Home » Bollywood » TV » Latest Masala » live update taarak mehta fame dr hathi died on 9th july

મુંબઈમાં 'ડૉ. હાથી'નો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન, ચાહકો-કલાકારોએ આપી રડતી આંખે વિદાય

Divyabhaskar.com | Updated - Jul 10, 2018, 05:14 PM

'તારક મહેતા' ફૅમ ડૉ. હાથી એટલે કે કવિ કુમાર આઝાદનું નવ જુલાઈના રોજ સવારે કાર્ડિયેક એરેસ્ટને કારણે નિધન થયું હતું.

  • live update taarak mehta fame dr hathi died on 9th july
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ 'તારક મહેતા' ફૅમ ડૉ. હાથી એટલે કે કવિ કુમાર આઝાદનું નવ જુલાઈના રોજ સવારે કાર્ડિયેક એરેસ્ટને કારણે નિધન થયું હતું. મુંબઈમાં ભારે વરસાદ હોવાને કારણે અંતિમ સંસ્કારમાં મોડું થયું હતું. ભારતરત્ન ઈન્દિરા ગાંધી હોસ્પિટલમાંથી સવારે 11 વાગ્યાની આસપાસ ડૉ. હાથીનો પાર્થિવ દેહ તેમના મીરા રોડ પર આવેલા ફ્લેટ પર લાવવામાં આવ્યો હતો. અહીંયા પરિવાર તથા 'તારક મહેતા..'ની ટીમે અંતિમ દર્શન કર્યા હતાં અને ત્યારબાદ મીરા રોડ સ્મશાન ભૂમિમાં દોઢ વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. કાકા તથા ભાઈ રવિએ ડૉ. હાથીના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી હતી.


    'તારક મહેતા'ની આ સ્ટાર-કાસ્ટ આવીઃ
    'તારક મહેતા'ની સ્ટાર કાસ્ટે ડૉ.હાથીના ભીની આંખે અંતિમ દર્શન કર્યાં હતાં. જેનિફર મિસ્ત્રી(મિસિસ સોઢી), નિધી ભાનુશાલી(સોનુ), ભવ્ય ગાંધી(જૂનો ટપુડો), મિસિસ હાથી,કોમલભાભી(અંબિકા રજનકર), અંજલીભાભી(નેહા મહેતા), ગોલી(કુશ શાહ), પત્રકાર પોપટલાલ(શ્યામ પાઠક), નટુકાકા(ઘનશ્યામ નાયક), બાઘા(તન્મય વેકરિયા), ચંપકચાચા(અમિત ભટ્ટ), પ્રોડ્યુસર અસિત મોદીએ ડૉ.હાથીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરીને ભાવભીની શ્રદ્ધાંજલી પાઠવી હતી.


    શૂટિંગ માટે ડ્રાઇવર લેવા પહોંચ્યો તો તબિયત ખરાબ હોવાથી થોડો આરામ કરવાની કહી હતી વાત
    સીરિયલનો ડ્રાઇવર સવારે 10 વાગ્યે તેમને શૂટિંગમાં લઈ જવા ઘરે પહોંચ્યો હતો. પરંતુ તેમણે તબિયત સારી ન હોવાના કારણે થોડીવાર આરામ કરવા દેવાની વાત કહી હતી. એ વખતે અચાનક તબિયત બગડતા તેમના ભાઈ હોસ્પિટલ લઈ ગયા હતા. તેમને મુંબઈના મીરા રોડ પર આવેલી વોકહાર્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. જ્યા ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યાં હતાં. ડૉ. હાથીના પાર્થિવ દેહને મીરા રોડ પર આવેલી બીએમસીની ભારતરત્ન ઈન્દિરા ગાંધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.


    સાત જુલાઈએ કર્યું હતું શૂટિંગઃ
    ડૉ. હાથીએ સાત જુલાઈના રોજ 'તારક મહેતા..'નું શૂટિંગ કર્યું હતું.


    બિહારના હતાં કવિ કુમારઃ
    બિહારના સાસારામમાં ગૌરક્ષણીમાં કવિ કુમાર આઝાદ રહેતા હતાં. નાનપણથી જ એક્ટિંગનો શોખ હતો. જોકે, મોટા થતા તેમનું શરીર બેડોળ બની ગયું હતું. ત્યારબાદ પણ એક્ટિંગનો શોખ એમનો એમ જ રહ્યો હતો. પરિવારની વિરૂદ્ધ જઈને આઝાદ ભાગીને મુંબઈ આવી ગયો હતો. ત્યારે તેની પાસે ફૂટી કોડી પણ નહોતી અને મુંબઈની ફૂટપાથ પર સૂઈને દિવસો પસાર કર્યા હતાં. તેમણે આમિર ખાન સાથે 'મેલા' તથા પરેશ રાવલ સાથે 'ફંટૂશ'માં કામ કર્યું હતું. જોકે, તેમને ખરી ઓળખ 2009માં 'તારક મહેતા..' સીરિયલમાં ડૉ.હાથીના પાત્રથી મળી હતી.

    ડૉ. હાથીએ FBમાં લખ્યું હતું, ''ઈન્સાનિયત મેરા ધરમ હૈં, કર્મ મેરી પૂજા'', હતાં એકદમ મોજીલા માણસ

  • live update taarak mehta fame dr hathi died on 9th july
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    અંતિમ યાત્રામાં અસિત મોદી
  • live update taarak mehta fame dr hathi died on 9th july
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    દીકરાના પાર્થિવદેહ આગળ માતા-પિતા એકદમ ભાંગી પડ્યા હતા.(ગ્રીન ડ્રેસમાં માતા, બાજુમાં નાની)
  • live update taarak mehta fame dr hathi died on 9th july
    કવિ કુમારનો પાર્થિવ દેહ
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending