Bollywood / પતિ હર્ષની ગેરહાજરીમાં સાસુ-સસરા સાથે પાર્ટી કરે છે ભારતી સિંહ, ફેમિલી પ્લાનિંગ પર પણ કરી વાત

Bharti Singh Talks About Her Family Planning & Husband Harsh

divyabhaskar.com

Dec 22, 2018, 05:58 PM IST

મુંબઈઃ ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાના લગ્નને ડિસેમ્બરમાં એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે. આ દરમિયાન બંનેએ રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી’માં ભાગ લીધો હતો. આ શોની નેકસ્ટ સિઝનમાં પણ ભારતી સિંહ જોવા મળશે. 2018માં ભારતી ઘણીવાર મુશ્કેલીમાં મુકાઈ હતી. પહેલા તેને અને હર્ષને ડેંગ્યૂ થયો હતો અને તે પછી ભારતીએ 20 દિવસની અંદર જ સર્જરી પણ કરાવવાનો વારો આવ્યો હતો. આ સર્જરી બાદ તે ઘણા દિવસ વ્હીલચેર પર રહી પોતાના પ્રોફેશનલ વર્કને પણ આગળ વધારતી રહી હતી. ભારતીએ પોતાના પ્રોડક્શન હાઉસ હેઠળ એક ચેટ શો પણ કર્યો હતો. તાજેતરમાં તેણે એક ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાના લગ્નજીવન, સ્વતંત્રતા અને કામ અંગે વાત કરી હતી.

રિસેપ્શન છોડી જતો રહ્યો હતો હર્ષ


- ભારતીએ જણાવ્યું હતું કે,"એક્ટર હોવાના કારણે મારી સાથે લોકો હસીને ઘણા સમય સુધી વાતો કરતા રહે છે. જ્યારે હર્ષ બેક સ્ટેજ રહેવાવાળો વ્યક્તિ હોવાને કારણે તેને કેમેરાનો સામનો કરવો અને વધુ ચમક-દમક ગમતી નથી. રિસેપ્શન દરમિયાન જ્યારે પરિવારજનો સાથે વાત કર્યા બાદ પતિ તરફ ફરી તો જોયું કે હર્ષ રિસેપ્શન છોડી જતો રહ્યો હતો. તેણે પછી મને કહ્યું કે હસી-હસીને પોઝ આપવામાં તેના હાલ દુખવા લાગ્યા હતા."
- ભારતીએ સાથે પોતાના ચૂડા સંબંધે વાત કરતા જણાવ્યું હતું કે,"લગ્નમાં પહેરેલ ચૂડા શગુનની વસ્તુ છે, પરંતુ રાતે આ હર્ષના મોઢા પર વાગતા હોય છે. મે તેને સવા વર્ષ સુધી પહેરી રાખવાનો વચન લીધું છે. હજુ ત્રણ મહિના બાકી છે. તે પછી તેને ઉતારી દઈશ."

સાસુ-સસરા સાથે કરે છે પાર્ટી, લગ્ન પછી નથી ગઈ પિયર


- ભારતીએ પોતાના સાસરી પક્ષ વિશે વાત કરતા કહ્યું હતું કે,"સાસુ-સસરા અને પતિ સાથે રહેતી હોવાછતાં મને એવું લાગે છે કે હું મિત્રો સાથે રહું છું. કોઈ પ્રતિબંધ નથી તેથી જીવન સરળ છે, મારા સાસુ કરતા સસરાની નજીક છે. તે મિત્ર છે. પતિ નથી હોતા ત્યારે સાસુ-સસરા સાથે પાર્ટી કરું છું."
- લગ્નને એક વર્ષ થયું હોવાછતાં ભારતી એકપણ વાર પિયર ગઈ નથી. તેથી તેની માતા તે લગ્ન બાદ પારકી થઈ ગઈ હોવાનું તેને કહે છે. આ અંગે ભારતીએ કહ્યું કે,"મને ઘરે જવાની ઈચ્છા જ નથી થતી. ફોન પર વાત થઈ જાય છે અને બહાર મળી લેતા હોઈએ છીએ. હવે 1-2 મહિના માટે જઈશ."

ભારતીએ કરી ફેમિલી પ્લાનિંગ પર વાત


- ભારતીએ પોતાના ભાવિ પ્લાન અંગે જણાવતા કહ્યું હતું કે,"5-6 મહિના બાદ ઘર લઈશ. આવતા વર્ષ સુધી બેબી માટે પ્લાનિંગ કરી રહી છું, કારણ કે હર્ષને બાળકો ઘણા ગમે છે. બીજાના બાળકોને પણ તે પ્રેમથી તેડી લેતો હોય છે. હર્ષની ઈચ્છા ટ્વિન્સની છે. મને દીકરીઓ ગમે છે, કારણ કે માતા-પિતાના એક ફોન પર દીકરીઓ તેમની પાસે હોય છે. જ્યારે દીકરો પત્નીને પૂછશે કે અત્યારે જશું કે સવારે, મારા ઘરે બે દીકરીઓ આવે તો સારું રહેશે."
- ભારતીએ હર્ષની પ્રશંસા કરતા કહ્યું હતું કે,"મને હર્ષ અને સાસુ-સસરા તરફથી ગમે ત્યાં આવવા-જવાની છૂટ છે. હર્ષ ક્યારેય મારો ફોન પણ ચેક કરતો નથી. તેની આ વાતો મને ગમે છે. હું હોસ્ટલ ફ્રેન્ડ સાથે રહું છું, એવું લાગે છે. ગુસ્સો ત્યારે આવે છે જ્યારે કપડા વેરવિખેર હોય, રાતે સુતા સમયે ઉંચા અવાજે લખતો હોય છે, તે ડિસ્ટર્બ કરે છે."

એકબીજા પર કર્યો હતો ગુસ્સો


- ભારતીએ આગળ જણાવ્યું હતું કે,"રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી’માં સાપ, કીડા-મકોડા અને મુશ્કેલ સ્ટંટને કારણે અમે એકબીજા પર ગુસ્સો કરતા હતા. મારી હેવી બોડી છે પણ હું નાની-નાની વસ્તુઓથી ડરું છું. કોકરોચ જોઈને પણ બેડ પર ચઢી જાઉં છું. કહેવાય છે ને કે પતિ સ્ટ્રોન્ગ સારો લાગે છે પરંતુ મારો પતિ એટલો ડરપોક છે ને કે સાપને જોઈને જ બૂમો પાડવા લાગ્યો હતો. જો લગ્ન પહેલા મારી માતા એને જોઈ લેત તો તેની સાથે લગ્ન જ ના કરવા દેત. તેમને રડતા જોઈ હું પણ રડવા લાગી. પરંતુ અમુક સ્ટંટમાં તેમણે મને હિંમત આપી. એકરીતે તે સારો અનુભવ રહ્યો."

કેપટાઉનના સુંદર લોકેશન પર રોમાન્ટિક અંદાજમાં જોવા મળી સૈફ અલી ખાન અને કરિના કપૂરની જોડી

X
Bharti Singh Talks About Her Family Planning & Husband Harsh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી