Divya Bhaskar

Home » Bollywood » TV » Latest Masala » Bigg Boss 12 Coming Soon: Hina Khan To Tanisha Mukherjee And Great Khali Highest Paid Celebrities

‘બિગ બોસ’ના 10 સૌથી મોંઘા સ્પર્ધક, હિના ખાનથી લઈ કાજોલની બહેન સુધી; કોઈએ 2 કરોડ તો કોઈએ અઠવાડિયાના લીધા 8 લાખ રૂપિયા

Divyabhaskar.com | Updated - Sep 07, 2018, 07:13 PM

સલમાન ખાને ખુલાસો કર્યો હતો કે ભારતી સિંહ પતિ હર્ષ લિમ્બાચિયા સાથે શોનો ભાગ બનશે.

  • Bigg Boss 12 Coming Soon: Hina Khan To Tanisha Mukherjee And Great Khali Highest Paid Celebrities
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    હિના ખાન, કરન મેહરા અને તનિષા મુખર્જી.

    મુંબઈઃ ‘બિગ બોસ’ની નવી સીઝન શરૂ થવા જઈ રહી છે. 12મી સીઝનમાં સ્પર્ધકો જોડિયોમાં જોવા મળશે. ગોવામાં લોન્ચિંગ દરમિયાન સલમાન ખાને ખુલાસો કર્યો હતો કે ભારતી સિંહ પતિ હર્ષ લિમ્બાચિયા સાથે શોનો ભાગ બનશે. બીજી તરફ બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તા અને તેની બહેન ઈશિતા દત્તાનું નામ પણ સ્પર્ધક તરીકે સામે આવી રહ્યું છે. જોકે 16 સપ્ટેમ્બરના રોજ સલમાન લોન્ચિંગમાં સત્તાવાર રીતે તમામ સ્પર્ધકોની જાહેરાત કરશે. શો શરૂ થતા પહેલા અમે તમારી સમક્ષ બિગ-બોસના અત્યારસુધીના સૌથી મોંઘા સ્પર્ધકો વિશે જણાવી રહ્યાં છીએ.

    બિગ બોસ-11 (2017)
    સ્પર્ધક- હિના ખાન


    - ટીવી એક્ટ્રેસ હિના ખાન બિગ બોસ સીઝન 11ની સૌથી મોંઘી સ્પર્ધક હતી. તે શો માટે એક અઠવાડિયાના 8 લાખ રૂપિયા ફી તરીકે લેતી હતી.
    - હિના પહેલા પણ ઘણા સ્પર્ધકોએ બિગ બોસના શોમાં સામેલ થવા માટે ભારે રકમ લીધી હતી.

    બિગ બોસ-9 (2015)
    સ્પર્ધક- રિમી સેન

    - આ સીઝનમાં બોલિવૂડ એક્ટ્રેસ રિમી સેનને સૌથી વધુ ફી આપવામાં આવી હતી. તેને સંપૂર્ણ સીઝન માટે 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા પરંતુ તે વધુ દિવસ શોમાં ટકી શકી નહોતી.
    - આ શોમાંથી બહાર આવ્યા બાદ તે ભાજપમાં જોડાઈ હતી. આ શોનો વિનર પ્રિન્સ નરુલા રહ્યો હતો.

    બિગ બોસ-10 (2016)

    સ્પર્ધક- કરણ મેહરા

    - ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ (2009-16)નો એક્ટર કરણ મેહરા શો પોતાની ફી અંગે ચર્ચામાં રહ્યો હતો. તેને સંપૂર્ણ સીઝન માટે 1 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી હતી.

    બિગ બોસ-7 (2013)
    તનીષા મુખર્જી

    - કાજોલની બહેન અને એક્ટ્રેસ તનીષા મુખર્જી બિગ બોસ-7ની સૌથી મોંઘી સ્પર્ધક રહી હતી. તેને શોમાં અઠવાડિયાના 7.5 લાખ રૂપિયા આપવામાં આવતા હતા. જોકે સીઝનની વિનર એક્ટ્રેસ ગૌહર ખાન રહી હતી.

    (આગળની સ્લાઈડ્સમાં જાણો શોના અન્ય મોંઘા સ્પર્ધકો વિશે.....)

    KBC 10: ઘર બેઠા જવાબ આપવા રહો તૈયાર, મફતમાં આમ જીતો 14 લાખની કાર

  • Bigg Boss 12 Coming Soon: Hina Khan To Tanisha Mukherjee And Great Khali Highest Paid Celebrities
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પામેલા એન્ડરસન.

    પામેલા એન્ડરસન
    (બિગ બોસ-4, 2010)
    ફી- 2.5 કરોડ (full Season)

     

    - હોલિવૂડ સેલિબ્રિટી પામેલા એન્ડરસન સીઝન-4 જ નહીં પરંતુ બિગ બોસના તમામ સીઝનમાં અત્યારસુધીની સૌથી મોંઘી સ્પર્ઘક રહી છે. તે માત્ર 3 દિવસ માટે જ શોની ગેસ્ટ સ્પર્ધક બની હતી જે માટે તેણે 2.5 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.

     

    વીજે બાની
    (બિગ બોસ-10, 2016)
    ફી- 1.5 કરોડ (full Season)

     

    - રાહુલ દેવ સાથે વીજે બાની પણ બિગ બોસ-10ની મોંઘી સ્પર્ધક હતી. આ સીઝન માટે તેને 1.5 કરોડ મળ્યા હતા. તેને દર અઠવાડિયે અંદાજે 9 લાખ રૂપિયા મળતા હતા.

     

    કરિશ્મા તન્ના
    (બિગ બોસ-8, 2014)
    ફી- 10 લાખ (Per Week)

     

    - સીઝન 8માં એક્ટ્રેસ કરિશ્મા તન્ના મોંઘી સ્પર્ધક રહી હતી. તેને શોમાં રહેવા દર અઠવાડિયે 10 લાખ રૂપિયા મળતા હતા. તે શોમાં ઉપેન પટેલ સાથેની નિક્ટતાને કારણે ચર્ચામાં રહી હતી. આ સીઝનનો વિનર એક્ટર ગૌતમ ગુલાટી રહ્યો હતો.

  • Bigg Boss 12 Coming Soon: Hina Khan To Tanisha Mukherjee And Great Khali Highest Paid Celebrities
    ધ ગ્રેટ ખલી અને સલમાન ખાન.

    રાહુલ દેવ
    (બિગ બોસ-10, 2016)
    ફી- 2 કરોડ (full Season)

     

    - રાહુલ ‘બિગ બોસ’ સીઝન 10માં સૌથી મોંઘો સ્પર્ધક હતો. તેણે સંપૂર્ણ સીઝનના 2 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા, જેનો અર્થ એ છે કે તેને 11 લાખ રૂપિયા ફી તરીકે આપવામાં આવ્યા હતા. આ સીઝનમાં કોમનર સ્પર્ધક મનવીર ગુર્જર વિજેતા રહ્યો હતો.

     

    ગ્રેટ ખલી 
    (બિગ બોસ-4, 2010)
    ફી- 50 લાખ રૂપિયા (Per Week)

     

    - રેસલર ધ ગ્રેટ ખલી પણ બિગ બોસ-4નો હાઈએસ્ટ પેડ સ્પર્ધક હતો. તે શોમાં સ્ટ્રોંગ સ્પર્ધક હોવાની સાથે સીઝનનો રનર અપ પણ રહ્યો હતો. જોકે એક્ટ્રેસ શ્વેતા તિવારી આ સીઝનમાં વિનર બની હતી.

     

    નવજોતસિંઘ સિદ્ધુ
    (બિગ બોસ-6, 2012)
    ફી- 2.5 કરોડ (Per Week)

     

    - નવજોતસિંઘ સિદ્ધુ બિગ બોસ-6નો સૌથી મોંઘો સ્પર્ધક હતો. તે પાંચ અઠવાડિયા સુધી શોમાં રહ્યો. એવામાં તેમને કુલ 20 લાખ રૂપિયા ફી મળી હતી. આ સીઝનની વિનર ટીવી એક્ટ્રેસ ઉર્વશી ઢોલકિયા બની હતી.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending