Indian Idol ઓડિશનનો હિસ્સો બનેલા વ્યક્તિએ બતાવી કાળી હકીકતઃ પાણી-શૌચાલયની વ્યવસ્થા વગર કલાકો સુધી રાખવામાં આવે છે ઉભા, રીટેકની ના પાડો તો મારતા થપ્પડ

નિશાંત કૌશિક નામના વ્યક્તિએ 'ઈન્ડિયન આઈડોલ'ની કાળી હકીકત રજૂ કરી છે.

divyabhaskar.com | Updated - Aug 24, 2018, 11:58 AM
nishant kaushik said about ugly side of reality show indian idol

મુંબઈઃ હાલમાં ટીવી પર 'ઈન્ડિયન આઈડોલ'ની દસમી સિઝન ચાલી રહી છે. આ વખતે નેહા કક્કર, વિશાલ દડલાની તથા અનુ મલિક છે. 'ઈન્ડિયન આઈડોલ'માંથી નેહા કક્કર, અરિજીત સિંહ બોલિવૂડને મળ્યા છે. હાલમાં જ ટ્વિટર પર નિશાંત કૌશિક નામના વ્યક્તિએ 'ઈન્ડિયન આઈડોલ'ની કાળી હકીકત રજૂ કરી છે. તેણે આ શોમાં સ્પર્ધકો સાથે કેવું વર્તન કરવામાં આવે છે, તેને લઈને ટ્વિટ્સ કરી હતી. હાલમાં નિશાંત કૌશિક મેલબોર્નમાં રહે છે.


2 કિમી લાંબી લાઈનઃ
નિશાંતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યું છે, ''2012 મે મહિનામાં હું એ જગ્યાએ પહોંચ્યો જ્યાં શો માટે ઓડિશન થતું હતું. અન્ય લોકોની જેમ જ હું પણ 2 કિમી લાંબી લાઈનમાં જઈને ઉભો રહી ગયો હતો. સવારના સાત વાગ્યા હતાં. જોકે, કેટલાંક લોકો સવારના પાંચથી લાઈન બનાવીને ઉભા રહી ગયા હતાં. આમાંથી કેટલાંક એવા લોકો પણ હતાં, જે રાતમાં જ કેમ્પ લગાવીને ત્યાં સૂઈ ગયા હતાં. જોકે, અત્યાર સુધી એમ કહેવામાં આવે છે કે પહેલાં આવો અને પહેલાં ઓડિશન આપો, તે વાત તદ્દન ખોટી છે. સવારથી લોકો ઉભા રહી જાય છે અને બપોરના એક વાગે દરવાજો ખોલવામાં આવે છે.''


ના શૌચાલય ના પાણીની વ્યવસ્થાઃ
વધુમાં નિશાંતે લખ્યું હતું, ''સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે ઓડિશન વેન્યૂ પર સ્પર્ધકો માટે ખાવા-પીવાની અને શૌચાલયની કોઈ સુવિધા નહોતી. મને ખબર નહોતી પડતી કે આટલું બધું સહન કર્યાં બાદ લોકોમાં ગીત ગાવાની એનર્જી કેવી રીતે આવે છે. કેટલાંક લોકોની મમ્મીઓ હિંમત બનીને તેમની સાથે ઉભી હતી. જ્યારે અમે ક્રૂ પાસે ભોજનની ડિમાન્ડ કરી તો તેમણે ગંદી ભાષામાં જવાબ આપતા કહ્યું કે બધું તમારા રિસ્ક પર કરો કારણ કે ઓડિશન ગમે ત્યારે શરૂ થઈ શકે છે. ત્યારબાદ અમે જવાબદાર નથી.''


થપ્પડ પણ મારી દેતાઃ
નિશાંતે આ શોને લઈને ચોંકવાનારો ખુલાસો કરતાં કહ્યું હતું, ''આટલું જ નહીં જો તમે ઓડિશન દરમિયાન રીટેક આપવાની ના પાડી દો તો ક્રૂ મેમ્બર તમને થપ્પડ પણ મારી દે છે અને આ સાથે જ ઓડિશનમાંથી બહાર કાઢવાની ધમકી આપવામાં આવે છે. રાતના આઠ વાગી ચૂક્યા હતાં પરંતુ અમારું કોઈ ઓડિશન લેવામાં આવ્યું નહોતું. ત્યાં હાજર રહેલાં તમામ લોકો હવે ધીરજ ગુમાવી બેઠા હતાં અને તેમણે ઓડિશન લેવાની ડિમાન્ડ કરી હતી. ત્યારબાદ અમને બાસ્કેટબોલ કોર્ટમાં લઈ જવામાં આવ્યા. અહીંયા અમને કહેવામાં આવ્યું કે તમારો અવાજ ચેક કરવા માટે તમારે We LOVE INDIAN IDOL! કહેવાનું છે. આટલા બધા નાટકથી ગુસ્સે થયેલા એક સ્પર્ધકે કહ્યું કે અમને બતાવો કે ઓડિશન કયા થઈ રહ્યાં છે અને ક્યાં છે છે જજ. સ્પર્ધકની આ વાત સાંભળીને એક ક્રૂ મેમ્બર ગુસ્સાથી લાલચોળ થઈ ગયો અને તેણે હજારો લોકોની સામે તેને જોરદાર તમાચો માર્યો હતો.''


દિવ્યાંગો સાથે પણ દૂર્વ્યવહારઃ
નિશાંત આગળે કહે છે, ''બહુ બધું જોયા બાદ અડધી રાત્રે અમારું ઓડિશન લેવામાં આવ્યું હતું. આ શોમાં દિવ્યાંગોની સાથે પણ સારો વ્યવહાર કરવામાં આવતો નથી.''


નિશાંતે 'ઈન્ડિયન આઈડોલ'ને લઈને કરી અનેક ટ્વિટ્સઃ

મિનિ માથુરે ટ્વિટને લઈને આપ્યો આ જવાબઃ

માત્ર 14 વર્ષની ઉંમરમાં 'આનંદી'એ કર્યો હતો પત્નીનો રોલ, ટીવી એક્ટ્રેસિસને લાંબી સીરિયલને કારણે નાની વયમાં કરવા પડે છે મોટી ઉંમરના રોલ

X
nishant kaushik said about ugly side of reality show indian idol
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App