મુંબઈઃ એકતા કપૂરનો ટીવી શો ‘નાગિન-3’ દર્શકો વચ્ચે લોકપ્રિય છે. આ જ કારણે શોમાં કામ કરતા કલાકારો પણ એટલી જ લોકપ્રિયતા મેળવી રહ્યાં છે. ‘નાગિન-3’માં વિષનો રોલ કરી રહેલી ટીવી એક્ટ્રેસ અનીતા હસનંદાનીને પણ લોકો ઘણી પસંદ કરી રહ્યાં છે. નાના પરદે દેખાડવામાં આવતી લવ સ્ટોરીઝ કરતા શોમાં કામ કરતા સેલેબ્સની લવ સ્ટોરી ઘણી રસપ્રદ હોય છે. એક્ટ્રેસ અનીતા હસનંદાનીએ બિઝનેસમેન રોહિત રેડ્ડી સાથે 14 ઓકટોબર 2013ના રોજ ગોવામાં લગ્ન કર્યા હતા, આ લગ્ન અન્ય સેલિબ્રિટિઝની જેમ લેવિશ હતા. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે ‘નાગિન-3’ની એક્ટ્રેસને માત્ર એક મેસેજથી જ જીવનસાથી મળી ગયો હતો.
રસપ્રદ છે અનીતાની લવ સ્ટોરી, આ એક મેસેજથી મળ્યો જીવનસાથી
- અનિતાના પતિ રોહિતે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે- કઈ રીતે તેની અનીતા સાથે પ્રથમ મુલાકાત થઈ હતી.
- રોહિતે કહ્યું હતું કે,"એક દિવસ મે પબની બહાર અનીતાને જોઈ હતી. તે કારની રાહ જોઈ રહી હતી, ત્યારે જ મે તેનો અપ્રોચ કરવાનો વિચાર કર્યો. હું એક હીરોની જેમ ગયો અને અમુક વિચિત્ર લાઈન્સ બોલી તેને કાર માટે ઓફર પણ કરી. આ સમયે એવું લાગ્યું કે મારું એનકાઉન્ટર થઈ ગયું. જે પછી મે અનીતાને ફેસબુક પર પણ મેસેજ કર્યો."
- બીજી તરફ અનીતાએ કહ્યું કે,"રોહિતે મને કહ્યું હતું કે- તે માત્ર ટીવી પર સમાચાર જોતો હોય છે તેથી તેને ખબર નથી કે હું એક એક્ટ્રેસ છું. મને રોહિતની આ વાત પર વિશ્વાસ ના થયો. મને નથી લાગતું કે તેને એમ નહોતી ખબર કે હું એક એક્ટ્રેસ છું, તેને મારું નામ ખબર ના હોય એમ બને પણ મને ક્યાંક તો જોઈ હશે."
- અનીતાએ આગળ જણાવ્યું હતું કે,"ઘણા વર્ષો પહેલા મને ડ્રિન્ક કરવું ઘણું ગમતું હતું, એક રાતે મે વધુ ડ્રિન્ક કર્યું અને રોહિત સાથે લડાઈ કરી. સંપૂર્ણ ભૂલ મારી હતી. બીજા દિવસે સવારે ઉઠી મે રોહિત પાસે પોતાની ભૂલ અંગે માફી માગી. મે રોહિતને મેસેજ કરી કહ્યું કે-‘મને માફ કરી દો, જો તમે કહેશો તો હું ડ્રિન્ક કરવાનું છોડી દઈશ’જે પછી રોહિતે કહ્યું કે- ‘તારે ડ્રિન્ક છોડવાની જરૂર નથી પરંતુ એ ધ્યાન રાખ કે બધુ કંટ્રોલમાં રહે. તુ એક સેલિબ્રિટિ છે એટલે તારે વધુ સાવધાની રાખવાની જરૂર છે."
- અનીતાએ જણાવ્યું કે, "આ જ એ ક્ષણ હતી જ્યારે મને એહસાસ થયો કે રોહિત મારા માટે રિયલ મેન છે, જે માત્ર મને પ્રેમ કરે છે તે પણ ખામીઓ હોવાછતાં. તે મને પોતાની માટે બદલવા પણ નથી માગતો. લગભગ 6 વર્ષ બાદ અમારો સંબંધ પહેલા કરતા વધુ મજબૂત થયો અને હું પહેલા કરતા વધુ સફળ પણ છું."