દિશા વાકાણી તૈયાર નહોતી દયાભાભી બનવા, ચંપકલાલના પાત્ર માટે પહેલાં દિલીપ જોષીનું નામ થયું હતું ફાઈનલ, 'તારક મહેતા'ની ભાગ્યે જ સાંભળેલી 10 વાતો

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 28 જુલાઈના રોજ 10 વર્ષ પૂરા થયા છે.

Kiran Jain | Updated - Jul 27, 2018, 07:09 PM
facts about Taarak Mehta, tv serial completed 10 years on 28th july

મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 28 જુલાઈના રોજ 10 વર્ષ પૂરા થયા છે. આ સીરિયલ ગુજરાતી મેગેઝીનમાં આવતી તારક મહેતાની કોલમ 'દુનિયા ને ઉંધા ચશ્મા' પરથી બનાવવામાં આવી છે. આ સીરિયલે હાલમાં જ 2500 એપિસોડ પૂર્ણ કર્યાં હતાં. 'તારક મહેતા..'ના 10 વર્ષ પર જાણીએ સીરિયલની 10 અજાણી વાતો.


1. સ્વ. જતીન કાણકિયા જેઠાલાલના પાત્ર માટે હતાં પહેલી પસંદઃ
સ્વ. જતીન કાણકિયા પોતાના કોમેડી રોલ્સ માટે લોકપ્રિય હતાં. જતિન કાણકિયાએ જ અસિત મોદીને ગુજરાતી કોલમ 'દુનિયાને ઉંધા ચશ્મા' પરથી ટીવી સીરિયલ બનાવવાની વાત કરી હતી. આ સમયે અસિત મોદીના મનમાં જતિન જ જેઠાલાલના પાત્ર તરીકે હતાં. જોકે, 1999માં જતીનને પેનક્રિયાસનું કેન્સર થતાં તેમનું નિધન થયું હતું. અસિતને 2001માં આ ગુજરાતી નોવેલના રાઈટ્સ મળ્યાં હતાં.


2. ડિઝની ચેનલનો કર્યો હતો સંપર્કઃ
શરૂઆતમાં અસિત મોદીએ આ સીરિયલ માટે ડિઝની ચેનલનો સંપર્ક કર્યો હતો. જોકે, ચેનલે આ શો ટેલીકાસ્ટ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ સબ ટીવી ચેનલ લોન્ચ થઈ અને ચેનલ નવા કન્ટેન્ટની શોધમાં હતી. તેઓ અસિત મોદી પાસે ગયા હતાં અને ચેનલ માટે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માન' બિગ શો સાબિત થયો.


3. દિલીપ જોષીને બનાવવાના હતા ચંપકલાલઃ
જ્યારે અસિત મોદી સીરિયલના કેરેક્ટર વિશે વિચારી રહ્યાં હતાં ત્યારે તેમણે જેઠાલાલને ચંપકલાલનો રોલ આપવાનું નક્કી કર્યું હતું. જેઠલાલના પાત્ર માટે જતીન કાણકિયા નક્કી હતાં. જોકે, અચાનક જતિનનુ નિધન થતાં દિલીપ જોષીને જેઠાલાલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


4. બે વર્ષ સુધી જોધપુરથી મુંબઈ અપડાઉન કરતાં 'તારક મહેતા':
સીરિયલમાં તારક મહેતા બનતા શૈલેષ લોઢા જોધપુરમાં રહેતા હતાં. શરૂઆતના બે વર્ષ શૈલેષ લોઢા જોધપુરથી મુંબઈ શૂટિંગ માટે આવતા હતાં. તે પાંચ દિવસ મુંબઈમાં રહેતા અને બે દિવસ જોધપુર જતા હતાં. જોકે, હવે તેઓ મુંબઈ જ રહે છે.


5. ઘરના પૈસા કાઢ્યાં:
શરૂઆતમાં આ સીરિયલ બિલકુલ ચાલતી નહોતી. જેને કારણે અસિત મોદીએ પોતાના ઘરના ખર્ચીને કલાકારોને પૈસા ચૂકવવા પડ્યાં હતાં.


6. મિસ્ટર ઐય્યર કો-રાઈટરઃ
સીરિયલમાં ઐય્યર બનતા તનુજ મહાશબ્દે સીરિયલના કો-રાઈટર છે. જ્યારે દિલીપ જોષીએ મુનમુન દત્તા(બબિતા) તથા તનુજ મહાશબ્દેને સેટ પર જોયા ત્યારે તેમણે જ બેંગાલી-તમલિયન કપલને સીરિયલમાં લેવામાં આવે તે વાત કરી હતી.


7. શરૂઆતમાં દિશા તૈયાર નહોતીઃ
દિશા વાકાણી આ સીરિયલમાં દયાબેનના રોલમાં છે. જોકે, શરૂઆતમાં જ્યારે દિશા વાકાણીને દયાભાભીનો રોલ ઓફર થયો ત્યારે તે આ સીરિયલની ઓફર ઠુકરાવી દીધી હતી. તે અમદાવાદમાં પિતા સાથે થિયેટરમાં બિઝી હતી. તે મુંબઈ શિફ્ટ થવા તૈયાર નહોતી. જોકે, અસિત મોદી તથા દિલીપ જોષીએ દિશા વાકાણીને સીરિયલમાં કામ કરવવા માટે મનાવી હતી.


8. લેખક તારક મહેતા સુધારાઓથી ખુશ નહોતાઃ
શરૂઆતમાં સ્વ. તારક મહેતા સીરિયલમાં અસિત મોદીએ જે સુધારાઓ કર્યાં હતાં, તેનાથી બિલકુલ ખુશ નહોતાં. તેઓ તમામ એપિસોડ્સ ધ્યાનથી જોતા હતાં અને તેમને આ વાત ગમી નહોતી. જોકે, થોડાં મહિના પછી આ સીરિયલ ઘેર-ઘેર જાણીતી બની હતી.


9. શરૂઆતમાં હતું મારવાડી ફેમિલીઃ
સીરિયલમાં અલગ-અલગ રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, પંજાબ, યુપી, ગુજરાત તથા બેંગાલની વાત કરવામાં આવી છે. ઘણાં ઓછા ચાહકોને ખ્યાલ હશે કે અસિત મોદીએ શરૂઆતમાં રાજસ્થાની યુગલને પણ સીરિયલમાં બતાવ્યું હતું. જોકે, નાઈટ્સ શિફ્ટ્સને કારણે આ રાજસ્થાની યુગલ કામ કરવા તૈયાર નહોતી. એક્ટ્રેસના પરિવારને નાઈટ શિફ્ટ સામે વાંધો હતો અને એક્ટ્રેસને રિપ્લેસ કરવાને બદલે અસિત મોદીએ આ પરિવારને જ સીરિયલમાંથી કાઢી નાખ્યો હતો.


10. ગોગીના રોલ માટે સમય શાહ નહોતો પહેલી પસંદઃ
10 વર્ષ પેહલાં અસિત મોદી ટપુસેનાના પાત્રો માટે ઓડિશન લેતા હતાં. આ સમયે ભવ્ય ગાંધી(જૂનો ટપુડો) પોતાના કઝિન સમય શાહ સાથે ઓડિશન આપવા આવ્યો હતો. તે રિસેપ્શન એરિયામાં બેઠો હતો. અસિત મોદીની ટીમના એક સભ્યની નજર સમય શાહ પર પડી હતી અને થોડી મિનિટ્સ બાદ તેમણે સમયને ઓડિશન આપવા માટે બોલાવ્યો હતો. ગોગીના પાત્ર માટે પહેલેથી જ બાળ કલાકાર નક્કી હતો પરંતુ સમય શાહનું ઓડિશન પસંદ આવી જતા તેને જ ગોગીનો રોલ આપી દેવાયો હતો.

'ચાલુ પાંડે'ને કારણે 'ડૉ. હાથી'ને મળ્યો હતો 'તારક મહેતા..'માં રોલ, 2010માં 25 દિવસ રહ્યા હતા વેન્ટિલેટર પર

X
facts about Taarak Mehta, tv serial completed 10 years on 28th july
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App