અહીં જન્મી હતી 'આનંદી', ઘરની આવી પરિસ્થિતિ જોઈને આંખો થશે ભીની!

'બાલિકાવધૂ'માં આનંદીનો રોલ કરીને ઘેર-ઘેર જાણીતી બનનાર પ્રત્યુષા બેનર્જીનાં નિધનને બે વર્ષ થઈ ગયા છે

Kiran Jain | Updated - Apr 01, 2018, 12:10 PM
tv actress pratyusha banerjee committed suicide on 1st april

મુંબઈઃ 'બાલિકાવધૂ'માં આનંદીનો રોલ કરીને ઘેર-ઘેર જાણીતી બનનાર પ્રત્યુષા બેનર્જીનાં નિધનને બે વર્ષ થઈ ગયા છે. 2016ની પહેલી એપ્રિલે બપોરના પોતાના ઘરે ગળેફાંસો ખાઈને પ્રત્યુષાએ આત્મહત્યા કરી લીધી હતી. પ્રત્યુષાએ આત્મહત્યા કરતાં માત્ર પરિવારજનો જ નહીં તેના ચાહકો તથા ટીવી ઈન્ડસ્ટ્રીને પણ જોરદાર આંચકો લાગ્યો છે. પ્રત્યુષાનાં મોતને બે વર્ષ થયા ગયા છે પરંતુ બધા જ પોત-પોતાના જીવનમાં આગળ વધી ગયા છે પરંતુ પ્રત્યુષાની દાદી આજે પણ તેની રાહ જોઈ રહી છે અને તેમને એમ છે કે ક્યારેક તો પ્રત્યુષા પાછી આવશે. તાજેતરમાં જ divyabhaskar.comએ પ્રત્યુષાનાં દાદી ઝરણા બેનર્જી સાથે વાત કરી હતી. ઝરણા બેનર્જી હાલમાં જમશેદપુરમાં આવેલા પ્રત્યુષાના ઘરની દેખરેખ રાખે છે. પ્રત્યુષાનું ઘર સાવ સામાન્ય સ્થિતિનું છે.


માતા-પિતા છે મુંબઈમાં:
પ્રત્યુષાનાં માતા-પિતા શંકર બેનર્જી-શોમા બેનર્જી છેલ્લાં એક વર્ષથી મુંબઈમાં છે. તેમની ગેરહાજરીમાં ઝરણાં બેનર્જી ઘરનું ધ્યાન રાખે છે. divyabhaskar.com સાથેની વાતચીતમાં ઝરણા બેનર્જીએ કહ્યું હતુ કે હાલમાં શંકર તથા શોમા પ્રત્યુષાને ન્યાય મળે તે માટે મુંબઈમાં કાનૂની લડાઈ લડી રહ્યાં છે. તેમને હજી વિશ્વાસ નથી આવતો કે તેમની દીકરી આ દુનિયામાં નથી. પ્રત્યુષા તો પાછી આવવાની હતી, તો તે આત્મહત્યા કેમ કરે.


(વાંચો, પ્રત્યુષાએ આત્મહત્યા કરી તેના બે દિવસ પહેલાં જ દાદી સાથે કરી હતી વાત...)

પ્રત્યુષા તથા તેના દાદીની તસવીર
પ્રત્યુષા તથા તેના દાદીની તસવીર

 બે દિવસ પહેલાં જ કહી હતી આ વાતઃ
પ્રત્યુષાએ આત્મહત્યા કરી તેના બે દિવસ પહેલાં જ ઘરે જમશેદપુર ફોન કરીને વાત કરી હતી. દાદી ઝરણાંએ પ્રત્યુષાને સ્પષ્ટ રીતે મુંબઈને કાયમ માટે છોડીને અહીં આવી જવાનું કહ્યું હતું. તેમણે પ્રત્યુષાને વધુ અભ્યાસ અર્થે વિદેશ મોકલવાનું વચન આપ્યું હતુ. અભ્યાસના ખર્ચ માટે તે પોતાનું ઘર વેચવા તૈયાર હતાં. જોકે, પ્રત્યુષાએ તેમની એક વાત ના સાંભળી અને હવે તેના વગર આ ઘર ખાલી થઈ ગયું છે. ઘરના દરેક ખૂણામાં પ્રત્યુષાની યાદો છે. તેના વગર જીવવું મુશ્કેલ છે.

આ પ્રત્યુષાનો રૂમ છે, જ્યાં દરેક વસ્તુ એમ ને એમ રાખવામાં આવી છે
આ પ્રત્યુષાનો રૂમ છે, જ્યાં દરેક વસ્તુ એમ ને એમ રાખવામાં આવી છે

દાદી પ્રત્યુષાને કહેતાં ટટ્ટુઃ
પ્રત્યુષાની દાદી પોતાની લાડલીને ટિટન કે પછી ટિટ્ટુ કહીને બોલાવતા હતાં. તેઓ ક્યારેય નહોતા ઈચ્છતા કે પ્રત્યુષા જમશેદપુર છોડીને બહાર જાય. જોકે, તેમણે પ્રત્યુષાના એક્ટ્રેસ બનવાના સ્વપ્નને ટેકો આપ્યો હતો. પ્રત્યુષા પોતાનો 25મો જન્મદિવસ જમશેદપુરમાં સેલિબ્રેટ કરવાની હતી. તેણે ત્યારે ગ્લેમર વર્લ્ડમાં જઈને કરિયર બનાવવાની વાત કરી ત્યારે દાદીએ સતત તેને સાથ આપ્યો હતો. મૃત્યુના બે દિવસ પહેલાં જ તેણે દાદીને કહ્યું હતું કે તે પોતાનો 25મો જન્મદિવસ જમશેદપુરમાં સેલિબ્રેટ કરશે. આ વાત સાંભળીને તેઓ ખુશ થઈ ગયાં હતાં. તેમના મતે, પ્રત્યુષા ઘણી જ ડાહી તથા સ્ટ્રોંગ હતી.

પ્રત્યુષાના રૂમને તાળુ મારીને રાખવામાં આવે છે(તાળું મારતા પ્રત્યુષાના કાકા)
પ્રત્યુષાના રૂમને તાળુ મારીને રાખવામાં આવે છે(તાળું મારતા પ્રત્યુષાના કાકા)

ગ્લેમરવર્લ્ડે બદલી પ્રત્યુષાનેઃ
પ્રત્યુષાની દાદીએ કહ્યું હતું કે મુંબઈ જઈને ગ્લેમર વર્લ્ડની દુનિયાએ પ્રત્યુષાને બદલી નાખી હતી. તે પુષ્કળ દારૂ પીવા લાગી હતી. તેના સાચા ફ્રેન્ડ્સ કોઈ નહોતાં. તે એકલી પડી ગઈ હતી. અધૂરી કહાની બનીને જતી રહી પ્રત્યુષા....

પ્રત્યુષાની દાદી
પ્રત્યુષાની દાદી

ખોટાં છોકરા સાથે બાંધ્યા સંબંધોઃ
ઝરણા બેનર્જીના મતે, પ્રત્યુષાએ ખોટો છોકરા(રાહુલ રાજ સિંહ) સાથે સંબંધો રાખ્યાં હતાં. તેણે લાઈફ પાર્ટનર પસંદ કરતી વખતે સાવધાની રાખવાની જરૂર હતી. રાહુલ રાજે તેમની દીકરીને મારી નાખી છે. જો પ્રત્યુષા કામ નહોતી કરતી તો તેણે LIC પોલીસી કેવરી રીતે. તેણે રાહુલ રાજ સિંહ સાથે લગ્ન નહોતા કર્યાં તો તેણે રાહુલને કેવી રીતે નોમિની રાખ્યો. વાસ્તવમાં તેનવે ન્યાય પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. તેમનો દિકરો તથા પુત્રવધૂ(પ્રત્યુષાના માતા-પિતા) મુંબઈમાં ન્યાય માટે લડી રહ્યાં છે પરંતુ રાહુલ પાસે ઘણાં પૈસા છે અને તે બચી જશે. તે માત્ર ભગવાનને એટલી જ પ્રાર્થના કરે છે કે કોઈ યુવતીને જીવનમાં આવો વ્યક્તિ ના મળે.

પ્રત્યુષાની દાદી આજે પણ પૌત્રીની રાહ જુએ છે
પ્રત્યુષાની દાદી આજે પણ પૌત્રીની રાહ જુએ છે

પ્રત્યુષાનો રૂમ છે બંધઃ
દાદીએ કહ્યું હતું કે પ્રત્યુષાના રૂમમાં તેની તસવીરો રાખવામાં આવી છે. પલંગ પણ એમને એમ છે. તે રૂમને બંધ કરી દેવામાં આવ્યો છે. રાહુલે તેમની દીકરીને તડપાવી તડપાવીને મારી નાખી છે. તે તને બહુ મારતો હતો. ફોન પર પ્રત્યુષાએ કહ્યું હતું કે તેણે ત્રણ-ચાર દિવસથી ખાધું નથી. તેને પાછા આવવાનું કહ્યું હતું પરંતુ તેણે આ વાત માની જ નહીં. તે બધાને છોડીને જતી રહી.

પ્રત્યુષાનું ઘર
પ્રત્યુષાનું ઘર
X
tv actress pratyusha banerjee committed suicide on 1st april
પ્રત્યુષા તથા તેના દાદીની તસવીરપ્રત્યુષા તથા તેના દાદીની તસવીર
આ પ્રત્યુષાનો રૂમ છે, જ્યાં દરેક વસ્તુ એમ ને એમ રાખવામાં આવી છેઆ પ્રત્યુષાનો રૂમ છે, જ્યાં દરેક વસ્તુ એમ ને એમ રાખવામાં આવી છે
પ્રત્યુષાના રૂમને તાળુ મારીને રાખવામાં આવે છે(તાળું મારતા પ્રત્યુષાના કાકા)પ્રત્યુષાના રૂમને તાળુ મારીને રાખવામાં આવે છે(તાળું મારતા પ્રત્યુષાના કાકા)
પ્રત્યુષાની દાદીપ્રત્યુષાની દાદી
પ્રત્યુષાની દાદી આજે પણ પૌત્રીની રાહ જુએ છેપ્રત્યુષાની દાદી આજે પણ પૌત્રીની રાહ જુએ છે
પ્રત્યુષાનું ઘરપ્રત્યુષાનું ઘર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App