામાં પડી જાય છે.


અસિત મોદીએ કહી આ વાતઃ
નિર્મલ સોનીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેની સાથે વાત થઈ શકી નહોતી. પ્રોડ્યુસર અસિત મોદીએ કહ્યું હતું કે હજી કોઈ જ કલાકાર નક્કી કરવામાં આવ્યો નથી. ત્રણ કલાકારો સાથે શૂટિંગ કરવામાં આવ્યું છે અને અંતે ત્રણમાંથી એક ડૉ. હાથીનું પાત્ર ભજવશે.


(વાંચો, ડૉ. હાથીના રોલ માટે 20 કલાકારોએ આપ્યું હતું ઓડિશન...)

દિશા વાકાણી તૈયાર નહોતી 'દયાભાભી' બનવા, 'ચંપકલાલ'ના પાત્ર માટે પહેલાં દિલીપ જોષીનું નામ થયું હતું ફાઈનલ, 'તારક મહેતા'ની ભાગ્યે જ સાંભળેલી 10 વાતો

X
nirmal soni become new dr hathi in Taarak Mehta Ka Ooltah Chashmah
nirmal soni become new dr hathi in Taarak Mehta Ka Ooltah Chashmah
nirmal soni become new dr hathi in Taarak Mehta Ka Ooltah Chashmah
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી