Home » Bollywood » TV » Latest Masala » tarak mehta fame dr hathi dead body has been kept at bharatratna indira gandhi hospital

'તારક મહેતા..' ફૅમ ડૉ. હાથીના અંતિમ સંસ્કાર 10 જુલાઈએ, મુંબઈની ભારતરત્ન હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે પાર્થિવ દેહ

Divyabhaskar.com | Updated - Jul 09, 2018, 05:20 PM

'તારક મહેતા' ફૅમ ડૉ. હાથી એટલે કે કવિ કુમાર આઝાદનું નવ જુલાઈના રોજ સવારે કાર્ડિયેક એરેસ્ટને કારણે નિધન થયું હતું.

  • tarak mehta fame dr hathi dead body has been kept at bharatratna indira gandhi hospital
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ 'તારક મહેતા' ફૅમ ડૉ. હાથી એટલે કે કવિ કુમાર આઝાદનું નવ જુલાઈના રોજ સવારે કાર્ડિયેક એરેસ્ટને કારણે નિધન થયું હતું. તેમને મુંબઈના મીરા રોડ પર આવેલી વોકહાર્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. જ્યા ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યાં હતાં. ડૉ. હાથીના પાર્થિવ દેહને મીરા રોડ પર આવેલી બીએમસીની ભારતરત્ન ઈન્દિરા ગાંધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. તેમના પેરેન્ટ્સ બહારગામથી આવ્યા બાદ 10 જુલાઈના રોજ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.


    સાત જુલાઈએ કર્યું હતું શૂટિંગઃ
    ડૉ. હાથીએ સાત જુલાઈના રોજ 'તારક મહેતા..'નું શૂટિંગ કર્યું હતું.


    વૈષ્ણવદેવી મંદિરે જવાની પાડી હતી નાઃ
    થોડાં સમય પહેલાં જ સીરિયલના મેકર્સે સ્પેશ્યિલ એપિસોડ વૈષ્ણવદેવીમાં શૂટ કરવાનું નક્કી કર્યું હતું અને તેને લઈને મિટિંગ પણ રાખી હતી. જોકે, ડૉ. હાથીએ અસિત મોદીને વૈષ્ણવદેવી મંદિરે જવાની ના પાડી હતી. ના પાડવાનું મુખ્ય કારણ તેમનું વજન વધારે હોવાથી તેઓ ત્યાં જવા માંગતા નહોતાં. નવાઈની વા એ છે કે તેમણે હાલમાં ચાલતા બેન્ક ટ્રેકના તમામ શોટ્સનું શૂટિંગ પૂર્ણ કરી દીધું છે.


    તમામને ખબર હતી કરે છે ડ્રિંકઃ
    સીરિયલના કલાકારો તથા ક્રૂ મેમ્બર્સને ડૉ. હાથીની ડ્રિંકિંગની ટેવ અંગેની પૂરી માહિતી હતી. જોકે, અસિત મોદીએ ડૉ. હાથીને સ્પષ્ટ કહ્યુ હતુ કે તે સેટ પર ડ્રિંક ના કરે. આથી જ ડૉ. હાથી ગોરેગાંવ, ફિલ્મસિટીની બહાર ડ્રિંક કરતા હતાં અને તેમણે એકવાર અસિત મોદીને કહ્યું પણ હતું, ''જો જિંદગી જી રહા હૂ વો એક બોનસ મૈં જી રહા હૂ બસ ખુશી સે...''

    'તારક મહેતા' ફૅમ ડૉ. હાથીનું હાર્ટ-અટેકથી નિધન, પ્રોડ્યુસર સાથે સવારે કરી'તી વાત

  • tarak mehta fame dr hathi dead body has been kept at bharatratna indira gandhi hospital
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    તબિયત ખરાબ થતા ડૉ.હાથીને વોકહાર્ટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં.
  • tarak mehta fame dr hathi dead body has been kept at bharatratna indira gandhi hospital
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    હોસ્પિટલમાં ડોક્ટર્સે મૃત જાહેર કરતાં તેમના પાર્થિવ દેહને મીરા રોડ પર આવેલી ભારતરત્ન ઈન્દિરા ગાંધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે
  • tarak mehta fame dr hathi dead body has been kept at bharatratna indira gandhi hospital
    ડૉ.હાથીનો પાર્થિવ દેહ ભારતરત્ન ઈન્દિરા ગાંધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. 10 જુલાઈના રોજ સવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending