• Home
  • Bollywood
  • TV
  • chidiya ghar fame mendhak prasad aka manish vishwakarma has no money for his treatment

'ચિડિયાઘર'ના મેંઢકપ્રસાદ પાસે નથી સારવારના પૈસા, પરિવારની આજીજી, મહેરબાની કરીને કોઈ તો અમારી મદદ કરો

'મેંઢકપ્રસાદ'ની સલામતી માટે મંદિરોના ચક્કર લગાવી રહ્યાં છે માતા-પિતા, હાર નથી માની

Kiran Jain | Updated - Sep 16, 2018, 06:22 PM
chidiya ghar fame mendhak prasad aka manish vishwakarma has no money for his treatment

મુંબઈઃ એક સમય હતો જ્યારે મેંઢકપ્રસાદ એટલે કે મનિષ વિશ્વકર્મા છેલ્લાં ત્રણ વર્ષથી સામાન્ય જીવવા માટે સ્ટ્રગલ કરી રહ્યો છે. 28 જૂન, 2015ના રોજ જ્યારે મનિષ શૂટિંગ માટે ગોરેગાંવ સ્થિત ફિલ્મસિટીમાં જઈ રહ્યો હતો ત્યારે મિલ્ક કોલોની પાસે તેનો અકસ્માત થયો હતો. ત્યારબાદ મનિષને બ્રેઈન હેમરેજ થયું અને તે કોમામાં જતો રહ્યો હતો. જોકે, હવે તે કોમામાંથી બહાર છે. મનિષની તબિયત હજી પણ એટલી સારી નથી. પરિવારે પોતાની તમામ સંપત્તિ અને લાખોના દેવા સાથે દીકરાની સારવાર કરાવી છે. હવે તે અન્ય લોકો પાસેથી આર્થિક મદદ માંગીને દીકરાનો ઈલાજ કરાવે છે.


પરિવારને છે મદદની જરૂરઃ
અત્યાર સુધી મનિષના પરિવારે દીકરાની ટ્રિટમેન્ટ પાછળ 50 લાખ રૂપિયા ખર્ચ્યા છે. પરિવારમાં માત્ર મનિષના પિતા ત્રિભુવન જ કમાનાર છે. divyabhaskar.com સાથેની વાતચીતમાં ત્રિભુવને કહ્યું હતું કે તેમણે બેંકમાંથી લોન લીધી હતી અને એકવાર ભરી પણ દીધી હતી. ફિઝિયોથેરાપી ઘણી જ મોંઘી છે. હવે તેઓ એવી વ્યક્તિને શોધી રહ્યાં છે, જે તેમને આર્થિક મદદ કરી શકે. પરિવારના અન્ય સભ્યો મનિષ સાજો થાય તેમાં મદદ કરી રહ્યાં છે. જ્યાં સુધી મનિષ પૂરો ઠીક ના થઈ જાય ત્યાં સુધી તે લડતા રહેશે.


શિલ્પા શિંદેએ પણ કરી છે આર્થિક મદદઃ
'ચિડિયાઘર'માં મનિષની કો-એક્ટ્રેસ શિલ્પા શિંદે હાલમાં જ તેની હેલ્થ અપડેટ માટે તેના ઘરે આવી હતી. આ સમયે તેણે પરિવારને આર્થિક મદદ કરી હતી. ત્રિભુવન વિશ્વકર્માએ કહ્યું હતું કે શિલ્પા પહેલાં દિવસથી તેમને મદદ કરી રહી છે. તે એક માત્ર એવી એક્ટ્રેસ છે, જેણે ક્યારેય સાથ છોડ્યો નથી. પોતાના બિઝી શિડ્યૂઅલમાંથી સમય કાઢીને મનિષને મળવા આવે છે. હાલમાં જ તે આવી હતી અને આર્થિક મદદ કરી હતી. તે ઘણી જ દયાળું છે.


વચ્ચે મનિષ કરવા લાગ્યો હતો અજીબ વ્યવહારઃ
મનિષના પિતા ત્રિભુવને કહ્યું હતું કે છેલ્લાં એક વર્ષથી મનિષની હાલતમાં સહેજ પણ સુધારો થયો નથી. કેટલાંક મહિના પહેલાં મનિષને સાયકોલોજીસ્ટ પાસે લઈ જવો પડ્યો હતો. કારણ કે તે વિચિત્ર વર્તન કરવા લાગ્યો હતો. તેમને ખ્યાલ નથી આવતો કે આખરે તેના મગજમાં શું ચાલી રહ્યું છે. તેમના માટે મનિષના વર્તનને કંટ્રોલમાં રાખવો હવે શક્ય નથી. સાયકોલોજીસ્ટની કેટલીક વિઝિટ્સ બાદ હવે તેની તબિયત થોડી સુધરી છે. ત્રિભુવને આગળ કહ્યું હતું કે તેની ફિઝિયોથેરાપી નિયમિત ચાલે છે. એલોપેથી પરથી તેમનો વિશ્વાસ ઉઠી ચૂક્યો છે. હાલમાં તેઓ આયુર્વેદિક ટ્રિટમેન્ટ લઈ રહ્યાં છે. અનેકવાર મેડિટેશન પણ કરવામાં આવ્યું છે, જેથી તેને માનસિક શાંતિ મળે. ખાસ કરીને ત્યારે જ્યારે તે પોતાની જાત પર અંકુશ રાખી શકતો નથી. તેઓ અનેક મંદિરના ચક્કરો લગાવી ચૂક્યા છે. આશા છે કે તેમનો દીકરો જલ્દીથી ઠીક થઈ જશે.

'તારક મહેતા'માં દેખાતી ગોકુલધામના સેટની હકીકત, સોસાયટીમાં નથી એક પણ રૂમ, અંદરના સીન્સ થાય છે બીજે શૂટ

X
chidiya ghar fame mendhak prasad aka manish vishwakarma has no money for his treatment
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App