તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટીવી એક્ટ્રેસ જસવીર કૌરે બીજા લગ્નના બે વર્ષ બાદ આપ્યો દીકરીને જન્મ, Sasural Simar Ka Fame Tv Actress Jaswir Delievered A Baby Girl

ટીવી એક્ટ્રેસ જસવીર કૌરે બીજા લગ્નના બે વર્ષ બાદ આપ્યો દીકરીને જન્મ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ટીવી સીરિયલ 'સસુરાલ સિમર કા'ની એક્ટ્રેસ જસવીર કૌરે 26 જૂન(મંગળવાર)ના રોજ દીકરીને જન્મ આપ્યો છે. જસવીરે અઝીઝ નામના વ્યક્તિ સાથે 2006માં પહેલાં લગ્ન કર્યાં હતાં. જોકે, બે વર્ષ બાદ ડિવોર્સ થઈ ગયા હતાં. ત્યારબાદ જસવીરે બિઝનેસમેન વિશાલ મદલાની સાથે બીજા લગ્ન કર્યાં હતાં.


જીમમાં થઈ હતી પહેલીવાર મુલાકાતઃ
જસવીર તથા વિશાલ મદલાનીની પહેલી મુલાકાત જીમમાં થઈ હતી. બંનેના જીમ ઈન્સ્ટ્રક્ટર એક જ હતાં અને તે રીતે બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. જે સમય જતા પ્રેમમાં પરિણમી હતી. બે વર્ષના ડેટિંગ બાદ જસવીર તથા વિશાલે 2016માં 28 ફેબ્રુઆરીએ લગ્ન કર્યાં હતાં.


'મોહબ્બતે'માં હતી બેકગ્રાઉન્ડર ડાન્સરઃ
જસવીરે 'હિટલર દીદી'માં લિડ કેરેક્ટર ઈંદુ ઉર્ફે ઈંદિરા શર્મા(રતિ પાંડે)ની ભાભી સવિતા શર્માનો રોલ પ્લે કર્યો હતો. આ સિવાય 'ઘર કી લક્ષ્મી બેટિયા', 'જયવીરૂ', 'કૃષ્ણ કન્હૈયા' અને 'ઈશ્કા કા રંગ સફેદ' જેવા ઘણાં શોમાં જોવા મળી છે. આટલું જ નહીં જસવીર શાહરૂખ-અમિતાભ-એશની ફિલ્મ 'મહોબ્બતે'માં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે જોવા મળી હતી.

 

Exclusive: આ વ્યક્તિ દિલીપ જોષીને બનાવે છે જેઠાલાલ, દર મહિને કેટલીવાર બદલે મૂંછો?