Home » Bollywood » TV » Latest Masala » Actress Shafaq Naaz Was Feeling Old at Age Of just 24 Years

‘ચિડિયા ઘર’ની ‘મયૂરી’ દોઢ મહિનામાં ઘટાડ્યું 13 Kg વજન, કહ્યું,‘24ની વયે જ ઘરડી લાગી રહી હતી’

Divyabhaskar.com | Updated - Aug 26, 2018, 05:58 PM

મયૂરીનો રોલ કરી લોકપ્રિય થયેલી શફક નાઝ પોતાના નવા ફોટોશૂટને કારણે ચર્ચામાં છે.

 • Actress Shafaq Naaz Was Feeling Old at Age Of just 24 Years
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  શફક નાઝનું પહેલા ઘણું વજન વધી ગયું હતું જેને તેણે આકરી મહેનત બાદ ઘટાડ્યું છે.

  મુંબઈઃ ટીવી સીરિયલ ‘ચિડિયા ઘર’માં મયૂરીનો રોલ કરી લોકપ્રિય થયેલી શફક નાઝ પોતાના નવા ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. આ તસવીરોમાં તે ટ્રાન્સફોર્મેશન બાદ ઘણી ફિટ લાગી રહી છે. વાસ્તવમાં શફક નાઝનું પહેલા ઘણું વજન વધી ગયું હતું જેને તેણે આકરી મહેનત બાદ ઘટાડ્યું છે. શફક નાઝે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,"જ્યારથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી છે, ત્યારથી બ્રેક લીધો નથી. કામમાં એટલી વ્યસ્ત થઈ ગઈ હતી કે પોતાને સમય આપી શકતી નહોતી. આ કારણે જ શરીર વધી ગયું હતું. પોતાની નજરે હું ઘરડી લાગવા લાગી હતી." ઉલ્લેખનીય છે કે, તેણે માત્ર દોઢ મહિનામાં 13 કિલો વજન ઘટાડ્યું છે.

  આ ડાયેટ પ્લાનથી ઘટાડ્યું વજન


  - શફકે જણાવ્યું હતું કે,"અમે ટીવી એક્ટર્સ 12-12 કલાક મહેનત કરીએ છીએ. જ્યારે ફ્રી થઈએ છીએ ત્યારે કંઈપણ કરવાની એનર્જી રહેતી નથી. આ કારણે જ મે સંપૂર્ણ રીતે રજા લીધી છે. હું 24 વર્ષની છું, પણ વજન એટલું વધી ગયું કે પર્સનલી એવું લાગતું કે 30-35 કે 40 વર્ષની થઈ ગઈ છું."
  - "મે દોઢ મહિનામાં 13 કિલો વજન ઘટાડ્યું છે. તેમાં ઘણી મહેનત લાગી છે. આ માટે ન માત્ર ડાયેટ ફોલો કર્યું પરંતુ સાથે વર્કઆઉટ પણ કર્યો છે. મે નો સ્વીટ..નો કાર્બ માત્ર બાફેલી વસ્તુઓ જ ખાધી. આમળા, એલોવિરા તથા દુધીનું જ્યૂસ, ગ્રીન ટી તથા પાણી પીને હું દોઢ મહિના મોસ્ટ ઓફ લિક્વિડ પર રહી છું."
  - "વર્કઆઉટ તો હું રોજ દોઢ કલાક કરું છું, સૌથી મોટી વાત મેન્ટલી છે, હું મેન્ટલી ઘણું રિલેક્સડ હતી. મે મક્કમતાથી નિર્ણય કર્યો હતો કોઈપણ ભોગે વજન ઓછું કરવું જ છે."

  ભોજનથી માઈન્ડ ડાયવર્ટ કરતી શફક


  - શફકે જણાવ્યું હતું કે,"મને પણ ખાવાની ઈચ્છા થતી હતી. ઘણીવાર બહુ જ ઈચ્છા વધી જતી. આ સમયે હું માઈન્ડ ડાયવર્ટ કરી લેતી. પોતાની એચિવમેન્ટ વિશે વિચારતી હતી. હું હંમેશા એકવાત માનું છું કે, જો તમે કોઈ કામ વિચારી લો તો દુનિયાની કોઈ તાકત તમને રોકી શકતી નથી."
  - "હું માત્ર વેટ લોસ નહીં તમામ સારા કામમાં માનું છું. એકવાર કોઈ કામ કરવાનું વિચારી લઉં તો તેને પૂર્ણ કરીને જ રહું છું. હું મારી તાકાત અને નબળાઈ બંને જાણું છું. પોતાની સાથે ઘણી ટ્રાન્સપરન્ટ છું. કોઈને બોલવાની તક આપતી નથી અને કોઈ મને કંઈપણ કહે તો તેને પોઝિટિવલી લઉં છું."

  આ સીરિયલ્સમાં કર્યું છે કામ


  - શફક નાઝે ‘સપના બાબુલ કા વિદાઈ’ (2010), ‘સંસ્કાર લક્ષ્મી’ (2011), ‘શુભ વિવાહ’ (2011), ‘મહાભારત’ (2014) સહિત અન્ય સીરિયલ્સમાં કામ કર્યું છે.

  એકસાથે ફેશન શો એન્જોય કરતા જોવા મળ્યા મલાઈકા અરોરા અને અર્જુન કપૂર, એકસમય હતી અફેરની ચર્ચા

 • Actress Shafaq Naaz Was Feeling Old at Age Of just 24 Years
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ‘ચિડિયા ઘર’માં મયૂરીનો રોલ કરી લોકપ્રિય થયેલી શફક નાઝ પોતાના નવા ફોટોશૂટને કારણે ચર્ચામાં છે.
 • Actress Shafaq Naaz Was Feeling Old at Age Of just 24 Years
  શફકે દોઢ મહિનામાં 13 કિલો વજન ઘટાડ્યું છે.
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ