KBC 10: ઘર બેઠા જવાબ આપવા રહો તૈયાર, મફતમાં આમ જીતો 14 લાખની કાર

Kaun Banega Crorepati Platform To Meet Amitabh & Chasing Your Dream

divyabhaskar.com

Sep 07, 2018, 05:34 PM IST

મુંબઈઃ ભારતીય ટીવી વર્લ્ડના સૌથી લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ સફળતા પૂર્વક 10મી સીઝન સુધી પહોંચી ગયો છે. આ શોમાં હૉટ સીટ સુધી પહોંચવા લાખો લોકો પ્રયાસ કરતા હોય છે, જેથી એકવાર અમિતાભ બચ્ચનની સામે બેસવા અને પોતાના ભાગ્ય બદલવાની તક મળી જાય. જોકે ચિંતા ના કરો કારણ કે આ વખતે પણ કેબીસી 10 ઘર બેઠા ઈનામ જીતવાની તક તમને આપી રહ્યું છે. જેની માટે તમારી SonyLIV એપ ડાઉનલોડ કરવી પડશે.

રિયલ ટાઈમમાં આપવો પડશે જવાબ


- જ્યારે સ્પર્ધક શો દરમિયાન હૉટ સીટ પર બેસી બિગબીના સવાલોનો સામનો કરી રહ્યો હશે ત્યારે જ તમારે પણ જવાબ આપવાનો રહેશે. ઘર બેઠા આ શોમાં ભાગ લઈ રહેલા લોકોને લાઈફલાઈન પણ મળશે.
- આ શોમાં જીતવા પર તમને રોકડ રકમ તો નહીં પરંતુ કિંમતી પ્રાઈઝ ચોક્કસ મળશે. જો તમે લીડર બોર્ડ પર ટૉચના સ્થાને રહ્યાં તો તમને મહિન્દ્રાની ન્યૂ લોન્ચિંગ કાર મોરેજ્જો જીતવાની તક મળશે.
- 6 જૂનથી કેબીસી-10 માટે મેસેજ, ફોન, કોલ, કેબીસી એપ તથા ઓનલાઈન માધ્યમથી રજીસ્ટ્રેશનનો પ્રારંભ થઈ ગયો હતો. આ સીઝનનો પ્રારંભ 3 સપ્ટેમ્બરથી થઈ ચૂક્યો છે.
- જે લોકો ટીવી પર આ શો નથી માણી શકતા તેમને મોબાઈલ અને કોમ્પ્યૂટર થકી શોનો લાભ લેવાની તક મળે છે, જે માટે SonyLiv તથા જીયો ટીવી એપ ડાઉનલોડ કરવાની રહેશે.

શાહિદ કપૂરે લાડકા દીકરાના નામનો કર્યો ખુલાસો, શાનદાર છે અર્થ અને ખૂબીઓ

X
Kaun Banega Crorepati Platform To Meet Amitabh & Chasing Your Dream
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી