Home » Bollywood » TV » Latest Masala » Hina Khan rocky jaiswal trolled for wearing shoes in front of ganesha idol

ચંપલ પહેરીને ભગવાન ગણેશની આગળ બોયફ્રેન્ડ સાથે ઉભી રહી હિના ખાન

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:18 PM

હિના-રોકીએ જૂતા પહેરીને ભગવાન ગણેશ સામે ઉભા થઇને તસવીર ક્લિક કરાવી

  • Hina Khan rocky jaiswal trolled for wearing shoes in front of ganesha idol

    મુંબઇ: ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં અક્ષરાના નામથી જાણીતી બનેલી હિના ખાન અવાર નવાર કોઇ ને કોઇ વિવાદમાં રહે છે. આ વખતે તેની એક તસવીરને લઇ વિવાદ થયો છે. તસવીરમાં હિના પોતાના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે નજરે પડી રહી છે. બન્નેએ જૂતા પહેરીને ભગવાન ગણેશ સામે ઉભા થઇને તસવીર ક્લિક કરાવી છે. હિનાની આ તસવીર જોઇ સોશિયલ મીડિયા યૂઝર્સ ભડકી ગયા છે. કેટલાકે હિન્દૂ ધર્મના ભગવાનનું સન્માન કરવા માટે હિનાને ખરી ખોટી સંભળાવી છે.

    સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ હિના ખાન

    અંકિતા ભારતી નામની ટ્વિટર યૂઝર્સે લખ્યુ- 'તમને બન્નેને શરમ આવે છે કે નહી, ભગવાન સામે જૂતા પહેરીને ઉભા છો. તમે બન્ને ઇજ્જતને લાયક નથી'. શિલ્પા નામની એક યૂઝરે લખ્યુ- 'તેને શું કોમોલિકા બનાવશો, આ તો પહેલાથી રિયલ કોમોલિકા છે. મહત્વપૂર્ણ છે કે ટીવી શો 'કસૌટી જિંદગી કી'માં નેગેટિવ કેરેક્ટરનું નામ કોમોલિકા હતું. હવે 'કસૌટી જિંદગી કી 2'માં આ રોલ નીભાવવા માટે હિના ખાનને લેવામાં આવી છે. કેટલાક દિવસ પહેલા શિલ્પા શિંદેએ પણ હિના ખાનને 'બિગ બોસ'ની કોમોલિકા ગણાવી હતી.

    રમઝાન પર પણ ટ્રોલ થઇ ચુકી છે હિના ખાન

    હિનાએ મે, 2018માં રમઝાન મહિનામાં પોતાનો એક હોટ વીડિયો શેર કર્યો હતો. હિનાનો વીડિયો જોયા બાદ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી. હિનાનો વીડિયો જોઇ એક યૂઝરે લખ્યુ હતું, 'રમઝાનના મહિનામાં આવી ડ્રેસ ના પહેરો.' એક યૂઝરે લખ્યુ, ' અરે હિના,આ ડાન્સ ના કરો, રમઝાન ચાલી રહ્યું છે' કેટલાકે કોમેન્ટ કરી હિનાને રમઝાન અને તેના મુસ્લિમ હોવાને લઇ સલાહ આપી હતી.

    9 વર્ષથી એક બીજાને ડેટ કરી રહ્યાં છે હિના અને રોકી

    હિના અને તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ એક બીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યાં છે. આ કપલની પ્રથમ મુલાકાત ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' (2009)ના સેટ પર થઇ હતી. હિનાએ આ શોમાં લીડ એક્ટ્રેસનો રોલ પ્લે કર્યો હતો અને રોકી શોનો એક્ઝીક્યુટીવ પ્રોડ્યુસર છે. જોકે બાદમાં હિનાએ શો છોડી દીધો હતો. મહત્વપૂર્ણ છે કે હિના મુસ્લિમ છે જ્યારે રોકી હિન્દુ. બન્ને જલ્દી પોતાના સબંધને લગ્નમાં લઇ જવા પર વિચાર કરી રહ્યાં છે.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending