કપિલ શર્માના લગ્નમાં મહેમાનો માટે મેન કોર્સથી લઈ સ્ટ્રીટ ફૂડ સુધીની વ્યવસ્થા, 150થી વધુ Dishesના લાગશે સ્ટોલ

Comedian kapil sharma Will Marry Ginny Chatrath Today Evening

divyabhaskar.com

Dec 12, 2018, 11:57 AM IST

મુંબઈઃ કપિલ શર્મા આજે ગિન્ની ચતરથ સાથે કલબ કબાનામાં લગ્ન કરવા જઈ રહ્યો છે. લગ્નની લાઈવ અપડેટ્સ યુટ્યૂબ ચેનલ ‘કપિલ શર્મા k9’ પર દેખાડવામાં આવશે. જ્યારે સ્પેશ્યિલ મેન્યૂમાં 150થી વધુ પકવાન મહેમાનોને સર્વ કરવામાં આવશે. જેમાં સ્ટ્રીટ ફૂડથી લઈ મેન કોર્સની ડિશેઝ સામેલ રહેશે.

પંજાબી અને મોગલાઈ સ્વાદ


- લગ્નમાં વેજ, નોન વેજ, સ્નેક્સથી લઈ ડેઝર્ટ સુધીની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
- અલગ-અલગ સ્ટોલ પર મોગલાઈ, પંજાબી, કાશ્મીરી, અવધી, ઈટાલિયન અને ચાઈનીઝ ફૂડ રહેશે.
- સ્ટ્રિટ ફૂડમાં આલુ ટિક્કી, માલાબરી ઉપમા, ઈડલી કાંજીવરમ, મસાલા ઢોસા, ઓનિયન ઢોસા, શુગરફ્રી ડેઝર્ટ વગેરે સામેલ છે.
- મુર્ગ બીરબલી કબાબ, સિમલા મિર્ચનો હલવો, અરબીની શમ્મી, પાનની ખુંભ જેવા એક્સક્લૂસિવ પકવાનનો પણ સ્વાદ મળશે.
- ફ્રેન્ચ કૈફેમાં લાઈવ વુડફાયર પિત્ઝા પિરસવામાં આવશે. આ સાથે રશિયાથી પ્રોફેશનલ બાર ટેન્ડર બોલાવવામાં આવ્યા છે.
- લાઈવ કુકિંગ તથા ઈન્ટરેક્ટિંગ કુકિંગ હેઠળ શેફ મેહમાનો સાથે વાત કરતા-કરતા લાઈવ ભોજન તૈયાર કરશે.

સાંજે 4 વાગે પહોંચશે જાન


- કપિલ શર્મા જાલંધરમાં હિંદુ રીતિ-રિવાજ સાથે ફેરા ફરશે.
- પહેલાથી જ લગ્નની વિધિઓ ચાલી રહી છે. 12 તારીખે (આજે) મંડપ, આગેવાની, જાન, વરમાળા, સાત ફેરા જેવી વિધિઓ થશે.
- કપિલ અને ગિન્ની લગ્ન માટે સાંજે 4 વાગે અમૃતસરથી જાલંધર આવશે.

ગુરદાસ માન કરશે પર્ફોર્મ


- લગ્નના દિવસે ગુરદાસ માન પોતાના ગીતોની મહેફિલ જમાવશે.
- અમુક સંબંધીઓ હોટલમાં જ રોકાશે.
- 14 ડિસેમ્બરના રોજ અમૃતસરમાં યોજાનારા રિસેપ્શન માટે દલેર મહેંદી પર્ફોર્મન્સ આપશે. લગ્ન માટે કલબ કબાના સંપૂર્ણ રીતે બુક કરવામાં આવ્યો છે.

કપિલ શર્મા જ નહીં, 2018માં TV વર્લ્ડના આ સેલેબ્સે પણ કરી જીવનસાથીની પસંદગી, જુઓ સંપૂર્ણ લિસ્ટ

X
Comedian kapil sharma Will Marry Ginny Chatrath Today Evening
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી