કપિલ-ગિન્નીના લગ્ન માટે ક્લબ કબાનામાં તૈયારીઓ શરૂ, લગ્ન-રિસેપ્શનમાં સરપ્રાઈઝ આપશે કપિલના મિત્રો

કપિલ શર્માનું ઘર સજ્યું દુલ્હનની જેમ, ઈટાલી-ચીનથી આવેલા શેફ બનાવશે લગ્નમાં ભોજન

divyabhaskar.com | Updated - Dec 06, 2018, 06:05 PM
કપિલ શર્મા અને ગિન્ની ચતરથ.
કપિલ શર્મા અને ગિન્ની ચતરથ.

મુંબઈઃ કોમેડિયન કપિલ શર્મા અને ગિન્ની ચતરથના લગ્નને ગ્રાન્ડ બનાવવા માટે ડેકોરેશનની સાથે-સાથે ખાવા-પીવાની બાબતે પણ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સિંગર ગુરદાસ માન, દલેર મેહંદી સહિત 800 ગેસ્ટ કપિલ અને ગિન્નીના લગ્નમાં સામેલ થશે. મેહમાનોની સરભરામાં કોઈ ખોટ ના રહી જાય તે માટે ટીમ સંપૂર્ણ પ્લાનિંગ સાથે કામ કરી રહી છે. કબાના સ્પા એન્ડ રિસોર્ટ 12-13 ડિસેમ્બરના બે દિવસ માટે બુક કરવામાં આવ્યો છે. 7 ડિસેમ્બરના રોજ ચીનથી 3 શેફ આવશે. ભોજનમાં ચાઈનીઝ, ઈટાલિયન અને પંજાબી ફૂડ સામેલ રહેશે. ઈટાલીથી પણ શેફ કબાના આવશે. લગ્નના સ્ટેજના ડેકોરેશનનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. લોનમાં બનેલા સ્ટેજ તરફ જીગજેગ એન્ટ્રી રહેશે. મંડપ માટે પણ એક અલગ સ્ટેજ બનશે.

‘મેરે યાર કી શાદી હૈ...’ કપિલના મિત્રો આપશે લગ્ન-રિસેપ્શનમાં સરપ્રાઈઝ...


- કપિલના મિત્રો પણ લગ્ન માટે ખાસ તૈયારીઓ કરી રહ્યાં છે. divyabhaskar.com સાથેની વાતચીતમાં કપિલના કોલેજ સમયના મિત્રોએ તેની સાથે પસાર કરેલી ખાસ યાદો શેર કરતા કહ્યું કે, તેઓ મિત્રના લગ્ન માટે ખાસ તૈયારી કરી રહ્યાં છે.
- કપિલના કોલેજ ફ્રેન્ડ મનોજે જણાવ્યું હતું કે,"કપિલ ઘણો ડાઉન ટુ અર્થ છે. કપિલને છોલે-કુલચા ઘણા પસંદ છે. તેને પહાડી વિસ્તારમાં ફરવું પણ ગમે છે. તે એટલો મહેનતી છે કે લગ્નને 6 દિવસ બાકી છે અને તે શોનું શૂટિંગ કરી રહ્યો છે. અમે કોલેજના દિવસોથી સાથે છીએ. તેના આ સ્પેશ્યિલ દિવસને વધુ ખાસ બનાવવા અમે સરપ્રાઈઝ પ્લાન કર્યો છે જે લગ્ન અને રિસેપ્શન પર આપીશું."

કપિલના ઘરે જાગરણમાં અમે મિત્રો પણ ધમાલ મચાવશું- તેજી સંધૂ


- તેજી સંધૂએ કહ્યું હતું કે,"કહીએ તો હું અને ગ્રોવર કપિલના સીનિયર રહ્યાં છીએ, પરંતુ 1999થી અમે સાથે છીએ. અમે રિહર્સલ કરીએ છીએ. અમે મિત્રો ઓછા ભાઈ વધુ છીએ. કપિલના લગ્નમાં અમે સંપૂર્ણ રીતે મસ્તીના મૂડમાં રહીશું. જાગરણમાં બધા ગીતો ગાશે. 9 અને 13ના પાર્ટી છે. બધા મિત્રો પોતે જ ગીતો ગાશે."

ગિન્નાના પરિવારે લાહોરથી આવી શરૂ કર્યો હતો બિઝનેસ


- કોમેડિયન કપિલ શર્મા સાથે 12 ડિસેમ્બરના લગ્ન કરવા જઈ રહેલી ગિન્ની ચતરથના પરિવારને શહેરમાં લોકો પાપડ-બડિયાંવાળા તરીકે ઓળખે છે. આ સમયે પાપડ-બડિયાંની સાથે તેમનો કપડાનો પણ સારો એવો બિઝનેસ છે. ગિન્નીનો પરિવાર ભાગલા બાદ પાકિસ્તાનના લાહોરથી અહીં આવ્યો હતો. ત્યાંથી જ આવી તેમણે શેખાં બજારમાં બિઝનેસ શરૂ કર્યો હતો.

(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો......)

મલાઈકા અરોરા- અર્જુન કપૂરના સંબંધોથી ખુશ નથી ડેડી બોની કપૂર, કાકા અનિલ કપૂરે આપી દીધી મંજૂરી

કોમેડિયન કપિલ શર્માના મિત્રો.
કોમેડિયન કપિલ શર્માના મિત્રો.
કપિલ શર્મા મિત્રો સાથે.
કપિલ શર્મા મિત્રો સાથે.
ચતરથ પરિવારની પ્રથમ દુકાન.
ચતરથ પરિવારની પ્રથમ દુકાન.
કપિલની બહેનના ઘરે શરૂ થઈ લગ્નની તૈયારીઓ.
કપિલની બહેનના ઘરે શરૂ થઈ લગ્નની તૈયારીઓ.
કપિલની બહેનના ઘરે શરૂ થઈ લગ્નની તૈયારીઓ.
કપિલની બહેનના ઘરે શરૂ થઈ લગ્નની તૈયારીઓ.
X
કપિલ શર્મા અને ગિન્ની ચતરથ.કપિલ શર્મા અને ગિન્ની ચતરથ.
કોમેડિયન કપિલ શર્માના મિત્રો.કોમેડિયન કપિલ શર્માના મિત્રો.
કપિલ શર્મા મિત્રો સાથે.કપિલ શર્મા મિત્રો સાથે.
ચતરથ પરિવારની પ્રથમ દુકાન.ચતરથ પરિવારની પ્રથમ દુકાન.
કપિલની બહેનના ઘરે શરૂ થઈ લગ્નની તૈયારીઓ.કપિલની બહેનના ઘરે શરૂ થઈ લગ્નની તૈયારીઓ.
કપિલની બહેનના ઘરે શરૂ થઈ લગ્નની તૈયારીઓ.કપિલની બહેનના ઘરે શરૂ થઈ લગ્નની તૈયારીઓ.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App