Divya Bhaskar

Home » Bollywood » TV » Latest Masala » kapil sharma said, he will come back soon with the kapil sharma show season 2

અંતે, કપિલ શર્માએ તોડી ચૂપ્પી, ખરાબ તબિયતથી લઈને ટીવી પર ક્યારે પાછો આવશે, તે અંગે કરી વાત

Divyabhaskar.com | Updated - Aug 24, 2018, 05:54 PM

હાલમાં divyabhaskar.comએ કપિલ શર્મા સાથે વાત કરી હતી અને તેણે કહ્યું હતું કે તે ટૂંક સમયમાં જ ટીવી પર પરત ફરવાનો છે.

  • kapil sharma said, he will come back soon with the kapil sharma show season 2

    મુંબઈઃ કોમેડી કિંગ કપિલ શર્મા છેલ્લાં ઘણાં સમયથી ગાયબ છે. કપિલ શર્મા ડિપ્રેશનથી પીડાય છે અને તેને માનિસક બીમારી હોવાનું પણ કહેવામાં આવે છે. કપિલ શર્મા માટે છેલ્લો થોડો સમય ઘણો જ ખરાબ પસાર થયો છે. કો-સ્ટાર્સ સાથે ઝઘડા, શો બંધ થવો અને ખરાબ તબિયત વગેરે બાબતોને કારણે કપિલ શર્મા વિવાદોમાં રહ્યો છે.


    થોડાં સમય પહેલાં જ કપિલ શર્મા મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. ત્યારે તેણે ઘણી જ સહજતાથી ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતાં. જોકે, આ સમયે કપિલ શર્મા ઓળખાય તેવો નહોતો. તેની આંખ નીચે ડાર્ક સર્કલ તથા તેનું વજન ઘણું જ વધી ગયું હતું. હવે, કપિલ શર્મા કમબેક કરવાનો છે. હાલમાં divyabhaskar.comએ કપિલ શર્મા સાથે વાત કરી હતી અને તેણે કહ્યું હતું કે તે ટૂંક સમયમાં જ ટીવી પર પરત ફરવાનો છે.


    પ્રોડ્યુસર તરીકે કમબેકઃ
    કપિલ શર્મા પંજાબી ફિલ્મ 'સન ઓફ મનજીત'ને પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ ફિલ્મ ઓક્ટોબરમાં રીલિઝ થવાની છે. આ ફિલ્મમાં મનજીત સિંહ તથા તેના દીકરાની વાત છે. કપિલે કહ્યું હતું, ''આ ફિલ્મ મારા દિલની ઘણી જ નકિટ છે અને મેં દિલથી આ ફિલ્મ બનાવી છે. મને આશા છે કે દર્શકો તરફથી આ ફિલ્મને સારો પ્રતિસાદ મળશે.''


    ટીવી પર પાછો આવીશઃ
    કપિલે આગળ કહ્યું હતું, ''ટીવી પર બહુ જ જલ્દી પરત આવીશ. હાલમાં તો કંઈ જ નક્કી થયું નથી. જોકે, હું ચાહકોને એ વાતનું આશ્વાસન આપું છું કે હું 'ધ કપિલ શર્મા શો'ની બીજી સિઝન લઈને આવીશ. આ શો હજી પણ દર્શકોને ગમે છે. જોકે, આ શોને લઈને હજી પ્રાથમિક કામકાજ જ ચાલે છે.''


    ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ?
    ''ડિજિટલ જ હવે મહત્વનું હશે પરંતુ હું આમાં આવીશ કે નહીં તે આ તબક્કે કહેવું વહેલું છે.''


    તબિયત સુધારા પરઃ
    કપિલ શર્માએ પોતાની તબિયતને લઈને કહ્યું હતું, ''હા, મારી તબિયત ઘણી જ ખરાબ થઈ ગઈ હતી પરંતુ હવે સારી થઈ રહી છે. હું પરિવાર સાથે એટલે જ વેકેશન મનાવવા ગયો હતો. જેને કારણે મારી હેલ્થ સારી થઈ રહી છે. હવે હું મારી તબિયતનું ગંભીરતાથી ધ્યાન રાખી રહ્યો છું. જોકે, હજી મને સંપૂર્ણ ઠીક થતાં થોડો સમય લાગશે. હું દિવસે દિવસે સાજો થઈ રહ્યો છું.


    અમૃતસરમાં સેલિબ્રેટ કરીશ રક્ષાબંધનઃ
    ''આ વર્ષે હું રક્ષાબંધન મારી બહેન પૂજા દેવગણ સાથે અમૃતસરમાં સેલિબ્રેટ કરીશ. હું 24મીએ જ અમૃતસર આવ્યો છે. પરિવાર સાથે સમય પસાર કરવાની અલગ જ મજા છે.

    દિવસે દિવસે બદતર થઈ રહી છે કપિલ શર્માની હાલત, 'નાની'ના ચોંકાવનારા ખુલાસા

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending