Home » Bollywood » TV » Latest Masala » kbc 10 somesh kumar chaudhary did not know full name of PNR

KBC: રોજ PNR ચેક કરનાર રેલવે TTEને ના આવડ્યું PNRનું આખું નામ, છ સવાલોમાં જ ગુમાવી બધી જ લાઈફ-લાઈન

Divyabhaskar.com | Updated - Sep 05, 2018, 01:27 PM

અમિતાભ બચ્ચનના શો 'કેબીસી'માં બિહારનો ટિકિટ કલેક્ટર સોમેશ કુમાર ચૌધરી આવ્યો હતો

  • kbc 10 somesh kumar chaudhary did not know full name of PNR

    મુંબઈઃ અમિતાભ બચ્ચનના શો 'કેબીસી'માં બિહારનો ટિકિટ કલેક્ટર સોમેશ કુમાર ચૌધરી આવ્યો હતો. રેલવેમાં કામ કરનાર સોમેશ પોતાના જ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા સવાલનો સાચો જવાબ આપી શક્યો નહોતો. જોકે, છ સવાલમાં જ બધી જ લાઈફ લાઈનનો ઉપયોગ કરી નાખનાર સોમેશે 25 લાખ રૂપિયા જીત્યા છે. સોમેશ હજી પણ ગેમમાં છે અને તે બીજા દિવસે પણ હોટ સીટ પર જોવા મળશે. મંગળવાર(ચાર સપ્ટેમ્બર)ના રોજ ' કેબીસી'ની એક્સપર્ટ હતી રીચિ અનિરૂદ્ધ. તે ટીવી જર્નાલિસ્ટ છે.


    આ સવાલ પર અટકી ગયો સોમેશઃ
    સોમેશે 'કેબીસી'માં છ સવાલમાં જ પોતાની તમામ લાઈફ લાઈન ગુમાવી દીધી હતી. રેલવે તથા એર ટિકિટ સંબંધમાં પીએનઆરમાં આરનો અર્થ શું થાય તે સવાલનો જવાબ સોમેશને આવડ્યો નહોતો. રેલવેમાં કામ કરતો હોવા છતાંય સોમેશને આ જવાબ આવડ્યો નહીં. તેણે 'જનતા કી રાય' વિકલ્પ પસંદ કર્યો અને તેનો સાચો જવાબ હતો 'રેકોર્ડ' પીએનઆરનું ફૂલ ફોર્મ પેસેન્જર નેમ રેકોર્ડ' થાય છે. સોમેશને જવાબ ના આવડ્યો ત્યારે બિગ બીએ પૂછ્યું હતું કે તમે પોતાના જ વિભાગ સાથે જોડાયેલા સવાલનો જવાબ આપી નથી શકતા. પછી સોમેશે ગેમ પર પકડ જમાવી લીધી હતી અને 25 લાખ રૂપિયા જીત્યો હતો.


    જો સાચો જવાબ ના આપ્યો તો ઘટશે ઈનામી રકમઃ
    સોમેશ જો સાચો જવાબ નહીં આપે તો ઈનામી રકમ 25 લાખથી ઘટીને 12.5 લાખ રૂપિયા થશે. સોમેશ પોતાની બધી જ લાઈફલાઈનનો ઉપયોગ કરી ચૂક્યો છે. જોકે, સોમેશ ગેમ ક્વિટ કરે છે તો તે 25 લાખ રૂપિયા જીતી શકશે.


    નથી થયા લગ્નઃ
    29 વર્ષીય સોમેશ કામની વ્યસ્તતા વચ્ચે પોતાના લગ્ન માટે હજી સુધી યુવતી શોધી શક્યો નથી. 'કેબીસી'માંથી જીતેલી રકમથી સોમેશ કાર ખરીદવા માંગે છે. આ સિવાય ભાઈ માટે ઈન્સ્ટીટ્યૂટ બનાવવા માંગે છે, જેમાં બાળકોને સંગીત ભણાવવામાં આવશે. સોમેશ છેલ્લાં 20 મહિનાથી ઈન્ડિયન રેલવેમાં ટિકિટ કલેક્ટર તરીકે કામ કરે છે. સોમેશ પોતાના પિતા તથા નાની બહેનની નિકટ છે.


    બહેનને કારણે આવ્યો 'કેબીસી'માં:
    સોમેશ છેલ્લાં 9 વર્ષથી 'કેબીસી'માં આવવાનો પ્રયાસ કરતો હતો પરંતુ દર વર્ષે નિરાશ થતો હતો. આ વખતે સોમેશે 'કેબીસી'માં ના જવાનો નિર્ણય કર્યો હતો. જોકે, તેની બહેન નીતુ મિશ્રાની જીદ આગળ તે ઝૂકી ગયો હતો અને 'કેબીસી'માં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. બહેને રજિસ્ટ્રેશનવાળી વાત ખોટી માની લીધી હતી. ત્યારબાદ તેણે ભાઈ પાસે સ્ક્રિન શોટ માંગ્યો હતો. ભાઈનું રજિસ્ટ્રેશન થતાં બહેન નીતુ સતત પ્રાર્થના કરતી હતી કે તે હોટ સીટ પર આવે. 6 જૂને રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ સોમેશને 'કેબીસી'માંથી ફોન આવ્યો હતો. આ સમયે સોમેશને ત્રણ સવાલ પૂછવામાં આવ્યા હતાં અને સાચા જવાબ આપ્યા બાદ ઓડિશન માટે વારાણસી બોલાવવામાં આવ્યો હતો. અહીંયા અનેક સવાલ પૂછવામાં આવ્યા હતાં અને પછી ઈન્ટરવ્યૂ રાઉન્ડ થયો હતો. સિલેક્ટ થયા બાદ ફોન આવ્યો હતો કે તેનું સિલેક્શન ફાસ્ટેટ ફિંગરમાં થયું છે.

    પત્ની ઐશ્વર્યા રાયની સામે અભિષેક બચ્ચને પૂર્વ ફિયાન્સી કરિશ્મા કપૂરની કરી અવગણના

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ