• Home
  • Bollywood
  • TV
  • producer Asit Modi has decided to replace her and the search for the new Dayaben has already begun.

ગોસિપ / 'દયાભાભી'ના રિપ્લેસમેન્ટ અંગે જાહેરમાં બોલવાને કારણે અસિત મોદીથી નારાજ છે દિશા વાકાણી?

ફાઈલ તસવીરઃ અસિત મોદી, દિશા વાકાણી
ફાઈલ તસવીરઃ અસિત મોદી, દિશા વાકાણી

divyabhaskar.com

Apr 03, 2019, 04:41 PM IST

કિરણ જૈન, મુંબઈઃ ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાભાભીનો રોલ કરતી દિશા વાકાણી શોમાં પરત આવશે કે નહીં તેને લઈ દર્શકો સવાલ કરી રહ્યાં છે. સપ્ટેમ્બર, 2017થી દિશા વાકાણી મેટરનિટી લીવ પર છે અને તે ક્યારે પાછી આવશે તે નક્કી નથી. બીજી બાજુ સીરિયલના પ્રોડ્યુસર અસિત મોદીએ દયાભાભીના રોલ માટે નવા કલાકારની શોધ શરૂ કરી દીધી છે અને ઓડિશન પણ શરૂ થઈ ગયા છે. અસિત મોદીએ જાહેરમાં રિપ્લેસમેન્ટની વાત કરી તે વાતથી દિશા વાકાણી નારાજ છે.

દિશાએ નથી આપ્યો કોઈ જવાબઃ
પ્રોડ્યુસરના નિકટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ''દિશા વાકાણીને એક મહિનાનું અલ્ટીમેટમ આપ્યું હોવા છતાંય એક્ટ્રેસે કોઈ પણ જવાબ આપ્યો નથી. આથી જ હવે સીરિયલના મેકર્સ તથા પ્રોડ્યુસર્સે નવા દયાભાભી લાવવાનો નિર્ણય કર્યો છે. જોકે, આ ઘણી જ અઘરી પ્રક્રિયા છે કારણ કે દિશા વાકાણીનો આગવો ચાહક વર્ગ છે અને દર્શકોના મનમાં દિશાની અલગ જ છાપ છે. મેકર્સે નક્કી કર્યું છે કે તેઓ થિયેટર આર્ટિસ્ટને જ દયાભાભીના પાત્રમાં લેશે. જોકે, હજી તો આ શરૂઆત છે. જો દિશા વાકાણી પાછા ફરવાનું નક્કી કરે તો અસિત મોદી હજી પણ તેને તક આપવા માટે તૈયાર છે. આમ પણ છેલ્લાં 10 વર્ષથી દિશા વાકાણીએ આ પાત્ર સફળતાપૂર્વક ભજવ્યું છે.''

પ્રોડ્યુસરથી નારાજ છે દિશા વાકાણીઃ
દિશા વાકાણી એ વાતથી નારાજ છે કે અસિત મોદીએ તેના અંગે જાહેરમાં જે વાત કરી અને તેના કારણે દર્શકોના મનમાં નેગેટિવ છાપ પડી છે. એક્ટ્રેસના નિકટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રોડ્યુસરની વાતોથી દિશાને અનપ્રોફેશનલ ગણવા લાગ્યા છે, કેટલાંક સમાચારોમાં ત્યાં સુધી કહેવામાં આવ્યું કે તેની પ્રોફેશનલ લાઈફમાં તેના પતિ મયુરનો કંટ્રોલ છે. દિશાની ઈચ્છા હતી કે આ આખો મુદ્દો જાહેરમાં ના ચર્ચાય અને તેમની બે વચ્ચે જ રહે પરંતુ આ આખો મુદ્દો જાહેરમાં ચર્ચાઈ ગયો છે અને તે તમામને સીરિયલમાં પરત ક્યારે આવશે, તેના જવાબ આપી-આપીને થાકી ગઈ છે. divyabhaskar.comએ દિશા વાકાણી સાથે આ મુદ્દે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો.

સીરિયલમાં પરત ફરવા માટે મૂકી હતી આકરી શરતોઃ
મેટરનિટી લિવ પહેલાં દિશા વાકાણી એક એપિસોડ દીઠ 1.25 લાખ રૂપિયા ફી લેતી હતી. જોકે, વર્ષ બાદ દિશાએ 20 ટકાનો વધારો માંગ્યો હતો. એટલે કે દિશા વાકાણીએ એક એપિસોડ દીઠ 1.50 લાખ રૂપિયા માંગ્યા હતાં. ત્યારબાદ તે છ વાગ્યા પછી સેટ પર રોકાશે નહીં. તે માત્ર સવારના 11થી સાંજના છ સુધી જ શૂટિંગ કરશે. શરૂઆતના મહિનાઓમાં તે ક્યારેય નાઈટ શિફ્ટ્સ કરશે નહીં. જો બહુ જ જરૂરી હોય તો તેને 2 દિવસ પહેલાં જાણ કરવાની રહેશે કે આ દિવસે નાઈટ શિફ્ટ કરવાની છે. દિશાની છેલ્લી શરત એ હતી કે તે મહિનામાં માત્ર 15 દિવસ જ કામ કરશે. જ્યારે સીરિયલના અન્ય કલાકારો મહિનાના 22-25 દિવસ સુધી કામ કરતા હોય છે. નવાઈની વાત એ છે કે દિશા વાકાણીની આ તમામ શરતો ચેનલે સ્વીકારી લીધી છે.

X
ફાઈલ તસવીરઃ અસિત મોદી, દિશા વાકાણીફાઈલ તસવીરઃ અસિત મોદી, દિશા વાકાણી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી