Home » Bollywood » TV » Latest Masala » Munmun Dutta Said That, We Lost Person Who Always Welcome With Smile

ડૉ. હાથીના નિધનથી આઘાતમાં ‘તારક મેહતા'ના કલાકાર, એક દિવસ પહેલા જ સાથે કર્યું'તું શૂટિંગ, ભીડેએ કહ્યું- 'તે ‘આઝાદ’ થઈ ગયો'

Divyabhaskar.com | Updated - Jul 10, 2018, 12:10 PM

મુનમુને કહ્યું હતું કે, 'સેટ પર આજે કોઈપણ વ્યક્તિ એવી નથી, જેની આંખોમાંથી આંસુ ન વહી રહ્યાં હોય.'

 • Munmun Dutta Said That, We Lost Person Who Always Welcome With Smile

  મુંબઈઃ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'માં બબિતાજીનો રોલ કરી રહેલી મુનમુન દત્તાએ શોના સાથી કલાકાર ડૉ. હાથી એટલે કે કવિ કુમાર આઝાદના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ફેસબુક પર આઝાદ સાથેના કેન્ડિડ મોમેંટ્સની તસવીર શેર કરતા લખ્યું હતું કે, "અમે તમને કંઈક આવી રીતે યાદ કરીએ છીએ અને કરતા રહીશું." ઉલ્લેખનીય છે કે, સોમવાર સવારે મુંબઈમાં હાર્ટઅટેકને કારણે કવિ કુમાર આઝાદનું નિધન થયું હતું.

  દુઃખી મુનમુને લખ્યું કે "હંમેશા ચેહરા પર જોવા મળતી સ્માઈલ"


  - ડૉ. હાથીના અચાનક નિધનને કારણે દુઃખી મુનમુન દત્તાએ ફેસબુક પર લખ્યું હતું કે, "સ્વભાવે સારા, ઉત્સાહથી ભરપુર અને હંમેશા ખુશ રહેનાર વ્યક્તિ, જે સવાર-સવારમાં સ્માઈલ સાથે બધાનું વેલકમ કરતા. અમે દૂરથી તમારા ગીતને સાંભળતા અને સમજી જતા કે તમે આવી રહ્યાં છો. એક એવા વ્યક્તિ હતા જેના વાતચીતની પદ્ધતિ ઘણી ક્યૂટ હતી અને જે સાચ્ચે જ શુભચિંતક હતા. દરેક સમયે ચેહરા પર સ્માઈલ જોવા મળતી ભલેને સ્થિતિ ગમે તેવી હોય."
  - "આજે અમે કેવું અનુભવી રહ્યાં છીએ તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. સેટ પર આજે કોઈપણ વ્યક્તિ એવી નથી, જેની આંખોમાંથી આંસુ ન વહી રહ્યાં હોય. અમને નહોતી ખબર કે અમને આટલો મોટો ઝાટકો લાગશે. અમે કાલે જ સાથે સીન શૂટ કર્યો હતો. અમે તે અંતિમ ક્ષણોને યાદ કરી રહ્યાં છીએ. ભગવાન તમારી આત્માને શાંતિ આપે હાથી ભાઈ."
  - "તમે નેકદિલ માણસોમાંથી એક હતા, જેને મે આ જીવનમાં ઓળખ્યા છે. હું ભાગ્યશાળી હતી કે તમારી સાથે મુલાકાત થઈ. મારી સાથે સ્પેશ્યિલ સિંધી પરાઠા શેર કરવા બદલ આભાર. હું આઘાતમાં છું."

  "આજે તે સાચે જ ‘આઝાદ’ થઈ ગયો"


  - શોમાં ભીડેનો રોલ કરતા એક્ટર મંદાર ચાંદવડકરે આઝાદના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, "હું કહીશ કે તેઓ પોતાનું તમામ કામ પૂર્ણ કર્યા બાદ દુનિયા છોડી ગયા. તેઓ કોઈપણ કામ પૂર્ણ કર્યા વગર છોડતા નથી. તેમનું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી. તેઓ સાચા અર્થમાં ‘આઝાદ’ થઈ ગયા."
  - ભીડેએ જણાવ્યું હતું કે "સોમવાર સવારે જ અમે બધા ફિલ્મસિટીમાં એક સિક્વેંસ શૂટ કરવાના હતા. તે સમયે આઝાદના બીમાર હોવાની જાણ થઈ તો અમે તેમની વગર જ શૂટ માટે આગળ વધ્યા."
  - ભીડેએ જણાવ્યું હતું કે, "મારા અને તેમના ઘણા સારા સંબંધ હતા. અમે સાથે બેસતા અને ખાવાનું ખાતા હતા. ઘણીવાર શૂટ પર જતા તો તેઓ પૂછતા કે, આજે ટિફિનમાં શું લાવ્યો છે? પોતાના રોલની જેમ જ તેઓ રિયલ લાઈફમાં પણ ખાવાના શૌખીન હતા."

  ગોગીએ પણ દુઃખ વ્યક્ત કર્યું


  - શોમાં ગોગીનો રોલ કરતા એક્ટર સમય શાહે કવિ આઝાદના નિધન પર કહ્યું કે, "આઝાદે હંમેશા મને આકરી મહેનત માટે પ્રેરિત કર્યો છે. આઝાદના નિધનના સમાચાર અમને બધાને આઘાત આપનાર હતા. આ અચાનક બન્યું. તેઓ ઘણીવાર સેટ પર પણ અસ્વસ્થ લાગતા હતા. ઘણીવાર તાવ અને કમજોરો અનુભવતા. પરંતુ તેમણે ક્યારેય શોના શૂટિંગ પર તેની અસર થવા ન દીધી."

  ડૉ. હાથીએ FBમાં લખ્યું હતું, ''ઈન્સાનિયત મેરા ધરમ હૈં, કર્મ મેરી પૂજા'', હતાં એકદમ મોજીલા માણસ

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending