• Home
  • Bollywood
  • TV
  • Ishqbaaz Actor Kunal Jaisingh Married To His Long Time Girlfriend Bharti Kumar

TV / વધુ એક TV સેલેબે કર્યાં લગ્ન, ‘ઈશ્કબાઝ’ના એક્ટરે લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ સાથે ફર્યાં સાત ફેરા, જુઓ તસવીરો

ન્યૂલી વેડ કપલ વચ્ચે જોવા મળી શાનદાર કેમિસ્ટ્રી, આમ થઈ હતી પ્રથમ મુલાકાત

divyabhaskar.com | Updated - Dec 21, 2018, 01:05 PM
Ishqbaaz Actor Kunal Jaisingh Married To His Long Time Girlfriend Bharti Kumar

મુંબઈઃ કુણાલ જયસિંહ જે ટીવી સીરિયલ ‘ઈશ્કબાઝ’માં ઓમકારા સિંહ ઓબેરૉયનો રોલ કરે છે તેણે પોતાની લોન્ગ ગર્લફ્રેન્ડ ભારતી કુમાર સાથે લગ્ન કરી લીધા છે. બંને લાંબા સમયથી સાથે હતા અને તેમણે 20 ડિસેમ્બરના મુંબઈના જુહૂ સ્થિત ઈસ્કોન મંદિરમાં લગ્ન કરી લીધા છે. આ લગ્નની તસવીરો સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018 અને ખાસ તો આ વર્ષના અંતમાં ઘણા બોલિવૂડ અને ટીવી સેલેબ્સે પોતાના જીવનસાથીની પસંદગી કરી છે. આ સેલેબ્સમાં કપિલ શર્મા, દીપિકા-રણવિર, પ્રિયંકા ચોપરા, પારુલ ચૌહાણ, શ્વેતા બાસુ પ્રસાદ સહિતના સ્ટાર્સ સામેલ છે.

બંને વચ્ચે જોવા મળી શાનદાર કેમિસ્ટ્રી


- સામે આવેલી તસવીરમાં કુણાલ જયસિંહ અને ભારત કુમારની કેમિસ્ટ્રી ઘણી જામી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. દુલ્હન બનેલી ભારતી કુમાર લાલ રંગના જોડામાં છે જ્યારે દુલ્હા કુણાલ જયસિંહે સફેદ રંગની શેરવાની પહેરી છે.
- બંનેએ મુંબઈના જુહૂ સ્થિત ઈસ્કોન મંદિરે ફેરા ફર્યા હતા. એક્ટરના લગ્નની તસવીરો સોશ્યિલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. લગ્નના એક દિવસ પહેલા બંનેની સંગીત સેરેમની થઈ હતી જેની તસવીરો પણ ઘણી વાઈરલ થઈ હતી. સંગીતમાં કુણાલ અને ભારતીએ એકબીજા સાથે જબરદસ્ત ડાન્સ કર્યો હતો.
- બંનેના સંગીતમાં ખાસ મિત્રો અને પરિવારજનો જ સામેલ થયા હતા. આ સાથે જ ‘ઈશ્કબાઝ’માં તેના મોટા ભાઈનો રોલ કરી રહેલો એક્ટર નકુલ મેહતા પણ સામેલ થયો હતો.
- ઉલ્લેખનીય છે કે, કુણાલ જયસિંહ અને ભારતી કુમારની પ્રથમ મુલાકાત V ચેનલના ‘ધ બડી પ્રોજેક્ટ’ના સેટ પર થઈ હતી. પહેલા બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી એક-બીજા સાથે વધુ સમય પસાર કર્યા બાદ આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. જે પછી તેમની લવ સ્ટોરીનો પ્રારંભ થયો અને હવે તેમણે તેને નેકસ્ટ લેવલે લઈ જતા લગ્ન કર્યા.

પ્રિયંકા ચોપરા-નિક જોનાસે રાખ્યું બોલિવૂડ હસ્તીઓ માટે રિસેપ્શન, પહોંચ્યા સલમાન સહિતના સેલેબ્સ

X
Ishqbaaz Actor Kunal Jaisingh Married To His Long Time Girlfriend Bharti Kumar
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App