Divya Bhaskar

Home » Bollywood » TV » Latest Masala » comedian kapil sharma return with his old show the kapil sharma show

આ છે કપિલ શર્માના શો 'ચંદુ ચાવાળા'ની પત્ની, ભાગ્યે જ જોવા મળે છે જાહેરમાં

Divyabhaskar.com | Updated - Aug 27, 2018, 02:33 PM

કપિલ શર્માએ તાજેતરમાં જ કહ્યું હતું કે તે 'ધ કપિલ શર્મા શો' લઈને પરત ફરી રહ્યો છે

  • comedian kapil sharma return with his old show the kapil sharma show

    મુંબઈઃ કપિલ શર્માએ તાજેતરમાં જ કહ્યું હતું કે તે 'ધ કપિલ શર્મા શો' લઈને પરત ફરી રહ્યો છે. આ શોમાં ચંદુચાવાળો એટલે કે ચંદન પ્રભાકર પણ આ શોમાં હશે, તેમ માનવામાં આવી રહ્યો છે. આ શોથી જ ચંદન ચાહકોમાં લોકપ્રિય બન્યો હતો.


    2015માં કર્યાં લગ્નઃ
    કપિલ શર્માના શોમાં ચંદન પ્રભાકરની ઘણી જ મજાક ઉડાવવામાં આવતી હતી પરંતુ ચંદને જ્યારે 2015માં લગ્ન કર્યાં ત્યારે તેની સુંદર પત્ની જોઈને અનેકને ઈર્ષ્યા થઈ હતી. 2015માં ચંદને નંદિની ખન્ના સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્ન એરેન્જ મેરેજ હતાં પરંતુ બંને પરિવારો વચ્ચે ઘણાં સમયથી મિત્રતા હતી.


    હાલમાં શું કરે છે ચંદનઃ
    કપિલ શર્માનો શો હાલમાં બંધ થઈ ગયો છે. ચંદન પ્રભાકર પંજાબી ફિલ્મ્સમાં સક્રિય રીતે કામ કરી રહ્યો છે.


    ગયા વર્ષે બન્યો હતો પિતાઃ
    ચંદનની પત્ની નંદિનીએ માર્ચ, 2017માં દીકરી અદ્વિકાને જન્મ આપ્યો હતો. ચંદન અવાર-નવાર દીકરીની તસવીરો શૅર કરતો હોય છે.


    કપિલનો છે ખાસ ફ્રેન્ડઃ
    ચંદન તથા કપિલ એકબીજાને સ્કૂલના દિવસોથી ઓળખે છે. અમૃતસરમાં બંને એક જ સ્કૂલમાં ભણતા હતાં. સાથે જ કરિયરની શરૂઆત કરી હતી. ઘણાં કોમેડી શોમાં બંનેએ સાથે કામ કર્યું હતું. જોકે, માર્ચ, 2017માં કપિલ શર્માએ સુનિલ ગ્રોવર તથા ચંદન સાથે ઝઘડો કર્યો હતો. આ કિસ્સા બાદ સુનિલ ગ્રોવરે કપિલ સાથે કામ ના કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે ચંદને પણ થોડો સમય આ શોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. જોકે, થોડો સમય બાદ ચંદન ફરી પાછો કપિલ સાથે શોમાં જોવા મળ્યો હતો.

    ટીવીની 'અનિતાભાભી'ની કારમાં બિઝનેસ ક્લાસ ફ્લાઈટ જેવી સુવિધા, ટીવી-ફ્રિજ ને સીટમાં વેન્ટિલેશન-ડ્રાઈનિંગ ટ્રે પણ

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending