Home » Bollywood » TV » Latest Masala » Kapil Sharma Seen Running On Beach To Reduce His Wight For Comeback

'Bitto' is Back!: બીચ પર પરસેવો પાડતો જોવા મળ્યો કપિલ શર્મા, વજન ઘટાડવા કરે છે આકરી મહેનત

Divyabhaskar.com | Updated - Aug 30, 2018, 07:28 PM

‘ધ કપિલ શર્મા શો’ને ફરી લાવવા માગે છે કપિલ, શો અંગે કરી રહ્યો છે તૈયારીઓ

 • Kapil Sharma Seen Running On Beach To Reduce His Wight For Comeback

  મુંબઈઃ કોમેડિયન કપિલ શર્મા વહેલી તકે ટીવી પર કમબેક કરી શકે છે. હાલ તે પોતાનું વજન ઘટાડવા પર ધ્યાન આપી રહ્યો છે અને આ માટે તે હાલ ઘણો પરસેવો પાડતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં તેની અમુક તસવીરો સામે આવી છે જેમાં તે બીચ પર બ્લૂ ટી-શર્ટમાં જોગિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ સમયે કપિલ શર્મા પરસેવે રેબઝેબ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે, અગાઉ કપિલ શર્માની જે તસવીરો સામે આવી હતી તેમાં તે ઘણો જાડિયો જોવા મળી રહ્યો છે અને વજનદાર શરીર સાથે તેને ઓળખવો પણ મુશ્કેલ થઈ રહ્યું હતું.

  ટૂંકસમયમાં જ કરશે ટીવી પર કમબેક


  - તાજેતરમાં જ divyabhaskar.com સાથેની વાતચીતમાં કપિલે જણાવ્યું હતું કે,"હાલ કંઈજ ફાઈનલ નથી, જોકે ફેન્સને વચન આપું છું કે હું ટીવી પર ટૂંકસમયમાં કમબેક કરીશ. હું ‘ધ કપિલ શર્મા શો’ની નવી સીઝન લઈને આવીશ. આ શો આજેપણ લોકો માટે ફ્રેશ છે."
  - "જોકે આ શોનું પ્લાનિંગ હાલ પ્રારંભિક તબક્કામાં છે. પરંતુ આ શોને ફરી લઈને આવીશ." અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ શો ઓક્ટોબરમાં આવી શકે છે. આ ઉપરાંત કપિલ એક પંજાબી ફિલ્મ ‘સન ઓફ મંજીત સિંઘ’ને પ્રોડ્યૂસ કરી રહ્યો છે, જેની જાહેરાત તેણે જ સોશ્યિલ મીડિયા પર કરી હતી.

  કૃષ્ણા-ભારતી સાથે કોમેડી શો લાવી શકે છે કપિલ


  - અમુક અહેવાલ અનુસાર કપિલ શર્મા કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહ સાથે કોમેડી શો થકી કમબેક કરી શકે છે.
  - ત્રણેય છેલ્લે ‘કોમેડી સર્કસ’માં એકસાથે જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કપિલના નવા શોનું ફોર્મેટ તેના અત્યારસુધીના શો કરતા અલગ રહેશે.
  - આ શોમાં પણ સેલિબ્રિટી સાથે વાતચીતનું સેક્શન રહેશે, પરંતુ લીડ માત્ર કપિલ એકલો નહીં કરે તેની સાથે કૃષ્ણા-ભારતીને પણ યોગ્ય ફૂટેજ મળશે.

  ત્રણ જ એપિસોડમાં બંધ થયો હતો શો


  - આ વર્ષે માર્ચ મહિનામાં કપિલ શર્માનો નવો શો 'ફેમિલી ટાઈમ વિધ કપિલ શર્મા' શરૂ થયો હતો. જોકે, માત્ર ત્રણ એપિસોડ બાદ જ આ શો બંધ થઈ ગયો હતો.

  - આ શો દરમિયાન કપિલ શર્મા ડિપ્રેશનમાંથી પસાર થતો હતો, જેને કારણે સેટ પર આવી નહોતો શકતો. કપિલ શર્માની પૂર્વ કથિત પ્રેમિકા પ્રીતિ સિમોસે કહ્યું હતું કે કપિલની માનસિક હાલત ઠીક નથી.

  વિવાદનો પર્યાય બન્યો કપિલઃ


  - થોડા સમય પહેલાં જ કપિલ શર્માએ એક એન્ટરટેઈન્મેન્ટ સાઈટના એડિટર વિકી લાલવાણીને ફોન પર અભદ્ર ગાળો ભાંડી હતી. કપિલે આરોપ લગાવ્યો હતો કે વિકીએ તેની વિરૂદ્ધ ખોટાં સમાચાર છાપ્યા હતાં.

  - કપિલે એડિટર વિકીની સાથે કથિત એક્સ પ્રેમિકા પ્રીતિ તથા તેની બહેન નીતિની વિરૂદ્ધ 25 લાખ રૂપિયાની છેતરપીંડી કર્યાનો આરોપ લગાવીને ફરિયાદ કરી હતી.

  - 2017માં ઓસ્ટ્રેલિયાથી ભારત આવતી ફ્લાઈટમાં કપિલ શર્મા તથા સુનિલ ગ્રોવર વચ્ચે ઝઘડો થયો હતો. જેને કારણે સુનિલે કપિલ શર્માનો શો છોડી દીધો હતો.

  - ત્યારબાદ કપિલ શર્મા પોતાના શો 'ધ કપિલ શર્મા'માં મોડો આવતો અને અનપ્રોફેશનલ વલણને કારણે તેનો શો ઓગસ્ટ, 2017માં બંધ થઈ ગયો હતો. ત્યારબાદ કપિલ શર્મા ડિપ્રેશનમાં જતો રહ્યો અને દારૂ પીવા લાગ્યો હતો. તેને સારવાર માટે નોઈડાના એક રિહેબ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો.

  અનુષ્કા શર્માને ‘મમતા’ બનવામાં લાગતો માત્ર 20 મિનિટનો સમય, ‘સુઈ ધાગા’માં પહેરી સાવ સસ્તી સાડી

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ