કવિ કુમારના નિધનના મહિના બાદ પણ નથી મળ્યા નવા ડૉ. હાથી, 20થી વધુ કલાકારો આપી ચૂક્યા છે ઓડિશન

ટીવી એક્ટર કવિ કુમાર આઝાદ ટીવી સીરિયલ 'તારકા મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ડૉ.હાથીનું પાત્ર ભજવીને લોકપ્રિય થયો હતો

Kiran Jain | Updated - Aug 24, 2018, 05:31 PM
last one month dr hathi co stars ambika and kush did not seen in taarak mehta

મુંબઈઃ ટીવી એક્ટર કવિ કુમાર આઝાદ ટીવી સીરિયલ 'તારકા મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ડૉ.હાથીનું પાત્ર ભજવીને લોકપ્રિય થયો હતો. જોકે, નવ જુલાઈના રોજ કવિ કુમારનું આકસ્મિક નિધન થતાં ચાહકો અને સીરિયલના કલાકારોને ઘેરો આઘાત લાગ્યો છે. આજે પણ દર્શકોના મનમાં ડૉ. હાથીના પાત્ર તરીકે કવિ કુમાર આઝાદ જ છે. હાલમાં સીરિયલ મેકર્સ નવા કલાકારની શોધ ચલાવી રહ્યાં છે.


20 કલાકારોએ આપ્યું ઓડિશનઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં 20થી વધુ કલાકારોએ ડૉ.હાથીના પાત્ર માટે ઓડિશન આપ્યું હતું. જોકે, તેમાંથી કોઈ પણ કવિ કુમાર આઝાદની તોલે આવી શકે એમ નહોતાં. પ્રોડ્યુસર અસિત મોદી અંગત રીતે ડૉ.હાથીના પાત્રનું ધ્યાન રાખી રહ્યાં છે. તે કોઈ પણ બાબતમાં સમાધાન કરવા માંગતા નથી. સીરિયલમાં ડૉ.હાથીનું પાત્ર ઘણું જ મહત્વનું છે અન તેથી જ તે યોગ્ય રિપ્લેસમેન્ટ ઈચ્છે છે. હજી કલાકારની શોધ ચાલુ જ છે.


ડૉ.હાથીનો હતો પરિવારઃ
સીરિયલમાં ડૉ.હાથીની પત્ની કોમલ(અંબિકા રજનકર) તથા દીકરો ગોલી(કુશ શાહ) બતાવવામાં આવ્યા છે. જ્યારથી કવિ કુમાર આઝાદનું નિધન થયું છે ત્યારથી જ સીરિયલમાં અંબિકા તથા કુશ ગાયબ છે. નવાઈની વાત એ છે કે છેલ્લાં એક મહિનાથી આ બંને કલાકારો પ્રોડક્શન હાઉસ તરફથી તેમને બોલાવવામાં આવે તેની રાહ જોઈ રહ્યાં છે.


નથી લીધો બ્રેકઃ
divyabhaskar.comએ જ્યારે અંબિકાને પૂછ્યું કે તે શા માટે એક મહિનાથી નથી દેખાઈ તો તે કહ્યું હતું, ''પહેલાં એ કે મેં કોઈ જાતનો બ્રેક લીધો થી. તમારે આ સવાલ પ્રોડ્યુસરને પૂછવો જોઈએ. હું કામ કરવા તૈયાર છું પરંતુ મને ખ્યાલ નથી કે મને ક્યારે શૂટિંગ માટે બોલાવવામાં આવશે. આખા મહિનામાં મેં માત્ર એક જ દિવસ શૂટિંગ કર્યું છે. મને ખ્યાલ નથી કે શું બની રહ્યું છે. હું માત્ર પ્રોડક્શન હાઉસ મને ક્યારે ફોન કરીને બોલાવે તેની રાહ જોવું છું.'' અંબિકાને એમ પૂછવામાં આવ્યું કે તે પ્રોડ્યુસર અસિત મોદી સાથે વાત કરી? તો તેણે જવાબ આપ્યો હતો કે, ''ના હજી સુધી નથી કરી. હું પ્રોડક્શન હાઉસના ફોનની રાહ જોવું છું. મને ખ્યાલ નથી કે ડૉ.હાથીના પાત્ર માટે કોઈ પસંદ કરવામાં આવ્યા કે નહીં. મને આ અંગે કોઈ અંદાજ નથી.''

અસિત મોદીએ કહી આ વાતઃ
divyabhaskar.com સાથેની વાતચીતમાં અસિત મોદીએ કહ્યું હતું, ''અચાનક કવિ કુમાર આઝાદના અવસાનથી અમે દરેક લોકો આઘાતમાં છીએ. હા તેમના સ્થાન નક્કીથી કોઈ આવશે. પાત્ર ક્યારેય મરતું નથી. હાલમાં ડૉ.હાથીના પાત્રની પસંદગી ચાલી રહી છે. અમે અનેક એક્ટર્સના ઓડિશન લીધા પરંતુ હજી સુધી કંઈ જ ફાઈનલ કર્યું નથી. હું કોઈ પણ નિર્ણય લાગણીમાં આવીને લેવા માંગતો નથી. જ્યારે પણ આ પાત્રને લઈ કલાકાર ફાઈનલ કરવામાં આવશે, ત્યારે તેની જાહેરાત કરી દેવામાં આવશે.'' અંબિકા તથા કુશની ગેરહાજરીને લઈને સવાલ કરતાં અસિત મોદીએ જવાબ આપ્યો હતો, ''અમે અત્યારે ટ્રેક પર કામ કરીએ છીએ. આ ટ્રેકમાં તેમની કોઈ જરૂર નથી અને તેથી જ તેમને શૂટિંગ માટે બોલાવવામાં આવતા નથી. ડૉ.હાથીના પાત્ર સાથે કોઈ લેવા-દેવા નથી.''

'ચાલુ પાંડે'ને કારણે 'ડૉ. હાથી'ને મળ્યો હતો 'તારક મહેતા..'માં રોલ, 2010માં 25 દિવસ રહ્યા હતા વેન્ટિલેટર પર

X
last one month dr hathi co stars ambika and kush did not seen in taarak mehta
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App