Home » Bollywood » TV » Latest Masala » Ginni Chatrath Taking Care Of Kapil Sharma in Every Situation

મુશ્કેલ સમયમાં પણ ગર્લફ્રેન્ડ ગિન્નીએ ના છોડ્યો કપિલ શર્માનો સાથ, રક્ષાબંધને BFના પરિવાર સાથે મળી જોવા

Divyabhaskar.com | Updated - Aug 29, 2018, 01:10 PM

કપિલ અને તેના ભાઈ અશોકની સાથે ગિન્નીની એક તસવીર સામે આવી છે જેમાં ત્રણેય ઘણા ખુશ જોવા મળી રહ્યાં છે.

 • Ginni Chatrath Taking Care Of Kapil Sharma in Every Situation

  મુંબઈઃ ડિપ્રેશનથી પીડાતા કપિલ શર્મા તેમાંથી બહાર આવવા પ્રયાસ કરી રહ્યો છે. તાજેતરમાં divyabhaskar.com સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે, મુશ્કેલ સમયમાં તેને પરિવારજનોએ ઘણો સાથ આપ્યો છે. વેકેશન અને પરિવાર સાથે વિતાવેલા સમયને કારણે તેને રિકવર થવામાં મદદ મળી હતી. એવામાં કપિલની ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથનો પણ લોકપ્રિય કોમેડિયનની રિકવરીમાં મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. ગિન્નીએ મુશ્કેલ સમયમાં પણ કપિલ શર્માનો સાથ છોડ્યો નહીં. તાજેતરમાં કપિલ અમૃતસરમાં રક્ષાબંધન સેલિબ્રેટ કરી રહ્યો હતો ત્યારે ગિન્ની તેની સાથે હતી. કપિલ અને તેના ભાઈ અશોકની સાથે ગિન્નીની એક તસવીર સામે આવી છે જેમાં ત્રણેય ઘણા ખુશ જોવા મળી રહ્યાં છે.

  જૂનમાં ગિન્ની સાથે હોલિડે પર ગયો હતો કપિલ...


  - આ વર્ષે જૂનમાં કપિલ ગ્રીસમાં હોલિડે માણવા ગયો હતો. તે સમયે તેનું ધ્યાન રાખવા ગર્લફ્રેન્ડ ગિન્ની પણ સાથે રહી હતી.
  - ગિન્નીએ કપિલનો સાથ ત્યારે પણ ન છોડ્યા જ્યારે તેની પૂર્વ ગર્લફ્રેન્ડ પ્રિતી સિમોસે કોમેડિયન-એક્ટર પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
  - એપ્રિલમાં divyabhaskar.com સાથેની વાતચીતમાં પ્રિતીએ જણાવ્યું હતું કે,"તે પોતાની સ્થિતિ હેન્ડલ કરી શકતો નહોતો. તેની પર્સનલ લાઈફ ચોઈસ સારી નથી અને હવે કપિલે આજીવન તેની સાથે જ રહેવાનું છે. કપિલે મને ઘણીવાર કહ્યું છે કે તે મારી સાથે વાત નથી કરી શકતો કારણ કે તેની પર પહેરો (વર્તમાન ગર્લફ્રેન્ડ ગિન્ની ચથરત) રાખવામાં આવ્યો છે. તેણે મારો નંબર પણ બ્લોક કરી દીધો છે."
  - ઉલ્લેખનીય છે કે, પ્રિતી કપિલના પ્રોડક્શન હાઉસ K9માં ક્રિએટિવ હેડ રહી ચૂકી છે. એપ્રિલમાં એક મેગેઝિનના એડિટરને ગાળો આપવા માટે પણ કપિલ વિવાદોમાં આવ્યો ત્યારે પ્રિતીએ તેને ટાર્ગેટ કર્યો હતો. કપિલે ટ્વિટ કરી એડિટરની સાથે પ્રિતીનું નામ જોડી 25 લાખ પડાવવા માગતા હોવાનો આરોપ લગાવ્યો હતો.

  ગિન્ની સાથે કોમેડી શો કરી ચૂક્યો છે કપિલ


  - 2014માં divyabhaskar.com સાથેની વાતચીત દરમિયાન કપિલના ભાઈ અશોક શર્માએ જણાવ્યું હતું કે,"કપિલ જાલંધરની ભવનીત ચતરથ સાથે લગ્ન કરવા માગે છે, જેને લોકો ગિન્ની તરીકે ઓળખે છે. બંને એક બીજા સાથે કોમેડી શો ‘હંસ બલિયે’માં કામ કરી ચૂક્યા છે."
  - માર્ચ 2017માં ગિન્ની સાથેના રિલેશનશિપ અંગે કપિલે જણાવ્યું હતું કે,"હું ગિન્નીને કોલેજના સમયથી જાણું છું. પરંતુ પ્રામાણિકતાથી કહું તો છેલ્લા અમુક મહિનામાં તેને સારી રીતે સમજી શક્યો છું. ગિન્ની હંમેશા મારુ ધ્યાન રાખે છે. અમારા રિલેશનશિપમાં ઘણા સારા-ખરાબ દિવસ આવ્યા, જોકે હવે મે તેને લગ્ન કરવા મનાવી લીધી છે. મારું માનવું છે કે મને ગિન્ની કરતા સારી યુવતી મળી શકે નહીં. તે ઘણી ડાઉન ટુ અર્થ છે અને મારા નિર્ણયથી ખુશ છે."
  - કપિલને લગ્ન અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે,"અત્યારસુધી ડેટ ફાઈનલ થઈ નથી. આ અંગે વાત કરવી ઉતાવળીયું ગણાશે. હાલ હું પોતાના જીવનના સારા તબક્કાને માણવા માગું છું."

  2013માં ગિન્નીએ જાહેર કર્યો હતો કપિલ સાથેનો સંબંધ


  - કથિત રીતે ગિન્નીએ કપિલ સાથેના સંબંધને 2013માં જ જાહેર કરી દીધો હતો. જોકે તેની પર વધુ લોકોએ ધ્યાન આપ્યું નહોતું.
  - એક મિત્ર સાથેની વાતચીતમાં ગિન્નીએ કપિલને ડેટ કરી રહી હોવાની વાત કરી હતી. મિનાક્ષી નામની તેની મિત્રએ કોમેન્ટ કરી હતી કે,"કપિલ ઘણો હેન્ડસમ છે પરંતુ તું આટલી લકી ગર્લ છે તે પહેલા જણાવ્યું નહોતું."
  - એક મિત્રએ ગિન્નીએ શેર કરેલી કપિલની તસવીર પર કોમેન્ટ કરી હતી કે,"ભગવાનનો આશીર્વાદ તમારી સાથે રહે."

  27 વર્ષ નાની એક્ટ્રેસ સાથે નાગાર્જુને ફિલ્મમાં કર્યો હતો રોમાન્સ, સાઉથના અન્ય સેલેબ્સે પણ કર્યું છે આ કામ

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ