Home » Bollywood » TV » Latest Masala » KBC Season 10 Getting Talented & Interesting People On Hot Seat

KBC 10: લારી ચલાવીને દીકરીને બનાવી ટીચર, ભાવુક અમિતાભે પિતાને કરી સલામ

Divyabhaskar.com | Updated - Sep 05, 2018, 11:28 AM

શોમાં ત્રીજા દિવસેના રોજ હોટ સીટ પર એક એવી સ્પર્ધક જોવા મળશે જેના સંઘર્ષની કહાણી સાંભળી કોઈપણ વ્યક્તિ ભાવુક થઈ જશે.

  • KBC Season 10 Getting Talented & Interesting People On Hot Seat

    મુંબઈઃ ‘કૌન બનેગા કરોડપતિ’ના 10મી સીઝનનો પ્રારંભ 3 સપ્ટેમ્બરથી થઈ ચૂક્યો છે. દરવખતની જેમ આ વખતે પણ નવા સ્પર્ધકો રસપ્રદ અને પ્રેરણાદાયી કિસ્સાઓ સાથે આવી રહ્યાં છે. શોમાં ત્રીજા દિવસે (5 સપ્ટેમ્બર)ના રોજ હોટ સીટ પર એક એવી સ્પર્ધક જોવા મળશે જેના સંઘર્ષની કહાણી સાંભળી કોઈપણ વ્યક્તિ ભાવુક થઈ શકે છે. શોના હોસ્ટ અમિતાભ બચ્ચન પણ ગરીબ પિતાના સંઘર્ષની કહાણી સાંભળી ભાવુક થઈ ગયા અને વિનમ્રતા સાથે સ્પર્ધકના પિતાને સલામ કરી હતી.

    સંઘર્ષપૂર્ણ જીવન છતાં દીકરીને ભણાવવાનું ચૂક્યા નહીં


    - ચેનલે કેબીસી-10નો એક નવો પ્રોમો જાહેર કર્યો છે, જેમાં ત્રીજા સ્પર્ધકની કહાણી જોવા મળી રહી છે. તેના પ્રારંભમાં અમિતભા બચ્ચનનો અવાજ સાંભળવા મળે છે.
    - અમિતાભ કહી રહ્યાં હોય છે કે,"ગાંધીજીએ કહ્યું હતું કે, જો તમે એક પુરુષને શિક્ષિત કરશો તો એક વ્યક્તિ શિક્ષિત થશે, જો તમે એક દીકરીને શિક્ષિત કરશે તો સંપૂર્ણ પરિવાર શિક્ષિત હશે. આવી જ છે અમારા નવા સ્પર્ધકની કહાણી."
    - હૉટ સીટ પર અમિતાભ સ્પર્ધકનું સ્વાગત કરે છે અને પછી સામે આવે છે તેના સંઘર્ષની કહાણી. તે જણાવે છે કે,"એક સમયે અમારા ઘરની સ્થિતિ એવી હતી કે ઘરમાં ખાવા માટે રોટલી સુદ્ધા નહોતી રહેતી. જે પછી પિતાએ લારી ચલાવવાનો નિર્ણય કર્યો."
    - સ્પર્ધકના પિતા જણાવે છે કે,"મને ભણવાનો ઘણો શોખ હતો, પરંતુ મારી સ્થિતિ એવી હતી કે અભ્યાસ પૂર્ણ કરી શક્યો નહીં. આ કારણે ગમે તેમ જીદ કરીને પણ દીકરીને ભણાવી. કહ્યું, તારે જેટલું ભણવું હોય તેટલું ભણ."
    - ગરીબ પિતાના સંઘર્ષના પરિણામ સ્વરૂપે દીકરી ફિઝિકલ એજ્યુકેશનની ટીચર છે. તેણે ફિઝિકલ એજ્યુકેશનમાં પોતાની પીએચડી પણ પૂર્ણ કરી છે. આ સાથે તે પોતે જીમનાસ્ટ છે.

    પિતાના સંઘર્ષની કહાણી સાંભળી પ્રભાવિત થયા અમિતાભ બચ્ચન


    - સ્પર્ધકના મોઢેથી સંપૂર્ણ કહાણી સાંભળ્યા બાદ અમિતાભ બચ્ચન વચ્ચે જ સ્પર્ધકના પિતાને કહે છે કે,"બાબુજી તમને પ્રણામ કરું છું, તમે દેશ માટે મોટું ઉદાહરણ છો, આ જે વિચાર છે તેને સંપૂર્ણ દેશમાં ફેલાવવાની જરૂર છે. આ વિચાર વધુ મજબૂત થવો જોઈએ. તમારી દીકરી પોતે જ જિમનાસ્ટિક પણ કરે છે, આ દેશ માટે ઉપલબ્ધિ છે."
    - અમિતાભે સ્પર્ધકને જણાવ્યું હતું કે,"તમે અમારા શોની ટેગલાઈનને સાબિત કરી દેખાડી. ક્યાં સુધી રોકશો."
    - આ અગાઉ શોની પ્રથમ સ્પર્ધક સોનિયા યાદવની કહાણી પણ રસપ્રદ રહી હતી. જે આર્મી બેકગ્રાઉન્ડથી આવે છે.

    ‘આ દુનિયામાં માણસોને કોઇ ગ્રહ નડતા નથી, માણસને માણસ જ નડે છે’, આવા છે ગુજરાતી ‘નટસમ્રાટ’ના દમદાર ડાયલૉગ

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ