Home » Bollywood » TV » Latest Masala » before start bigg boss 12, contestant list leaked

'બિગ બોસ' શરૂ થાય તે પહેલાં જ સ્પર્ધકોના નામ લીક, 'અક્ષરા' ફરીવાર જોવા મળશે ઘરની અંદર

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 02:02 PM

'બિગ બોસ'ની 12 સિઝન 16 સપ્ટેમ્બરના રોજ નવ વાગ્યાથી શરૂ થઈ રહી છે. આ વખતે ઘરમાં કોણ-કોણ રહેવાનું છે

 • before start bigg boss 12, contestant list leaked
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  ડાબેથી, હિના ખાન, કરનવીર બોહરા, દીપિકા કક્કડ

  મુંબઈઃ 'બિગ બોસ'ની 12 સિઝન 16 સપ્ટેમ્બરના રોજ નવ વાગ્યાથી શરૂ થઈ રહી છે. આ વખતે ઘરમાં કોણ-કોણ રહેવાનું છે, તેને લઈ ચાહકો ઉત્સુક છે. હાલમાં જ 19 નામનો સત્તાવાર રીતે ખુલાસો કરવામાં આવ્યો છે. આમાં સાત સેલિબ્રિટિ સ્પર્ધકો તથા છ જોડીઓ કોમનરની છે. નવાઈની વાત એ છે કે કોમેડિયન ભારતી સિંહ તથા તેનો પતિ હર્ષ 'બિગ બોસ'ના ઘરમાં જવાના નથી. 'બિગ બોસ'ના ઘરમાં હિના ખાન થોડો સમય રહેવાની છે, તેવી ચર્ચા છે. આટલું જ નહીં 'બિગ બોસ'એ માત્ર દર્શકોને આકર્ષવા માટે ભારતી-હર્ષ ઘરમાં એન્ટર થવાના હોવાની વાત ચગાવી હતી.


  કરનવીર બોહરાઃ
  હિતેન તેજવાનીની જેમ આ વખતે પણ ટીવીનો સીનિયર એક્ટર કરનવીર બોહરા 'બિગ બોસ'ના ઘરમાં જોવા મળશે. કરનવીર 'નાગિન 2', 'કૂબૂલ હૈં', 'કસૌટી જિંદગી કી' જેવી સીરિયલમાં કામ કરી ચૂક્યો છે. તે છેલ્લાં 12 વર્ષથી ટીવીમાં કામ કરે છે.


  દીપિકા કક્કડ ઈબ્રાહિમઃ
  ટીવી એક્ટ્રેસ દીપિકા કક્કર પણ આ શોમાં આવશે. દીપિકા તથા શોએબે આ વર્ષે 22 ફેબ્રુઆરીના રોજ લગ્ન કર્યાં હતાં. દીપિકાએ ધર્મ પરિવર્તન કરીને શોએબ સાથે લગ્ન કર્યાં છે. તે હિંદુમાંથી મુસ્લિમ બની છે. તેણે હવે પોતાનું નામ ફૈઝા ઈબ્રાહિમ રાખ્યું છે. જેને કારણે સોશ્યિલ મીડિયામાં તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી. દીપિકાનાં આ બીજા લગ્ન છે.

  (જુઓ, ભજનસમ્રાટ અનુપ જલોટા સહિતના સેલેબ્સ જોવા મળશે ઘરમાં...)

  અંતે, કપિલ શર્માએ તોડી ચૂપ્પી, ખરાબ તબિયતથી લઈને ટીવી પર ક્યારે પાછો આવશે, તે અંગે કરી વાત

 • before start bigg boss 12, contestant list leaked
  +7બીજી સ્લાઈડ્સ જુઓ

  નેહા પેંડસેઃ
  'મે આઈ કમ ઈન મેડમ'માં સંજના બનતી નેહા પણ આ સિઝનમાં જોવા મળશે. નેહા 'ફેમિલી ટાઈમ વિથ કપિલ શર્મા'માં કો-હોસ્ટ હતી. છેલ્લે 'એન્ટરટેઈમેન્ટ કી રાત'માં જોવા મળી હતી.

 • before start bigg boss 12, contestant list leaked
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  અનુપ જલોટાઃ
  જાણીતા ગાયક અનુપ જલોટા પણ ઘરમાં જોવા મળશે. પહેલાં તો અનુપે આ શો કરવાની ના પાડી દીધી હતી પરંતુ 'બિગ બોસ'ના મેકર્સે તેમને મનાવી લીધા હતાં. પોતાની કરિયરમાં હંમેશા વિવાદોથી દૂર રહેનાર અનુપ આ શોમાં કેવી રીતે ટકી રહે છે, તે જોવું રસપ્રદ રહેશે.

 • before start bigg boss 12, contestant list leaked
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  શ્રીસંતઃ
  વિવાદિત ક્રિકટેર શ્રીસંત આ વખતે ઘરમાં જોવા મળશે. લેગ સ્પિનર તરીકે કરિયરની શરૂઆત કરનાર શ્રીસંત પર આઈપીએલ 2013માં સ્પોટ ફિક્સિંગના આરોપો સાબિત તથા બીસીસીઆઈએ તેની પર બૅન મૂકી દીધો હતો. 'બિગ બોસ' પહેલાં શ્રીસંત 'ઝલક દિખલાજા' તથા 'ખતરો કે ખિલાડી 2'માં જોવા મળ્યો હતો.

 • before start bigg boss 12, contestant list leaked
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  સૃષ્ટિ રોડેઃ
  'છોટી બહુ' તથા 'ઈશ્કબાઝ' ફૅમ સૃષ્ટિ રોડે પણ 'બિગ બોસ'માં જોવા મળશે. પહેલાં સૃષ્ટિ પોતાના બોયફ્રેન્ડ મનિષ નાગદેવ સાથે આવવાની હતી પરંતુ હવે તે સિંગલ આવશે.

 • before start bigg boss 12, contestant list leaked
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  જસલીન મથારૂઃ
  સિંગર જસલીન મથારુ પોતાના ગુરૂ અનુપ જલોટા સાથે જોડી બનાવીને ઘરમાં આવશે. મિકા સિંહના મ્યૂઝિક ગ્રૂપમાં પણ જસલીન ભાગ લઈ ચૂકી છે. 11 વર્ષની ઉંમરમાં જસલીને સંગીત શીખવાની શરૂઆત કરી હતી. જસલીને 'લવ ડે લવ ડે' આલ્બમથી પોતાની સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી.

 • before start bigg boss 12, contestant list leaked
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  સુરભિ રાણા

  સુરભિ રાણા-કીર્તિ વર્માઃ
  કોમનર જોડી તરીકે સુરભિ રાણા તથા કીર્તિ વર્મા જોવા મળશે. સુરભિ ડેન્ડિસ્ટ છે, જ્યારે કીર્તિ જીએસટી ઓફિસર છે.


  દિપક ઠાકુર-ઉર્વશી વાણીઃ
  આ જોડી ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ તરીકે 'બિગ બોસ'ના ઘરમાં જોવા મળશે. બંને સિંગર છે.

 • before start bigg boss 12, contestant list leaked
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ડાબે, રોશની બનિક-મિત્તલ જોષી

  રોશની બનિક-મિત્તલ જોષીઃ
  રોશની બનિક કોલકાતાની છે અને મેનેજમેન્ટ કંપની ચલાવે છે. તો મિત્તલ જોષી મેક-અપ આર્ટિસ્ટ છે.


  શિવાશીષ મિશ્રા-સૌરભ પટેલઃ
  આ જોડી ભારતના ગામડાંઓની સમસ્યા બતાવવાનો પ્રયાસ કરશે. બંને મધ્યપ્રદેશના છે.

   

 • before start bigg boss 12, contestant list leaked
  રોમિલ ચૌધરી

  સભા ખાન-સોમી ખાનઃ
  બંને બહેનો રાજસ્થાનના જયપુરની છે. તેઓ પોતાના જીવનમાં સંબંધોનું શું મહત્વ છે, તે બતાવવાનો પ્રયાસ કરશે.


  રોમિલ ચૌધરી-નિર્મલ સિંહઃ
  રોમિલ ચૌધરી વકીલ છે, જ્યારે નિર્મલ સિંહ પોલીસમાં છે. વકીલ-પોલીસની આ જોડી ઘરમાં ધમાલ મચાવશે.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ