Home » Bollywood » TV » Latest Masala » KBC season 10, amitabh bachchan chared 3 cr and marketing expenss is 7-6 cr

અમિતાભ બચ્ચનના KBC 10ની ખાસ વાતો, માર્કેટિંગથી લઈ બિગ બીની ફી સુધીની તમામ વાતો

Divyabhaskar.com | Updated - Aug 30, 2018, 01:43 PM

આ વખતે 'કૌન બનેગા કરોડપતિ' શો કેવો હશે?, સિઝન 10ની રસપ્રદ વાતો

  • KBC season 10, amitabh bachchan chared 3 cr and marketing expenss is 7-6 cr

    મુંબઈઃ લોકપ્રિય રિયાલિટી શો 'કૌન બનેગા કરોડપતિ'ની 10મી સિઝન ત્રણ સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. અમિતાભ બચ્ચન જ આ શોને હોસ્ટ કરવાના છે. દર વખતની જેમ આ સિઝનમાં પણ થોડા ફેરફાર કરવામાં આવ્યા છે.

    1. સોમવારથી શુક્રવાર રાતના 9 વાગે 'કેબીસી' આવશે. આ વખતે શો કુલ 60 એપિસોડ છે. ગઈ વખતે 52 હતાં.

    2. ગઈ વખતે ટેગલાઈન હતી, 'ધ ફાઈડેઝઃ નઈ ચાહ નઈ રાહ' હતી. જ્યારે આ વખતની ટેગલાઈન છે, 'ઑર્ગયુમેન્ટેડ રિયાલિટી' છે.

    3. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ વખતે 'કેબીસી'ના માર્કેટિંગ પાછળ સાતથી આઠ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

    4. આ વર્ષે 15 દિવસની અંદર જ 'કેબીસી'ને 3.1 કરોડ કરતાં વધુ રજિસ્ટ્રેશન મળ્યાં હતાં.

    5. રવિવાર 2 સપ્ટેમ્બરના રોજ આ શોનો સ્પેશ્યિલ 'કર્ટન રેઝર' એપિસોડ ટેલિકાસ્ટ થશે.

    6. સ્પર્ધકને 50-50, ઓડિયન્સ પોલ, જોડીદાર જેવી લાઈફ લાઈન મળશે.

    7. આ વખતે 'આસ્ક ધ એક્સપર્ટ' લાઈફલાઈન પરત આવશે. જેમાં વીડિયો કોલિંગથી એક્સપર્ટની મદદ લઈ શકાશે.

    8. 'કેબીસી 10'ના ફોર્મેટમાં પહેલી જ વાર ઓડિયો-વિઝ્યુઅલ સવાલ સામેલ કરવામાં આવશે, જેમાં સ્પોર્ટ્સથી લઈ પોલિટિક્સ સુધીના સવાલો હશે.

    9. દર શુક્રવારે 'કેબીસી કરમવીર' સ્પેશ્યિલ એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવશે. જેમાં સમાજમાં હકારાત્મક ફેરફાર લાવનારી હસ્તીઓને બોલાવવામાં આવશે.

    10. આ વખતે શોમાં હિંદી ભાષાને પ્રમોટ કરવામાં આવશે. અમિતાભ બચ્ચને પોતાના એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે આ શોની ભાષા હિંદી રહેશે.

    11. 'કેબીસી'માં આ વખતે અમિતાભ બચ્ચન એપિસોડ દીઠ 3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

    કોઈએ તિરંગાની બનાવી બિકીની તો કોઈએ શાલ, અમિતાભ-SRKથી સચિન સુધીના સેલેબ્સ કરી ચૂક્યા છે ભારતીય ધ્વજનું અપમાન

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ