Bollywood / રાજુ શ્રીવાસ્તવથી સુનીલ પાલ સુધી, લાઈમલાઈટથી દૂર રહે છે આ 10 કોમેડિયન્સની Wives, મોટાભાગની પત્નીઓ છે હાઉસવાઈફઃ Pics

એકની પત્ની ઈન્ટિરિયર ડિઝાઈનર તો એક છે રાઈટર

divyabhaskar.com | Updated - Dec 25, 2018, 02:45 PM
રાજુ શ્રીવાસ્તવ અને શિખા (ડાબે),  સુનીલ પાલ અને સરિતા (વચ્ચે) તથા કીકૂ શારદા અને પ્રિયંકા.
રાજુ શ્રીવાસ્તવ અને શિખા (ડાબે), સુનીલ પાલ અને સરિતા (વચ્ચે) તથા કીકૂ શારદા અને પ્રિયંકા.

મુંબઈઃ નાના પરદે ‘ગજોધર’ના કેરેક્ટરના કારણે લોકપ્રિય થયેલા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ 55 વર્ષના થઈ ગયા છે. 25 ડિસેમ્બર 1963ના રોજ તેમનો જન્મ ઉત્તર પ્રદેશના કાનપુરમાં થયો હતો. રાજુનું વાસ્તવિક નામ સત્ય પ્રકાશ શ્રીવાસ્તવ છે. રાજુ શ્રીવાસ્તવના પિતા રમેશ ચંદ્ર શ્રીવાસ્તવ કાનપુરના જાણીતા કવિ છે. તેમને ‘બલાલ કાકા’ના નામથી ઓળખવામાં આવતા હતા. રાજુ પરણિત છે અને તેમની પત્નીનું નામ શિખા શ્રીવાસ્તવ છે જે લાઈમલાઈટથી દૂર રહે છે. ટીવી ઈન્ડસ્ટ્રીથી લઈ બોલિવૂડ સુધી ઘણા એવા સ્ટાર છે જેમણે ખાસ કોમેડી રોલથી પોતાની ઓળખ બનાવી છે. આજે તેમને જાણીતા કોમેડિયન્સ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં રાજુ શ્રીવાસ્તવ, સુનીલ ગ્રોવર, રાજપાલ યાદવ જેવા મોટા ચેહરા છે તેમની પત્નીઓને કોઈ ઓળખતું નથી. તેનું કારણ છે પતિઓના સ્ટાર કોમેડિયન બન્યા બાદ પણ તેમની પત્નીઓ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. આજે આ પેકેજમાં અમે તમને જાણીતા કોમેડિયન્સની પત્નીઓ વિશે જણાવી રહ્યાં છીએ.

રાજુ શ્રીવાસ્તવ અને શિખા


- રાજુ શ્રીવાસ્તવ પણ પરણિત છે અને તેની પત્નીનું નામ શિખા છે. તેના બે બાળકો અંતરા અને દીકરી આયુષ્માન છે. રાજુની પત્ની શિખા લાઈમલાઈટથી દૂર જ રહેવાનું પસંદ કરે છે. રાજુ ઉનાળા વેકેશનમાં પોતાની નાનીના ઘરે જતો હતો, જ્યાં ગજોધર ભૈયા તેમના વાળ કાપતા હતા. તેઓ વાળ કાપતા સમયે વિવિધ પ્રકારના કિસ્સા સંભળાવતા હતા. આ કેરેક્ટર રાજુ માટે યાદગાર બન્યું અને તેણે આ કેરેક્ટરને પોતાની કોમેડીમાં વાપર્યો જે લોકોને પણ ઘણો ગમ્યો. રાજુએ ફિલ્મની સાથે-સાથે ટીવી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે. રાજૂએ ‘તેજાબ’ (1988), ‘મેને પ્યાર કિયા’ (1989), ‘બાજીગર’ (1993), ‘મે પ્રેમ કી દીવાની હૂં’ (2003), ‘બોમ્બે ટૂ ગોવા’ (2007) સહિતની ફિલ્મ્સમાં કામ કર્યું છે. બીજી તરફ રાજુએ ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફટર ચેલેન્જ’, ‘શક્તિમાન’, ‘રાજુ હાજીર હો’, ‘કોમેડી કા મહા મુકાબલા’, ‘કોમેડી સર્કસ’, ‘દેખ ભાઈ દેખ’ સહિત ઘણા ટીવી શોઝમાં કામ કર્યું છે.

સુનીલ પાલ અને સરિતા


- સુનીલ પાલની પત્ની સરિતા પણ લાઈમલાઈટથી દૂર રહેવાનું જ પસંદ કરે છે. સુનીલ પાલે ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ (2005) ઉપરાંત ઘણા કોમેડી શોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેણે ‘હમ તુમ’ (2004), ‘ફિર હેરા ફેરી’ (2006), ‘અપના સપના મની મની’ (2006), ‘મે હૂં રજનીકાંત’ (2015) સહિતની ફિલ્મ્સમાં કામ કર્યું છે.

કીકૂ શારદા અને પ્રિયંકા


- કીકૂ અને પ્રિયંકાએ 2003માં લગ્ન કર્યા હતા. પ્રિયંકા પણ લાઈમલાઈટથી દૂર રહે છે, જોકે તે કિકૂ સાથે ‘નચ બલિયે સીઝન 6’માં જોવા મળી હતી. કીકૂએ ટીવી સીરિયલ્સની સાથે ઘણી ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે. કીકૂએ ‘ડરના મના હૈ’ (2003), ‘ફિર હેરા ફેરી’ (2006), ‘ધમાલ’ (2007), ‘રેસ’ (2008), ‘નો પ્રોબ્લેમ’ (2010), ‘હેપ્પી ન્યૂ યર’ (2014) સહિતની ફિલ્મ્સમાં કામ કર્યું છે. કિકૂએ ટીવી સીરિયલ ‘હાતિમ’ (2004), ‘ધ ગ્રેટ ઈન્ડિયન કોમેડી શો’ (2007), ‘એફ.આઈ.આર.’ (2015), ‘ભૂતવાલા સીરિયલ’ (2009), ‘કોમેડી સર્કસ કે અજૂબે’ (2013), ‘અકબર બીરબલ’ (2016)માં કામ કર્યું છે. તેણે કપિલના શો ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ તથા ‘ધ કપિલ શર્મા શો’માં પણ કામ કર્યું છે. હવે તે કપિલના નવા શો ‘ધ કપિલ શર્મા શો -2’માં પણ જોવા મળશે.

(આગળની સ્લાઈડ્સમાં જાણો અન્ય જાણીતા કોમેડિયન્સની પત્નીઓ વિશે......)

સુનીલ ગ્રોવર અને આરતી.
સુનીલ ગ્રોવર અને આરતી.

- સુનીલ ગ્રોવરની લોકપ્રિયતા ઘણી જ વધુ છે. તેણે કોમેડી શોમાં કરેલા ‘ગુત્થી’ અને ‘ડો. મશહૂર ગુલાટી’ ના રોલ સૌથી વધુ લોકપ્રિય થયા છે. સુનીલની પત્નીનું નામ આરતી છે. આરતી ઈન્ટિરિયર ડિઝાઈનર છે. તે પણ લાઈમલાઈટથી દૂર રહેતી હોય છે. સુનીલ ઘણા સમય સુધી ‘ધ કપિલ શર્મા શો’માં જોવા મળ્યો હતો. તેણે ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે. સુનીલે ‘પ્યાર તો હોના હી થા’ (1998), ‘ઈન્સાન’ (2005), ‘ગજની’ (2008), ‘હીરોપંતી’ (2014) અને ‘બાગી’ (2016) તથા ‘પટાખા’ (2018) જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે. સુનીલ હાલ ‘કાનપુરવાલે ખુરાનાઝ’નામનો પોતાનો એક કોમેડી શો ચલાવી રહ્યો છે. આ ઉપરાંત તે સલમાન ખાન સાથેની અપકમિંગ ફિલ્મ ‘ભારત’માં પણ જોવા મળશે. આ સાથે જ સલમાને સુનીલ ગ્રોવર સાથે ‘ધ કપિલ શર્મા શો-2’ જોકે આ શોમાં સુનીલ કામ કરે છે કે નહીં તે તો આવનારો સમય જ જણાવશે. ઉલ્લેખનીય છે કે, કપિલ અને સુનીલના ઝઘડા બાદ જ આ શોની પ્રથમ સિઝનનો અંત આવ્યો હતો.

અલી અસગર અને સિદ્દીકા.
અલી અસગર અને સિદ્દીકા.

- કોમેડિયન અલીની પત્નીનું નામ સિદ્દીકા છે. સિદ્દીકા પણ ફિલ્મી ઈવેન્ટ્સથી દૂર રહે છે. બંનેના લગ્ન 2005માં થયા હતા. અલીએ ઘણી ફિલ્મ્સ અને ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. અલીએ ‘શિકારી’ (1991), ‘જાન તેરે નામ’ (1992), ‘જોશ’ (2000), ‘હમ હો ગયે આપકે’ (2001), ‘પાર્ટનર’ (2007), ‘સંડે’ (2008) સહિત અન્ય ફિલ્મ્સમાં કામ કર્યું છે. તેણે ટીવી સીરિયલ ‘દિલ વિલ પ્યાર વ્યાર’ (1998), ‘કુટુંબ’ (2003), ‘કોમેડી સર્કસ’ (2013), ‘ઘર કી બાત હૈ’ (2009), ‘એફ.આઈ.આર.’ (2011), ‘ધ કપિલ શર્મા શો’ (2017), ‘સબસે બડા કલાકાર’ (2017), ‘ધ ડ્રામા કંપની’ (2017)માં કામ કર્યું છે. હાલ તે સુનીલ ગ્રોવરના શો ‘કાનપુરવાલે ખુરાનાઝ’માં કામ કરી રહ્યો છે.

એહસાન કુરૈશી અને રચના.
એહસાન કુરૈશી અને રચના.

- એહસાનની પત્ની રચના આમ તો લાઈમલાઈટથી દૂર રહે છે, પરંતુ તે એક રાઈટર છે અને ગઝલ લખે છે. એહસાને ઘણી ફિલ્મ્સ ઉપરાંત ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. તેણે ‘બોમ્બે ટૂ ગોવા’ (2007), ‘ભાવનાઓ કો સમજો’ (2010), ‘એક પહેલી લીલા’ (2015) સહિતની ફિલ્મ્સમાં કામ કર્યું છે. એહસાને ટીવી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ (2005), ‘તૂ મેરા હીરો’ (2015), ‘હમ આપકે ઘર મેં રહતે હૈ’ (2015), ‘ધ કપિલ શર્મા શો’ (2017)માં કામ કર્યું છે.

ચંદન પ્રભાકર અને નંદિની.
ચંદન પ્રભાકર અને નંદિની.

- ચંદન ‘ધ કપિલ શર્મા શો’માં ચંદૂ ચાવાળાના રોલથી લોકપ્રિય થયો. તેણે નંદિની સાથે 2015માં લગ્ન કર્યા હતા. નંદિનીને પણ કેમેરાની સામે આવવું ગમતું નથી. ચંદન પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી આવે છે. તેણે બોલિવૂડ ફિલ્મ ‘ભાવનાઓ કો સમજો’ (2010)માં કામ કર્યું છે. આ ઉપરાંત તેણે પંજાબી ફિલ્મ ‘પાવર કટ’ (2011), ‘ડિસ્કો સિંહ’ (2014), ‘જજ સિંહ એલએલબી’ (2015)માં કામ કર્યું છે. ચંદન પોતાના મિત્ર કપિલ શર્માને તેના ખરાબ સમયમાં સાથ આપનાર લોકોમાં સામેલ રહ્યો છે. તે હવે ‘ધ કપિલ શર્મા શો-2’માં પણ જોવા મળશે.

જોની લિવર અને સુજાતા.
જોની લિવર અને સુજાતા.

- જોનીએ ઘણી ફિલ્મ્સમાં કોમેડિયન તરીકે કામ કર્યું છે. તેમણે સુજાતા સાથે 1984માં લગ્ન કર્યા હતા. સુજાતા લાઈમલાઈટથી દૂર જ રહે છે. જોનીને ભારતનો પ્રથમ સ્ટેન્ડઅપ કોમેડિયન માનવામાં આવે છે. જોનીએ ‘જલવા’ (1987), ‘હત્યા’ (1988), ‘કિશન-કનૈયા’ (1990), ‘ખિલાડી’ (1992), ‘બાજીગર’ (1993), ‘કરન અર્જુન’ (1995), ‘જુદાઈ’ (1996), ‘દિલવાલે’ (2015) સહિતની ઘણી ફિલ્મ્સમાં કામ કર્યું છે. તેમણે ટીવી પર ‘પાર્ટનર્સ’ જેવા શોમાં પણ કામ કર્યું છે.

રાજપાલ યાદવ અને રાધા.
રાજપાલ યાદવ અને રાધા.

- રાજપાલ યાદવે ઘણી ફિલ્મ્સમાં પોતાની કોમેડીથી લોકોને હસાવ્યા છે. બીજી તરફ તેની પત્ની રાધા યાદવ લાઈમલાઈટથી દૂર રહેવું પસંદ છે. તે બોલિવૂડ ઈવેન્ટ્સમાં પણ ભાગ્યે જ જોવા મળે છે. રાજપાલ યાદવે ‘મસ્ત’ (1999), ‘હમ કિસી સે કમ નહીં’ (2002), ‘હંગામા’ (2003), ‘મુજસે શાદી કરોગી’ (2004), ‘વક્ત’ (2004), ‘શાદી નંબર વન’ (2005), ‘ફિર હેરા ફેરી’ (2006), ‘ચુપ ચુપકે’ (2006), ‘ભૂલ ભુલૈયા’ (2007), ‘જુ઼ડવા-2’ સહિતની ઘણી ફિલ્મ્સમાં કામ કર્યું છે. રાજપાલ યાદવ ચેક બાઉન્સ કેસમાં દોષિત ઠરતા કોર્ટે તેને 3 મહિનાની જેલની સજા ફટકારી છે.

નવીન પ્રભાકર અને સીમા.
નવીન પ્રભાકર અને સીમા.

- ‘પહચાન કૌન’ ડાયલોગથી ફેમસ થયેલા કોમેડિયન નવીન પ્રભાકરે વર્ષ 2000માં સીમા સાથે લગ્ન કર્યા હતા. નવીનની પત્ની સીમા બોલિવૂડની લાઈમલાઈટથી દૂર રહે છે. પ્રભાકરે ઘણી ફિલ્મ્સમાં વોઈસ ઓવર કર્યું છે. તેણે ‘મોહબ્બત હો ગઈ હૈ તુમસે’, ‘મેને દિલ તુજકો દિયા’, ‘નહલે પે દેહલા’ અને ‘ચેમ્પિયન’ જેવી ફિલ્મ્સ કરી છે. આ ઉપરાંત પ્રભાકરે કોમેડી શો ‘હલો પહચાન કોન’ પણ કર્યો હતો. 

X
રાજુ શ્રીવાસ્તવ અને શિખા (ડાબે),  સુનીલ પાલ અને સરિતા (વચ્ચે) તથા કીકૂ શારદા અને પ્રિયંકા.રાજુ શ્રીવાસ્તવ અને શિખા (ડાબે), સુનીલ પાલ અને સરિતા (વચ્ચે) તથા કીકૂ શારદા અને પ્રિયંકા.
સુનીલ ગ્રોવર અને આરતી.સુનીલ ગ્રોવર અને આરતી.
અલી અસગર અને સિદ્દીકા.અલી અસગર અને સિદ્દીકા.
એહસાન કુરૈશી અને રચના.એહસાન કુરૈશી અને રચના.
ચંદન પ્રભાકર અને નંદિની.ચંદન પ્રભાકર અને નંદિની.
જોની લિવર અને સુજાતા.જોની લિવર અને સુજાતા.
રાજપાલ યાદવ અને રાધા.રાજપાલ યાદવ અને રાધા.
નવીન પ્રભાકર અને સીમા.નવીન પ્રભાકર અને સીમા.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App