શ્વેતા તિવારીના દાવા પર એકતાએ તોડ્યું મૌન, કહ્યું- પલકને ‘પ્રેરણા’નો રોલ ઓફર કર્યો જ નથી

પલકે ભલે ટીવી સીરિયલથી ડેબ્યૂ ન કર્યું હોય છતાં તે હંમેશા ચર્ચામાં રહે છે.

divyabhaskar.com | Updated - Sep 01, 2018, 07:00 PM
Film & TV Show Maker Ekta Kapoor Denies Claims Of Former TV Actress

મુંબઈઃ એકતા કપૂર ફેમસ શો ‘કસૌટી જીંદગી કી’નું સીક્વલ બનાવી રહી છે. શોમાં પ્રેરણાના રોલમાં એરિકા ફર્નાન્ડિઝ કરી રહી છે, જોકે થોડા સમય પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે,‘કસૌટી જીંદગી કી’માં પ્રેરણાનો રોલ પહેલા શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીને ઓફર કરવામાં આવ્યો હતો. આ વાતની જાણ શ્વેતા તિવારીએ જ આપી હતી. હવે આ મામલે એકતા કપૂરનું નિવેદન સામે આવ્યું છે. તેણે ટ્વિટ થકી સંકેત આપ્યો કે, આ આખી વાત માત્ર અફવા જ છે. એકતાએ ટ્વિટર પર લખ્યું હતું કે,"ઓહ સાચે...મને કેવી રીતે ખબર ના પડી."

શ્વેતાના પ્રથમ પતિથી થયેલી દીકરી છે પલક


- એવા અહેવાલ હતા કે, પલક ‘પ્રેરણા’ના રોલ થકી ટીવીથી પોતાના કરિયરનો પ્રારંભ કરવા નથી માગતી અને તે હાલ પોતાના અભ્યાસ પર ધ્યાન આપી રહી છે.
- ઉલ્લેખનીય છે કે, પલક તિવારી શ્વેતા તિવારી અને તેના પ્રથમ પતિ રાજા ચૌધરીની દીકરી છે. રાજાથી ડિવોર્સ લીધા બાદ પલકની કસ્ટડી માતા શ્વેતાને મળી હતી.
- પલકે ભલે ટીવી સીરિયલથી ડેબ્યૂ ન કર્યું હોય છતાં તે હંમેશા ચર્ચામાં રહે છે. ગત સીઝનમાં શ્વેતા તિવારીએ ‘પ્રેરણા’નો રોલ અને સીઝેન ખાને ‘અનુરાગ બાસુ’નો રોલ કર્યો હતો.
- ‘કસૌટી જીંદગી કી’ સીરિયલ ટીવી ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ટીઆરપી મેળવનારા સીરિયલ્સમાંથી એક રહ્યું છે.

પોતાના દુશ્મનોને ધૂળ ચટાડવા તૈયાર છે હિના ખાન, લેટેસ્ટ લુકમાં દેખાડ્યો ‘ગર્લ પાવર’

X
Film & TV Show Maker Ekta Kapoor Denies Claims Of Former TV Actress
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App