​પિતાના શ્રાદ્ધ પર આ વ્યક્તિને કપિલ શર્મા આપે છે દારૂની બોટલ, આવું છે કારણ

કોમેડી કિંગ કપિલ શર્માનો બીજી એપ્રિલના રોજ 37મો જન્મદિવસ છે. કપિલ શર્માના પિતાનુ કેન્સરથી અવસાન થયુ હતું

divyabhaskar.com | Updated - Apr 02, 2018, 02:15 PM
kapil sharma father died due to cancer

મુંબઈઃ કોમેડી કિંગ કપિલ શર્માનો બીજી એપ્રિલના રોજ 37મો જન્મદિવસ છે. કપિલ શર્માના પિતાનુ કેન્સરથી અવસાન થયુ હતું. કપિલ શર્માએ ઘરનુ ગુજરાન ચલાવવા માટે ટેલિફોન બુથમાં પણ કામ કર્યું હતું. થોડા સમય પહેલાં એક ઈન્ટરવ્યૂમા કપિલે કહ્યુ હતુ કે તેના પિતાની હાલત જોઈને તે ભગવાનને પ્રાર્થના કરતો કે તેના પિતાનુ નિધન થાય. કપિલ શર્મા પિતાના શ્રાદ્ધ પર પિતાના બેસ્ટ ફ્રેન્ડને દારૂની બોટલ આપે છે.


પિતાને આમ કહેતોઃ
એક અંગ્રેજી વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં કપિલે પિતાને યાદ કરતા કહ્યું હતું કે,‘મે પિતા સાથે ઘણો સમય પસાર કર્યો હતો અને તેમના અંતિમ દિવસોમાં અમે તેમને ટ્રિટમેન્ટ માટે એઈમ્સમાં લઈ ગયા ત્યારે પણ હું તેમની સાથે હતો. દરેક માતા-પિતા ઈચ્છતા હોય છે કે દીકરો બહાર જઈ કંઈ કમાણી કરે. જોકે મારા પિતાએ મારી પાસે કોઈ માગ કરી નહોતી.’ વધુમાં કપિલે કહ્યુ હતુ કે 10માં ધોરણ બાદ પોકેટમની માટે તેણે પીસીઓમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. આજે તે પિતાને યાદ કરે છે અને વિચારે છે કે એક સમયે તે પિતાની સામે મોટા અવાજે બોલતો અને કહેતો હતો કે તમે પોતાની સિવાય કોઈની વિશે કંઈ વિચાર્યું નથી, તેને કારણે જ તમને કેન્સર થયું છે.


(વાંચો, પિતાના નિધન માટે કપિલ શર્મા કરતો હતો પ્રાર્થના....)

X
kapil sharma father died due to cancer
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App