Divya Bhaskar

Home » Bollywood » TV » Latest Masala » કપિલ શર્મા માનિસક રીતે ઘણો જ બીમાર છે, Preeti Simoe said kapil sharma mentally ill

''અંગત જીવનમાં ફસાયો છે કપિલ શર્મા, જીવન સાથે કંઈ પણ કરી શકે તેવો ડર''

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 11:27 AM

કપિલ શર્માએ એક વેબસાઈટના એડિટરની દીકરીને અપશબ્દો ભાંડ્યા અને તેને ખરાબ વાતો કહી છે

  • કપિલ શર્મા માનિસક રીતે ઘણો જ બીમાર છે, Preeti Simoe said kapil sharma mentally ill
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ કપિલ શર્માએ એક વેબસાઈટના એડિટરની દીકરીને અપશબ્દો ભાંડ્યા અને તેને ખરાબ વાતો કહી છે. કપિલ શર્માએ તે એડિટર અને પૂર્વ મેનેજર પ્રિતી સિમોન્સ તથા તેની બહેન નીતિ સિમોન્સ વિરૂદ્ધ એફઆઈઆર પણ કરી છે. આ અંગે divyabhaskar.comએ કપિલ શર્માની પૂર્વ પ્રેમિકા પ્રિતી સિમોન્સ સાથે વાત કરી હતી. પ્રિતીએ કહ્યું હતું કે કપિલ હાલમાં ઘણી જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રરહ્યો છે.


    સમાચાર વાંચીને લાગ્યો આઘાતઃ
    પ્રિતીએ કહ્યું હતું કે કપિલે તેની પર બ્લેકમેઈલિંગનો કેસ કર્યો તે વાતની ખબર પડી ત્યારે ઘણો જ આઘાત લાગ્યો હતો. તેની માનિસક પરિસ્થિતિ ઘણી જ ખરાબ છે અને તેના જીવનને લઈ ઘણી જ ચિંતા થાય છે. છેલ્લાં ઘણાં સમયથી તે મેન્ટલી રીતે ઘણો જ બીમાર છે અને તે ડિપ્રેશનમાં જતો રહ્યો છે. તેણે તેની સાથે સંપર્ક કરવાનો અનેકવાર પ્રયાસ કર્યો હતો. કપિલ પોતાના અંગત જીવનમાં ફસાઈ ગયો છે અને તે ગમે તે કરી શકે તેમ છે.


    પરિસ્થિતિ સંભાળી શકતો નથીઃ
    પ્રિતીએ આગળ કહ્યું હતું કે કપિલ શર્મા પોતાની રીતે પરિસ્થિતિને હેન્ડલ કરી શકે તેમ નથી. તેણે અંગત જીવનમાં ખરાબ પસંદગી કરી છે અને હવે તેણે તેની સાથે જ જીવવાનું છે. તે હંમેશા કપિલની મિત્ર બનીને રહી છે અને તે ઈચ્છે ત્યારે તેને ફોન કરી શકે છે અને તે ફોન પર વાત પણ કરશે.


    (વાંચો, કપિલ ઈચ્છે છે કે પ્રિતી તેના જીવનમાં પરત આવે...)

  • કપિલ શર્મા માનિસક રીતે ઘણો જ બીમાર છે, Preeti Simoe said kapil sharma mentally ill
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    અનેકવાર કહી છે આ વાતઃ
    પ્રિતીએ કહ્યું હતું કે કપિલ શર્માએ તેને ઘણીવાર કહ્યુ હતુ કે તે હવે તેની સાથે વાત કરી શકશે નહીં કારણ તેના માથા પર થાનેદારની(ભાવિ પત્ની ગીની ચતરથ) છે અને તેણે ફોન બ્લોક કરીને રાખ્યો છે. કપિલે તેને અનેકવાર કામ પર પરત આવવાની વાત કરી છે પરંતુ તે વાત કરીને ગાયબ થઈ જાય છે, તે પોતાની વાત પર ક્યારેય ટકતો નથી.


    આખી ટીમ મદદ કરવા તૈયારઃ
    પ્રિતીની આી ટીમ કપિલને મદદ કરવા તૈયાર છે પરંતુ કપિલ આ માટે આગળ આવતો નથી. કપિલ ઈચ્છે છે કે તે તેના જીવનમાં પરત આવે. જો તેમ નહીં થાય તો તે ડિપ્રેશનમાં જતો રહેશે પરંતુ જ્યારે પ્રિતી, કપિલના જીવનમાં સહેજ આગળ આવે તો તરત જ તે પાછો ફરી જાય છે.

     

  • કપિલ શર્મા માનિસક રીતે ઘણો જ બીમાર છે, Preeti Simoe said kapil sharma mentally ill

    નિકટના મિત્રો સાથે કરી વાતઃ
    પ્રિતીએ કપિલ શર્માના નિકટના ફ્રેન્ડ્સ સાથે વાત કરી હતી, જે ચંદીગઢ અને દિલ્હીમાં રહે છે. પ્રિતીએ તેમને મુંબઈ આવીને કપિલને મદદ કરવાની વાત કરી હતી પરંતુ તેઓ પણ આવવા તૈયાર નથી.


    કપિલ કંઈ પણ કરી શકે તેમ છેઃ
    પ્રિતીને એક તબક્કે લાગે છે કે કપિલ પોતાના જીવન સાથે કંઈ પણ કરી શકે તેમ છે. ગીની ચતરથે કપિલ પર સંપૂર્ણ હક જમાવી દીધો છે. જો કપિલ સાથે કાલે કંઈ પણ થશે તો તેના માટે કોણ જવાબદાર. તેને તાત્કાલિક મેડિકલ મદદની જરૂર છે, તે ઘણો જ બીમાર છે.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending