KBC: હૉટ સીટ પર પહોંચ્યો ગુજરાતી સ્પર્ધક, એક ખોટા જવાબને કારણે ગુમાવ્યા 3.20 લાખ

કિરીટે ખોટો જવાબ આપતા 3.20 લાખની રકમ જીતવાથી ચૂકી ગયો અને માત્ર 10 હજાર રૂપિયા જ જીતી શક્યો હતો.

divyabhaskar.com | Updated - Sep 08, 2018, 06:03 PM
Kirit Rasdiya Won Only 10 Thousand As He Gave Wrong Answer For 3.20 Lakh

મુંબઈઃ ‘કૌન બનેગા કરોડપતિ’માં ગુજરાતી સ્પર્ધક કિરીટ રાસડિયાએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. તેણે ઘણી ઝડપથી ચારેય લાઈફ લાઈનનો ઉપયોગ કરી લીધો હતો. જે પછી કિરીટને અમિતાભ બચ્ચને 3.20 લાખ રૂપિયાનો સવાલ પૂછ્યો હતો. જોકે તે આ સવાલનો સાચો જવાબ આપી શક્યો નહોતો. તેને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં વર્ષ 2018માં લંચ પહેલા કયા બેટ્સમેને સદી ફટકારી હતી. જેનો સાચો જવાબ હતો શિખર ધવન, જોકે કિરીટે કેએલ રાહુલનો જવાબ આપતા 3.20 લાખની રકમ જીતવાથી ચૂકી ગયો હતો. તે માત્ર 10 હજાર રૂપિયા જ જીતી શક્યો હતો.

કિરીટ પછી હૉટ સીટ પર આવ્યા સામાજીક કાર્યકર


- કેબીસી શોમાં કિરીટના 10 હજાર જીતીને બહાર થયા બાદ શોમાં પ્રથમ કર્મવીર ડૉ. પ્રકાશ બાબા આમ્ટે અને તેમની પત્ની ડૉ. મંદાકિની શોમાં આવ્યા હતા.
- ડૉ. પ્રકાશ 45 વર્ષોથી આદિવાસીઓની સેવા કરી રહ્યાં છે. શોમાં મોટાભાગના જવાબ તેમની પત્ની મંદાકિનીએ આપ્યા હતા.
- ડૉ. પ્રકાશ પર એક ફિલ્મ પણ બનેલી છે. જેમાં નાના પાટેકર લીડ રોલમાં જોવા મળ્યા હતા.

Bigg Boss: કોઈ વારંવાર કરતું Kiss તો કોઈ કપલ કલાકો સુધી બાથરૂમમાં રહેતું બંધ, જ્યારે સ્પર્ધકોએ પારી કરી તમામ હદ, હરકતો જોઈ એક જોડીની સલમાને જાતે લગાવી હતી ક્લાસ

X
Kirit Rasdiya Won Only 10 Thousand As He Gave Wrong Answer For 3.20 Lakh
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App