• Home
  • Bollywood
  • TV
  • Kapil Sharma Will Be First Indian Celeb To Share Wedding Video Live On Youtube

અંબાણીથી લઈ દીપિકા-પ્રિયંકા સુધી કોઈને નથી કર્યું આવું, કપિલ શર્માએ કર્યું પોતાના લગ્નમાં આ કામ

180 કરોડનો માલિક છે કપિલ શર્મા, જલંધરમાં ફરશે ગિન્ની ચતરથ સાથે ફેરા

divyabhaskar.com | Updated - Dec 12, 2018, 05:23 PM
Kapil Sharma Will Be First Indian Celeb To Share Wedding Video Live On Youtube

મુંબઈઃ કોમેડિયન કપિલ શર્મા આજે પોતાની ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. બંનેના લગ્ન જાલંધરમાં થશે. ગિન્ની જાલંધરમાં રહે છે અને કપિલનું ઘર અમૃતસરમાં છે. કપિલના લગ્નમાં મિત્રો સાથે ઘણા સેલેબ્સ સામેલ થવા જઈ રહ્યાં છે. જોકે આ ઉપરાંત સંપૂર્ણ દેશ આ લગ્નમાં સામેલ થઈ શકે છે. વાસ્તવમાં કપિલના લગ્નને યુટ્યૂબ પર દેખાડવામાં આવશે. આ પ્રથમ ઘટના છે જ્યારે કોઈ સેલિબ્રિટિ પોતાના લગ્ન યુટ્યૂબ પર દેખાડવાનો છે. ઈશા અંબાણી, પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણે પોતાના લગ્નને સિક્રેટ રાખ્યા હતા.

કપિલના મિત્રોએ બનાવ્યો વીડિયો...


- કપિલના યુ-ટ્યૂબ ચેનલથી બે વીડિયો જાહેર કરવામાં આવ્યા છે. પ્રથમ વીડિયોમાં કપિલની મિત્ર જોરા રંધાવા લગ્નના લાઈવ વીડિયોની જાણકારી આપી જ્યારે બીજામાં કપિલના મિત્રો રાજીવ અને ચંદન લગ્નનું આમંત્રણ આપી રહ્યાં છે. બંનેએ જણાવ્યું પણ હતું કે તમે કઈ રીતે લગ્નનો વીડિયો જોઈ શકો છો.
- કપિલના મિત્રોએ જણાવ્યું હતું કે, 12 ડિસેમ્બરના રોજ થનારા આ લગ્નને બધા કપિલ શર્માના યુટ્યૂબ ચેનલ Kapil Sharma K9 પર જોઈ શકો છો.
- તેમણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની પણ અપીલ કરી હતી. કપિલના મિત્રોએ એ નહોતું જણાવ્યું કે, કપિલના લગ્નને લાઈવ દેખાડશે કે તેનો વીડિયો પોસ્ટ કરશે. હાલ ચેનલના 114k સબસ્ક્રાઈબર્સ છે.

કપિલના લગ્નના કાર્યક્રમ


- રિપોર્ટ્સ અનુસાર કપિલ અને ગિન્નીના લગ્ન બે વિધિથી થશે. 12 ડિસેમ્બરના રોજ જાલંધરમાં હિંદુ પરંપરા અનુસાર અને 13 ડિસેમ્બરના રોજ શિખ પરંપરા અનુસાર લગ્ન થશે, જોકે કપિલ કે ગિન્નીના પરિવાર તરફથી આ બાબતે કોઈ વાત કરવામાં આવી નથી.

180 કરોડની સંપત્તિનો માલિક છે કપિલ શર્મા


- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપિલ શર્મા 180 કરોડની સંપત્તિનો માલિક છે, તે પોતાના શો માચે એક દિવસના 75-80 લાખ રૂપિયા ચાર્જ કરી ચૂક્યો છે. જો શો વિદેશમાં હોય છે તો કપિલની ફી વધી જાય છે. 2016માં કપિલ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, તેણે 15 કરોડ રૂપિયા ટેક્સ તરીકે પે કર્યા હતા. અમુક રિપોર્ટ્સ અનુસાર તે 20 કરોડ રૂપિયા સુધીનો ટેક્સ ભરી ચૂક્યો છે.

પતિ સાથે ભારતી સિંહે તો બહેન સાથે કૃષ્ણા અભિષેકે એન્જોય કરી સંગીત સેરેમની, પોતાના સંગીતમાં ડાન્સ કરતો જોવા મળ્યો કપિલ શર્મા, સેરેમનીની Inside Pics

X
Kapil Sharma Will Be First Indian Celeb To Share Wedding Video Live On Youtube
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App