Home » Bollywood » TV » Latest Masala » એકતા કપૂરને મળ્યો પાર્ટનર I Finally Ekta Kapoor Gets Life Partner

અંતે, 42 વર્ષની એકતાને મળ્યો લાઈફ પાર્ટનર, લખ્યું- રાહ જોવાનો થયો ફાયદો

Divyabhaskar.com | Updated - Jun 06, 2018, 02:56 PM

એકતાએ જણાવ્યું હતું કે, તેના મોટાભાગના મિત્રો જેમણે લગ્ન કર્યા હતા, હવે તેઓ સિંગલ થઈ ગયા છે

  • એકતા કપૂરને મળ્યો પાર્ટનર I Finally Ekta Kapoor Gets Life Partner
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ અંતે 42 વર્ષીય ડિરેક્ટર, પ્રોડ્યૂસર અને ટીવી ક્વિન એકતા કપૂરને લાઈફ પાર્ટનર મળી ગયો છે. આ વાત તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેણે જણાવી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક કપલની તસવીર પોસ્ટ કરી હતી જેની પર તેણે લખ્યું હતું કે,‘અમુક વસ્તુઓ ભલે મોડી આવે છે પરંતુ તેમની રાહ જોવી હંમેશા લાભદાયી રહે છે.’

    પરિવારજનો ઈચ્છે લગ્ન કરે એકતા


    - આ અગાઉ એકતા કપૂરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, પરિવારજનો તેના લગ્ન કરાવવા માગે છે. પરંતુ તેને લાગે ચે કે લગ્ન માટે તે હજુ તૈયાર નથી.
    - એકતાએ જણાવ્યું હતું કે, તેના મોટાભાગના મિત્રો જેમણે લગ્ન કર્યા હતા, હવે તેઓ સિંગલ થઈ ગયા છે. છેલ્લા અમુક સમયથી છૂટાછેડા લેનારાઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે.
    - એકતાએ કહ્યું કે,‘તે ભાગ્યશાળી છે કે તેણે યોગ્ય વ્યક્તિ માટે રાહ જોઈ. તે પોતે બાળક તો ઈચ્છે છે પરંતુ અમણા લગ્ન અંગે કંઈ કહી શકે નહીં.’ એકતાને પોતાના કામથી ઘણો પ્રેમ છે અને તેને મિત્રો સાથે વેકેશન પર જવું ઘણું ગમે છે.

    આ કારણે નથી કર્યા લગ્ન


    - એકતા કપૂર 4 મહિના પહેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેનામાં ધૈર્ય ન હોવાને કારણે તે લગ્ન કરતી નથી. તેણે ભલે લગ્ન માટે રાહ જોઈ, પરંતુ ઘણી વસ્તુઓ એવી છે જેમાં તે સહેજપણ ધીરજ રાખી શક્તી નથી.
    - એક ઈન્ટરવ્યૂમાં એકતાના પિતા જીતેન્દ્રએ કહ્યું હતું કે, તેમને સમજાતું નથી કે અંતે એકતા લગ્ન કેમ નથી કરવા માગતી. કદાચ એકતા પોતાની આસપાસ ઘણા લગ્ન જીવન તૂટતા જોયા હોવાથી તેને લગ્નમાં વિશ્વાસ નહીં હોય. છતાં તેમને આશા છે કે દીકરી વહેલી તકે લગ્ન કરી લેશે.

  • એકતા કપૂરને મળ્યો પાર્ટનર I Finally Ekta Kapoor Gets Life Partner
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ડિરેક્ટર, પ્રોડ્યૂસર અને ટીવી ક્વિન એકતા કપૂર.
  • એકતા કપૂરને મળ્યો પાર્ટનર I Finally Ekta Kapoor Gets Life Partner
    એકતા કપૂર.
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ