Home » Bollywood » TV » Latest Masala » comedian siddharth sagar missing last four months

હાય રે કળયુગ! 'સેલ્ફી મૌસી'નો ખુલાસો, પેરેન્ટ્સ ડ્રગ્સ ભેળવીને આપતા'તા ભોજન

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 12:19 PM

'કોમેડી ક્લાસ' શોમાં સેલ્ફી મૌસી તરીકે લોકપ્રિય થયેલ કોમેડિયન સિદ્ધાર્થ સાગર છેલ્લાં ચાર મહિનાથી ગુમ હતો

 • comedian siddharth sagar missing last four months
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  મુંબઈઃ 'કોમેડી ક્લાસ' શોમાં સેલ્ફી મૌસી તરીકે લોકપ્રિય થયેલ કોમેડિયન સિદ્ધાર્થ સાગર છેલ્લાં ચાર મહિનાથી ગુમ હતો. પછી સિદ્ધાર્થે જાતે જ સોશ્યિલ મીડિયામાં આવીને પોતે ઠીક છે, તે વાત કરી હતી. હાલમાં જ સિદ્ધાર્થે મીડિયા સાથેની વાતચીતમાં પોતાના પરિવાર તથા પોતાની હાલત અંગે ખુલાસો કર્યો હતો. સિદ્ધાર્થે કહ્યુ હતુ કે તેના પેરેન્ટ્સ જમવામાં ડ્રગ્સ ભેળવી દેતા હતાં.


  ખાવામાં ડ્રગ્સ મેળવતા હતાં પેરેન્ટ્સઃ
  સિદ્ધાર્થે ખુલાસો કર્યો હતો કે તેના પેરેન્ટ્સ તેને જમવામાં ડ્રગ્સ ભેળવીને આપતા હતાં. જ્યારે તેનું વજન ઓછું થવા લાગ્યું અને તેને અજીબ ફિલિંગ થવા લાગી ત્યારે તેને આ વાતની જાણ થઈ હતી. આ સમયે તેણે સ્મોકિંગ બંધ કરવા માટે પુષ્કળ કૉફી પીવાની શરૂઆત કરી હતી. જ્યારે તેણે પોતાની હાલત અંગે પેરેન્ટ્સને જણાવ્યું તો તેમણે તેને બાયપોલર નામની બીમારી હોવાનું કહ્યું હતું. તે આ બીમારી સાંભળીને ઘણો જ ડરી ગયો હતો. તેને આ બીમારી અંગે ખ્યાલ હતો પરંતુ આ બીમારીના એક પણ લક્ષ્ણ તેનામાં નહોતાં.


  (વાંચો, પેરેન્ટ્સ 20 વર્ષ પહેલા જ થઈ ગયા હતા અલગ...)

 • comedian siddharth sagar missing last four months
  +2બીજી સ્લાઈડ્સ જુઓ


  સિદ્ધાર્થે વાતચીતમાં આગળ કહ્યુ હતુ કે તેને પેરેન્ટ્સ 20 વર્ષ પહેલા અલગ થઈ ગયા છે પરંતુ તેમની વચ્ચે સંબંધો છે. તેના પિતા દિલ્હીમાં અને તે માતા સાથે મુંબઈમાં રહે છે. ઘરમાં તે અને માતા એકલા જ હોવાથી બંને એકબીજાની ઘણી જ ક્લોઝ છે. તેની મોમ જ તેની બેસ્ટ ફ્રેન્ડ છે. તે મોમ સિવાય બીજા કોઈ પર ક્યારેય વિશ્વાસ કરી શકે નહીં. તેની માતાની મુલાકાત સૂયશ ગાડગીલ સાથે થઈ. તેને લાગ્યું કે તેના માતાના જીવનમાં અંતે કોઈ વ્યક્તિ આવી. જોકે, સૂયશને કારણે તેનું જીવન આખું બદલાઈ ગયું હતું. 


  સેલ્ફી મૌસીએ વધુમા કહ્યુ હતુ કે તે આધ્યાત્મમા વિશ્વાસ રાખે છે. દિલ્હીમા તેના ગુરૂ પણ છે. તે ત્યાં અવાર-નવાર જાય છે. જોકે, તેના પેરેન્ટ્સ નથી ઈચ્છતા કે તે આ ગ્લેમર વર્લ્ડનો હિસ્સો બને. તેમણે તેને આ ઈનડસ્ટ્રિઝથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો પણ તેઓ સફળ થયા નહીં. 

 • comedian siddharth sagar missing last four months
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  વાતચીતમાં સિદ્ધાર્થે જણાવ્યુ હતુ કે તેણે સૂયશને પણ વોર્નિંગ આપી હતી કે તે તેમના જીવન સાથે રમત ના રમે. એટલું જ નહીં તેણે એમ પણ કહી દીધું હતુ કે તે તેની માતાની લગાણીઓની મજાક ના બનાવે. પરિસ્થિતિ ત્યારે વધુ ખરાબ થઈ ગઈ જ્યારે એક રાત્રે તેની અને સૂયશ વચ્ચે જોરદાર ઝઘડો થયો અને તે ઘર છોડીને જતો રહ્યો. તે એકલો પડી ગયો. પેરેન્ટ્ ભોજનમાં ડ્રગ્સ આપતા હોવાને કારણે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ. તેની હાલત જોઈને માતા તેને રિહેબ સેન્ટરમાં દાખલ કરી દીધો હતો. 

 • comedian siddharth sagar missing last four months
  સિદ્ધાર્થે આગળ કહ્યુ હતુ કે તેને રિહેબ સેન્ટરમાં ઘણો જ ટોર્ચર કરવામાં આવતો હતો. ચાર-પાંચ લોકો તેને માર મારતા હતાં અને પછી તે બેહોશ થઈ જતો હતો. ઘણી જ મુશ્કેલીથી તેણે પોતાના મેનેજરનો કોન્ટેક્ટ કર્યો અને મેનેજરે તેણે એક મહિના બાદ સેન્ટરમાંથી બહાર કાઢ્યો હતો. તે ઈચ્છતો હતો કે તેના જીવનમાં બધુ ઠીક થઈ જાય પરંતુ તેમ થયું નહીં. એકવાર ગોવા જતા સમયે તેને વચ્ચેથી ઉઠાવી લેવામાં આવ્યો અને પાગલખાનામાં મોકલી દેવામાં આવ્યો. અહીંયાનો ખર્ચ ઘણો મોંઘો હતો અને તેની માતા તેનો ખર્ચ ઉઠાવી શકે તેમ નહોતી. તેથી તેણે પાગલખાનામાંથી કાઢીને 'આશા કી કિરણ' રિહેબ સેન્ટરમાં શિફ્ટ કર્યો હતો. 
   
   
  'આશા કી કિરણ'ના ફાઉન્ડરે તેને સ્ટ્રેસ લેવાની ના પાડી હતી. તેમને સારવાર દરમિયાન ખ્યાલ આવ્યો કે ખોટી દવાઓને કારણે તેની આવી હાલત થઈ છે. હવે તે ઠીક છે અને કામ પર પરત આવવા માંગે છે. 
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending

વીડિયો વધુ જુઓ