TV એક્ટર સુશાંત સિંહની બહેનને થઈ ગંભીર બીમારી, સોશ્યિલ મીડિયા પર માગી રહ્યો છે લોકોની મદદ

Actor Sushant Singh Sister Diagnosed With Neurological Disorder

divyabhaskar.com

Sep 10, 2018, 02:57 PM IST

મુંબઈઃ ઘણી બોલિવૂડ ફિલ્મ્સમાં કામ કરી ચૂકેલા એક્ટર સુશાંત સિંહ જીવનના મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તેની નાની બહેન સોફિયા ન્યૂરોલોજીકલ ડિસઓર્ડર જેવી બીમારીનો શિકાર બની છે. સુશાંતે પોતાની બહેનની સારવાર કરાવી પરંતુ આ બીમારી માટેની એકમાત્ર સારવારથી તે સ્વસ્થ થઈ શકી નથી. જેથી સુશાંતે સોશ્યિલ મીડિયા પર લોકોથી મદદ માગી છે.

પોસ્ટ કર્યો ઈમોશનલ મેસેજ


- સુશાંતે ટ્વિટર પર પોતાની બહેન સાથેની તસવીર શેર કરી લખ્યું કે,"મિત્રો આ એક અપીલ છે. મારી નાની બહેન સોફિયાને ન્યૂરોલોજીકલ ડિસઓર્ડર (સીડીઆઈપી) થયું છે. આ એક ઓટો ઈમ્યૂન ડિસઓર્ડર છે અને તેની સારવાર સફળ થઈ રહી નથી. મહેરબાની કરીને આ ટ્વિટને શેર કરો અને મદદ કરી શકે તેવા યોગ્ય વ્યક્તિ સુધી તેને પહોંચાડો."
- સુશાંતની આ ટ્વિટ અત્યારસુધી 12 હજારથી વધુ લોકોએ રીટ્વિટ કરી છે. ઘણા લોકો તેની મદદ માટે આગળ પણ આવ્યા છે.
- સુશાંતનું આ ટ્વિટર અકાઉન્ટ વેરિફાઈડ નથી. જોકે લોકો પોતાની તરફથી સુશાંતની મદદ કરવા કોઈ કસર છોડી રહ્યાં નથી. ઘણા યૂઝર્સે અલગ-અલગ ડોક્ટર્સ અને હોસ્પિટલમાં બહેનના ચેકઅપની સલાહ આપી હતી.

આ ફિલ્મ્સમાં કર્યું છે કામ


- સુશાંત સિંહે કરિયરનો પ્રારંભ 1998માં આવેલી ફિલ્મ ‘સત્યા’થી કર્યો હતો. જે પછી તેણે ‘જંગલ’, ‘16 ડિસેમ્બર’, ‘દમ’, ‘ડરના મના હૈ’, ‘બેબી’, ‘યે સાલી જીંદગી’, ‘હેટ સ્ટોરી 2’ જેવી ફિલ્મસમાં કામ કર્યું હતું.
- છેલ્લે સુશાંત 2017માં આવેલી ફિલ્મ ‘લિપસ્ટિક અંડર માય બુરખા’ માં જોવા મળ્યો હતો. હાલ તેની પાસે કોઈ ફિલ્મની ઓફર નથી. તે અત્યારે સ્ટાર ભારત પર આવતા શો ‘સાવધાન ઈન્ડિયા’ને હોસ્ટ કરી રહ્યો છે.

'બિગ બોસ'ના ઘરમાં ગુજરાતી પતિ સાથે બાળક અંગે પ્લાનિંગ કરવા માંગે છે કોમેડિયન ભારતી સિંહ

X
Actor Sushant Singh Sister Diagnosed With Neurological Disorder
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી