Home » Bollywood » TV » Latest Masala » Dr Prakash Baba Amte & His Wife Were Working For Tribals Since Last 45 Years

KBC-10ના પ્રથમ કર્મવીર છે આ વૃદ્ધ દંપતિ, 45 વર્ષોથી કરી રહ્યાં છે સમાજ સેવા

Divyabhaskar.com | Updated - Sep 07, 2018, 11:15 AM

ડૉક્ટર પ્રકાશ આમ્ટે બાબા આમટેના દીકરા છે, જેમણે કોઢનો ભોગ બનેલા લોકો માટે કામ કર્યું હતું.

  • Dr Prakash Baba Amte & His Wife Were Working For Tribals Since Last 45 Years

    મુંબઈઃ કેબીસીની 10મી સીઝનમાં હૉટ સીટ પર જોવા મળશે પદ્મશ્રી ડૉક્ટર પ્રકાશ આમ્ટે અને તેમની પત્ની ડૉક્ટર મંદાકિની આમ્ટે. ડૉક્ટર પ્રકાશ આમ્ટેના જીવન સાથે જોડાયેલી વાતોને કેબીસીમાં દેખાડવામાં આવશે. પ્રોમામં તેમના વિશે જણાવવામાં આવ્યું હતું કે, તેઓ ઈચ્છતા તો પોતાના જીવનને વૈભવી અને પ્રકાશમય બનાવી શકતા હતા, પરંતુ 45 વર્ષોથી તેઓ આદિવાસીઓના જીવનમાં નિસ્વાર્થ પ્રકાશ ફેલાવી રહ્યાં છે. ડૉક્ટર પ્રકાશ આમ્ટે બાબા આમટેના દીકરા છે, જેમણે કોઢનો ભોગ બનેલા લોકો માટે કામ કર્યું અને તેમની માટે આનંદવનની સ્થાપ્ના કરી હતી. ડૉ. પ્રકાશ 1973થી મહારાષ્ટ્રમાં સક્રિય સામાજીક કાર્યકર છે. તેમના આ કાર્યને કારણે જ 2002માં પ્રકાશ આમ્ટેને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

    બની ચૂકી છે ફિલ્મ, નાના પાટેકરે કર્યો હતો લીડ રોલ

    - ડૉ. પ્રકાશ આમ્ટેને સામાજીક કાર્યો માટે 2014માં મધર ટેરેસા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
    - સામાજીક કાર્યકર એવા ડૉક્ટર પ્રકાશ આમ્ટે પર ફિલ્મ પર બનાવવામાં આવી હતી. જેનું નામ Dr Prakash Baba Amte: The Real Hero.
    - આ ફિલ્મમાં નાના પાટેકરે લીડ રોલ કર્યો હતો. આ ફિલ્મ 2014માં રીલિઝ થઈ હતી.
    -ડૉ. મંદાકિની આમ્ટે પણ ડૉક્ટર પ્રકાશ આમ્ટેની સાથે ખભે ખભો મળાવી કામ કરે છે. તેમને કોમ્યુનિટી લીડરશિપ કેટેગરીમાં મેગ્સેસે એવોર્ડ મળી ચૂક્યો છે.
    -ડૉ. પ્રકાશે જંગલી પ્રાણીઓ માટે એક એનિમલ પાર્ક પણ બનાવેલું છે, જ્યાં અનાથ થયેલા નાના જંગલી પ્રાણીઓને રાખવામાં આવે છે.
    - ડૉ. પ્રકાશ આમટેને Extraordinary Human કહેવામાં આવે છે. તેમના વિશે અમુક દિવસો પહેલા અમિતાભે સોશ્યિલ મીડિયા પર અમુક વાતો લખી હતી. તેમનું કામ એટલુ ખાસ અને અલગ છે જેના વિશે લોકો વિચારી જ નથી શકતા.

    એક સમયે દારૂના નશામાં ડૂબેલો રહેતો હતો બોબી દેઓલ, હવે બનાવી મસલ્સ બૉડી, ધરમપાજી ને સનીપાજીને પણ આપી માત

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ