તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

KBC 10: સેટ પર અમિતાભ બચ્ચન અવાજ સાંભળીને થઈ ગયા એકદમ ભાવુક, આંખોમાંથી વહેવવા લાગ્યાં આંસુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ 'કૌન બનેગા કરોડપતિ'ના મંચ પર અમિતાભ બચ્ચન ઘણીવાર ભાવુક થતા જોવા મળે છે. જોકે, આ સિઝનમાં અમિતાભની આંખમાંથી આંસુ આવી ગયા હતાં અને ગળામાંથી અવાજ પણ નીકળી શકતો નહોતો. હાલમાં જ 'કેબીસી'નો એક પ્રોમો રીલિઝ કરવામાં આવ્યો છે. જેમાં અમિતાભને ભાવુક જોઈને દર્શકો પણ ભાવુક બની ગયા હતાં. અમિતાભ પોતાની માતા તેજી બચ્ચનનો અવાજ સાંભળીને ઈમોશનલ થઈ જાય છે.


જન્મદિવસની શુભેચ્છાઃ
11 ઓક્ટોબરના રોજ અમિતાભ બચ્ચનનો 76મો જન્મદિવસ છે. 'કેબીસી'માં અમિતાભને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. હોટ સીટ પર અમિતાભની સામે એક મહિલા બેઠી હતી અને તાળીઓના અવાજ સાથે દર્શકોએ અમિતાભને બર્થડે વિશ કરી હતી.


અચાનક આવ્યો અવાજઃ
જન્મદિવસની વધામણી દરમિયાન અચાનક જ ઓડિયો ચાલુ થયો હતો. જેમાં એક મહિલા કવિતા ગાતી હતી, ''આ ઝરોખે સે જરા સા...ચાંદની પિછલે પહર કી...પાસ મેં જો સો ગઈ હૈં...'' આ કવિતા સાંભળતા જ અમિતાભ બચ્ચન ભાવુક બનીગ યા હતાં અને તેમની આંખોમાંથી ટપ-ટપ પાણી પડવા લાગ્યું હતું. તેમની સામે હોટ સીટ પર બેઠેલી મહિલા પણ અમિતાભને આટલા ભાવુક જોઈને આશ્ચર્યમાં પડી ગઈ હતી. અમિતાભે થોડી ક્ષણો બાદ બસ એટલું જ કહ્યું હતું કે આ માનો અવાજ હતો. વીડિયોમાં અમિતાભની અનેક તસવીરો બતાવવામાં આવી હતી અને માના અવાજમાં ગાયેલી કવિતા સંભળાવવામાં આવી હતી. આ એપિસોડ ટૂંક સમયમાં ટેલિકાસ્ટ થશે.

 

Real Lifeમાં શહેનશાહની જેમ જીવે છે અમિતાભ, પત્ની સાથે ચાર્ટર પ્લેનમાં કરે છે ઉડાઉડ