Home » Bollywood » TV » Latest Masala » Shahrukh Khan Got 50 Rs As His First Income in Concert Of Pankaj Udhas

શાહરૂખ ખાને ભાવુક થઈને કહ્યું, ''આજે જે પણ છું, તે સલમાન ખાનના પિતા સલીમને કારણે''

Divyabhaskar.com | Updated - Sep 04, 2018, 06:19 PM

બોલિવૂડનો કિંગ ખાન શાહરૂખ જ્યારે દિલ્હીમાં રહેતો હતો ત્યારે તેને પ્રથમ કમાણી 50 રૂપિયા મળી હતી.

  • Shahrukh Khan Got 50 Rs As His First Income in Concert Of Pankaj Udhas

    મુંબઈઃ બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનનું કહેવું છે કે, તે પોતાની સફળતા અને પ્રસિદ્ધિ માટે દિગ્ગજ સ્ક્રિપ્ટ રાઈટર સલીમ ખાનના આભારી છે. શાહરૂખ સલમાન ખાનના શો ‘દસ કા દમ 3’ના ગ્રાન્ડ ફિનાલેમાં પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન પણ પોતાના પિતા સલીમ ખાનથી ઘણો પ્રભાવિત છે. 52 વર્ષીય શાહરૂખ ખાને જણાવ્યું હતું કે,"સ્ટ્રગલર એક્ટર તરીકે જ્યારે મુંબઈ આવ્યો હતો ત્યારે સલમાન ખાનના ત્યાં જમતો હતો. જ્યાં સલીમ ખાન પણ મારું ધ્યાન રાખતા હતા. આ લોકોને કારણે જ હું ‘શાહરૂખ ખાન’ બની શક્યો. આ શોમાં હું માત્ર સલમાન ખાનને કારણે આવ્યો છું અને આવીશ. તે મને જ્યાંપણ જવા કહેશે હું જઈશ."

    પ્રથમ કમાણી સાથે પંકજ ઉધાસનું કનેક્શન


    - આ વાત ઘણી જુની છે, બોલિવૂડનો કિંગ ખાન શાહરૂખ જ્યારે દિલ્હીમાં રહેતો હતો ત્યારે તેને પ્રથમ કમાણી 50 રૂપિયા મળી હતી.
    - આ કમાણી તેને પંકજ ઉધાસના જ એક કોન્સર્ટમાં મળી હતી. વર્ષો પહેલા જ્યારે દિલ્હીમાં પંકજ ઉધાસનું કોન્સર્ટ યોજાયું હતું ત્યારે શાહરૂખે તેમાં વોલેંટિયર તરીકે કામ કર્યું હતું.
    - શાહરૂખે જણાવ્યું કે, તે પોતાની પ્રથમ કમાણીથી ઘણો ખુશ હતો અને તેણે ટ્રેન પકડી અને આ પૈસાથી તાજમહલ જોવા પહોંચી ગયો હતો.
    - ઉલ્લેખનીય છે કે, શાહરૂખને પ્રથમ મોટો બ્રેક 1988માં TV પર ‘ફૌઝી’ સીરિયલમાં મળ્યો હતો. જેમાં તેણે કમાન્ડો અભિમન્યુ રાયનો રોલ કર્યો હતો. તેની પ્રથમ બોલિવૂડ ફિલ્મ ‘દીવાના’ હતી જે 1992માં રીલિઝ થઈ હતી.

    સલમાન ખાને 'બિગ બોસ'ના પહેલાં સ્પર્ધકનું નામ કર્યું જાહેર, કોમેડિયન ભારતી સિંહ ગુજરાતી પતિ સાથે રહેશે ઘરમાં

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ