આ કાઠિયાવાડી પાસે એક સમયે નહોતા ટ્યૂશનના 30 રૂ., KBCમાં જીત્યા 25 લાખ રૂપિયા

20 વાર જૂનાગઢના સંદિપને થયું છે કરોડોનું નુકસાન, વાત સાંભળી અમિતાભ થયા ભાવુક

divyabhaskar.com | Updated - Sep 13, 2018, 11:59 AM
Sandeep Savaliya grew up in  Kansari Of Gujarat, He always wanted to be a graphic designer

મુંબઈઃ અમિતાભ બચ્ચનના રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’માં બુધવારે ગુજરાતી સંદિપ સાવલિયા હૉટ સીટ પર જોવા મળ્યો હતો. તેણે 25 લાખ રૂપિયા જીતી ગેમ શો છોડ્યો હતો. સંદિપ ગ્રાફિક ડિઝાઈનર બનવા માગતો હતો પરંતુ તેના પિતા ઈચ્છતા હતા કે તે હિરા ઘસવાનાના વ્યવસાય સાથે જોડાયેલો રહે. જોકે તેણે પોતાનું સ્વપ્ન પૂર્ણ કરવા હારી માની નહીં. તેણે ઘણી સારી રીતે સવાલોના જવાબ આપી 25 લાખ રૂપિયા જીત્યા હતા. આ સમયે તેણે તમામ લાઈફ લાઈનનો ઉપયોગ કરી લીધો હતો. તેને 50 લાખ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, ચિત્રસેન અને વૃષસેનના પિતાનું નામ શું હતું. તેનો સાચો જવાબ કર્ણ હતું. જોકે સંદિપને સાચા જવાબની ખબર નહોતી. તેથી તેણે રમત છોડવાનો નિર્ણય કર્યો હતો.

એક સમયે ટ્યૂશન ફી માટે 30 રૂપિયા નહોતા


- સંદિપે પોતાની લાઈફ સ્ટોરી જણાવતા કહ્યું હતું કે, એક સમયે તેની પાસે ટ્યૂશનની ફી માટે 30 રૂપિયા પણ નહોતા. સંદીપનો ઉછેર ગુજરાતના કાલસારીમાં (જૂનાગઢ) થયો હતો.
- તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. ગામના અમુક લોકોએ પૈસા ભેગા કરી તેને ભણાવ્યો હતો.
- ઘણીવાર હૉટ સીટ પર અમુક વિચિત્ર લોકો પણ જોવા મળે છે જેમની વાતો બિગ બી સહિત તમામ લોકોને ચોંકાવે છે. સંદિપે પણ પોતે શાકભાજી ન ખાતો હોવાની વાતથી સૌને ચોંકાવ્યા હતા.
- સંદિપે જણાવ્યું કે, તે માત્ર દહીં અને ચણાનો લોટમાંથી બનેલી વસ્તુઓ જ ખાય છે.
- આ સમયે અમિતાભ બચ્ચને પોતાના પરિવારનું સિક્રેટ જણાવતા કહ્યું કે, અભિષેક બચ્ચને ક્યારેય કોઈપણ ફળ ખાધુ નથી.
- સંદિપની પત્ની અનુરાધા એક પ્લે સ્કૂલ ચલાવે છે. કેબીસીમાં આવવા સમયે જ તેની પત્નીએ એક બાળકને જન્મ આપ્યો હતો.

20 વખત ભોગવ્યું છે 7 કરોડનું નુકસાન

- સંદિપે શોમાં અમિતાભ સામે પોતાના જીવનના સંઘર્ષની એવી કહાણી જણાવી હતી કે અમિતાભ પણ ચોંક્યા હતા.
- સંદિપે જણાવ્યું હતું કે, તેણે જીવનમાં 20 વખત 7 કરોડનું નુકસાન ભોગવ્યું છે. અમિતાભ બચ્ચને જ્યારે આ ઘટના અંગે દુઃખી ચેહરા સાથે પ્રશ્ન કર્યો તો કારણ જાણતા જ સેટ પર તમામ લોકો હસવા લાગ્યા હતા.
- વાસ્તવમાં 7 કરોડના નુકસાન પાછળનું કારણ એ હતું કે, સંદિપને સપનામાં 20 વાર અમિતાભ બચ્ચને 7 કરોડ રૂપિયાનો ચેક આપતા જોવા મળ્યા. પરંતુ સંદિપ પોતાનો ચેક લે તે પહેલા જ તેને કોઈને કોઈ ઉઠાડી દેતું હતું.
- સંદિપનું આટલું કહેવું જ હતુંને બિગ બી પણ ખડખડાટ હસવા લાગ્યા હતા. પછી બિગ બીએ સંદિપને શુભકામનાઓ આપી અને રમવાનું શરૂ કર્યો છે.

જે ટીવીએ બનાવ્યા સ્ટાર, છોડતાં જ કરિયર થઈ બરબાદ, 'પ્રેરણા'થી લઈ રાજીવ ખંડેલવાલ સુધીના સ્ટાર્સની કહાની

X
Sandeep Savaliya grew up in  Kansari Of Gujarat, He always wanted to be a graphic designer
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App