મુંબઈઃ કોમેડિયન કપિલ શર્મા 2 એપ્રિલના રોજ 37મો જન્મદિવસ હતો. 2 એપ્રિલ, 1981માં અમૃતસરમાં જન્મેલા કપિલના પિતા પોલીસ હેડ કોન્સ્ટેબલ હતાં અને માતા હાઉસવાઈફ છે. કપિલ નાનપણથી સિંગર બનવા માંગતો હતો પરંતુ પછી તેણે કોમેડી કરવાનું શરૂ કર્યું હતું. P.B.N. સ્કૂલમાં કપિલ શર્મા તથા ચંદન પ્રભાકર(ચંદુચાવાળો) એ સાથે અભ્યાસ કર્યો હતો. પ્રિન્સિપલ આર કુમારિયાએ કપિલ શર્માના કેટલાંક સિક્રેટ divyabhaskar.com સાથે શૅર કરી હતી.
પહેલા ધોરણથી 11 ધોરણ સુધી એક જ સ્કૂલમાં ભણ્યોઃ
પ્રિન્સિપલ રાજીવ કુમારિયાએ કહ્યુ હતું કે કપિલ શર્મા પહેલાં ધોરણથી 11માં ધોરણ સુધી એક જ સ્કૂલમાં ભણ્યો હતો. તેને ગીત ગાવાનો ઘણો જ શોખ હતો અને તે હંમેશા સ્કૂલની ઈવેન્ટમાં ભાગ લેતો હતો. કુમારિયાના મતે, કપિલ સ્કૂલમાં ઘણી જ તોફાન-મસ્તી કરતો હતો. જેને લઈને તેની ફરિયાદ પણ કરવામાં આવી હતી. આ જ સ્કૂલમાં ચંદન પ્રભાકરની સાથે સાથે કપિલ શર્માનો મોટો ભાઈ પણ ભણ્યો છે.
માતાએ બતાવ્યું હતું જ્યોતિષનેઃ
પ્રિન્સિપલના મતે, કપિલની માતાએ પોતાના દીકરાની કુંડળી જ્યોતિષને બતાવી હતી અને જ્યોતિષે કહ્યુ હતુ કે 26 વર્ષની ઉંમરે કુંડળીમાં રાજયોગ લખ્યો છે. જ્યોતિષે વધુમાં કહ્યુ હતુ કે તે કોઈ ચિંતા ના કરે અને તેમનો દીકરો ઘણી જ પ્રગિત કરશે.
(વાંચો, કપિલની અમૃતસરથી મુંબઈ સુધીની સફર....)