KBC 10: સાતમા ધોરણના સવાલનો જવાબ ના આપી શકી IAF ઓફિસર

Kaun Banega Crorepati -10 First Contestant Won 12.50 Lakh Only

divyabhaskar.com

Sep 04, 2018, 11:49 AM IST

મુંબઈઃ લોકપ્રિય રિયાલિટી ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’નું ટેલિકાસ્ટ સોની ટીવી પર 3 સપ્ટેમ્બરથી શરુ થઈ ચૂક્યું છે. સોનિયા યાદવ શોમાં પ્રથમ સ્પર્ધક બની હતી. ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં સોનિયા એકમાત્ર સ્પર્ધક હતી જેણે સવાલનો સાચો જવાબ આપ્યો હોય. રેવાડી, હરિયાણાની સોનિયા આર્મી બેકગ્રાઉન્ડથી આવે છે અને તેમના પરિવારની 3 પેઢી સૈન્યમાં રહી છે. સોનિયાએ બધા સવાલોના સાચા જવાબ આપ્યા પરંતુ 25 લાખ રૂપિયાના સવાલ પર તે અટકી ગઈ હતી. આ સમયે તેની પાસે એકપણ લાઈફલાઈન નહોતી.

7માં ધોરણના પુસ્તકમાં આવતા સવાલનો જવાબ ના આપી શકી


- સોનિયાએ સવાલ પૂછવામાં આવ્યો હતો કે,"બહાદુર શાહ જફરની 1857માં બ્રિટિશો દ્વારા ક્યાંથી ધરપકડ કરવામાં આવી હતી?" આ સવાલ 7માં ધોરણના પુસ્તકમાં સામેલ છે.
- જેમાં સાચો જવાબ હુમાયુનો મકબરો હતો. જોકે આ જવાબ IAF ઓફિસર સોનિયા આપી શકી નહોતી.
- શોની પ્રથમ સ્પર્ધક સોનિયાએ 12.50 લાખની રકમ સાથે શો ક્વિટ કરવાનો નિર્ણય કર્યો હતો. હવે શોમાં બીજા સ્પર્ધક સોમેશ ચૌધરી આગામી એપિસોડમાં જોવા મળશે.
- ‘કૌન બનેગા કરોડપતિ’ પ્રથમ ભારતીય રિયાલિટી ક્વિઝ શો છે જે આટલો લોકપ્રિય થયો છે. તેને મળતી સફળતાને કારણે જ હવે તેની 10મી સીઝનનો પ્રારંભ થયો છે.

7 સ્ટાર રિસોર્ટ જેવું છે 150 એકરમાં ફેલાયેલું સલમાનનું ફાર્મ હાઉસ, ભાઈજાન અને ગર્લફ્રેન્ડ અહીંયા પૂરા કરે છે શોખ, એન્ટ્રેસ પર લખ્યો છે ઈમોશનલ મેસેજ

X
Kaun Banega Crorepati -10 First Contestant Won 12.50 Lakh Only
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી