મજબૂરીને કારણે કટ્ટર હરીફ સાથે કામ કરવા તૈયાર થયો કપિલ શર્મા, ટૂંકસમયમાં કરશે ટીવી પર કમબેક

Bharti Singh & Krushna Abhishek Were Signed Show Before Kapil Sharma

divyabhaskar.com

Aug 31, 2018, 04:54 PM IST

મુંબઈઃ કપિલ શર્મા છેલ્લા અમુક દિવસોથી તેના નવા લુક સાથેની તસવીરોને કારણે ચર્ચામાં છે. તેનું વજન અગાઉ કરતા વધી ગયું છે જોકે તાજેતરમાં તે બિચ પર રનિંગ કરતો જોવા મળ્યો હતો, કપિલ પોતાના કમબેક પહેલા વજન ઘટાડવા અંગે ફોક્સ કરી રહ્યો છે. એક અહેવાલ અનુસાર દિવાળી સુધીમાં શો ઓન એર થઈ જશે અને તેની સાથે એક સરપ્રાઈઝ પણ રહેશે. ટાઈમ્સની રિપોર્ટ અનુસાર કપિલના કમબેક શોમાં કૃષ્ણા અભિષેક પણ જોવા મળશે. અગાઉ બંને વચ્ચે મતભેદ હતો અને કોલ્ડવોરની સ્થિતિ ઘણા સમય સુધી જોવા મળી હતી. એવામાં કૃષ્ણા અભિષેક અને કપિલ શર્માએ સાથે શો કરવા માટે હા કહ્યું તે ચોંકાવનારી બાબત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઘણા વિવાદ અને નવા શો વહેલી તકે બંધ થયા બાદ ફરી પોતાના કરિયરને ટ્રેક પર લાવવા માટે કપિલ શર્માએ મજબૂરીમાં પોતાના કટ્ટર હરીફ એવા કૃષ્ણા સાથે કામ કરવાની હાં પાડી છે.

કૃષ્ણા અભિષેક અને ભારતીને પહેલા જ સાઈન કરી લેવામાં આવ્યા


- સૂત્રોના જણાવ્યાં અનુસાર, નવા શો માટે કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહને પહેલા જ સાઈન કરી લેવામાં આવ્યા હતા. હવે કપિલ શર્માને પણ શોમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
- ત્રણેય મળીને શો પર આવનારા સેલિબ્રિટીઝને સવાલ કરશે. ઉલ્લેખનીય છે કે, આ ત્રણેય અગાઉ ‘કોમેડી સર્કસ’માં કામ કરતા જોવા મળ્યા હતા.
- તાજેતરમાં જ divyabhaskar.com સાથેની વાતચીતમાં કપિલે જણાવ્યું હતું કે,"ફેન્સને વચન આપું છું કે હું ટીવી પર ટૂંકસમયમાં કમબેક કરીશ. હું ‘ધ કપિલ શર્મા શો’નું નવું સીઝન લઈને આવીશ. આ શો આજેપણ લોકો માટે ફ્રેશ છે."
- "જોકે આ શોનું પ્લાનિંગ હાલ પ્રારંભિક તબક્કામાં છે. પરંતુ આ શોને ફરી લઈને આવીશ."

TV સીરિયલમાં ભાભી બનેલી એક્ટ્રેસને જ રામ કપૂરે કર્યું હતું પ્રપોઝ, રસપ્રદ છે Love Story

X
Bharti Singh & Krushna Abhishek Were Signed Show Before Kapil Sharma
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી