• Home
  • Bollywood
  • TV
  • Contestant Rabindra Kumar Acharya Former RBI Officer Won Just 1.60 Lakh

KBC 10: સ્પર્ધકે ચાલુ શોમાં અમિતાભ બચ્ચનને આપી દીધી નિયમ બદલવાની સલાહ

Contestant Rabindra Kumar Acharya Former RBI Officer Won Just 1.60 Lakh

divyabhaskar.com

Sep 12, 2018, 01:31 PM IST

મુંબઈઃ સૌથી લોકપ્રિય ક્વિઝ શો કેબીસીમાં પ્રથમવાર એવું જોવા મળ્યું જ્યારે કોઈ સ્પર્ધકે ગેમના નિયમો બદલવાનો વાત કરી હોય. 7મા એપિસોડમાં ઓરિસ્સાના ભુવનેશ્વરથી હૉટ સીટ પર ભાગ્ય અજમાવવા પહોંચેલા આરબીઆઈના પૂર્વ અધિકારી રવિન્દ્ર કુમાર આચાર્ય શોના નિયમોથી નારાજ દેખાયા. રવિન્દ્ર શોમાં પત્ની સાથે આવ્યા હતા અને પ્રારંભમાં સારુ રમી પણ રહ્યાં હતા. જોકે તેઓ માત્ર 1.40 લાખ રૂપિયા જ જીતી શક્યા હતા. ગેમ શોમાં જ્યારે અમિતાભે તેમને ગેમના નિયમો સમજાવ્યા તો રવિન્દ્રએ તેમને જ શોના નિયમ બદલવાની સલાહ આપી દીધી હતી.

રવિન્દ્રએ આપી સલાહ, ‘અંતિમ સવાલ પર મળવી જોઈએ લાઈફ લાઈન’


- વાસ્તવમાં શોના હોસ્ટ બિગ બીએ તેમને જણાવ્યું કે, શોના ટાઈટલ સવાલ એટલે કે 7 કરોડ સુધી પહોંચવા પર તેમને કોઈ લાઈફલાઈન મળશે નહીં. 7 કરોડના અંતિમ સવાલ સમયે કોઈ લાઈફ લાઈન હશે તો પણ નિયમાનુસાર તેને રદ કરવામાં આવશે.
- આવામાં રવિન્દ્રએ અમિતાભને સલાહ આપતા કહ્યું કે, ‘અંતિમ સવાલ પર પણ લાઈફલાઈન મળવી જોઈએ.’
- આચાર્યની વાત સાંભળ્યા બાદ અમિતાભ બચ્ચન ચોંકી ગયા હતા અને કેમેરા સામે શોના મેકર્સને રવિન્દ્રની વાત પર વિચાર કરવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અમિતાભે સાથે જણાવ્યું હતું કે, આમ અમેરિકન શો Who Wants To Be A Millionaire? માં બની ચૂક્યું છે.
- આચાર્યએ તો અમિતાભને એવી સલાહ પણ આપી હતી કે, 4 લાઈફ લાઈન ઉપરાંત એવી લાઈફ લાઈન પણ હોવી જોઈએ કે, જેમાં સ્પર્ધક એંકરને જવાબ પૂછી શકે. આ સમયે અમિતાભે જવાબમાં કહ્યું કે, આવા કેસમાં તો તેમની નોકરી જશે કારણ કે તેમને કશું ખબર હોતી નથી.
- રવિન્દ્ર 3.20 લાખના સવાલ સુધી પહોંચવા સુધીમાં પોતાની 3 લાઈફલાઈન ગુમાવી બેઠા હતા, એવામાં તેમણે પત્નીને બોલાવી છેલ્લી લાઈફ લાઈન પણ વાપરી લીધી.
- આ સવલા હતો કે, કયા ઉપરાષ્ટ્રપતિએ 3 રાષ્ટ્રપતિ સાથે કામ કર્યું છે? આ અંગે તેમણે પત્ની સાથે ચર્ચા કરી અને અંતે ગેમ છોડવાનો નિર્ણય કર્યો. તે માત્ર 1.40 લાખની રકમ સાથે શોમાંથી બહાર થયા હતા.

સોનમ કપૂર કઈ વસ્તુઓથી થાય છે એક્સાઈટેડ?

X
Contestant Rabindra Kumar Acharya Former RBI Officer Won Just 1.60 Lakh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી